Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 5:22 - પવિત્ર બાઇબલ C.L.

22 ઈસુ તેમના વિચારો જાણી ગયા અને તેમણે તેમને કહ્યું, “તમે એવા વિચારો કેમ કરો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પણ ઈસુએ તેઓના વિચાર જાણી લઈને તેઓને કહ્યું, “તમે તમારા મનમાં શા તર્કવિતર્ક કરો છો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને જવાબ આપ્યો કે, ‘તમે પોતાના મનમાં શા પ્રશ્નો કરો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પરંતુ ઈસુને ખબર પડી ગઇ કે તેઓ શું વિચારતા હતા, તેણે કહ્યું, “તમારા મનમાં આવા વિચારો કેમ આવે છે?”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 5:22
15 Iomraidhean Croise  

તેણે શલોમોનને કહ્યું, “મારા દીકરા, તું મારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર અને સંપૂર્ણ દિલથી અને રાજીખુશીથી તેમની સેવા કર. તે આપણા સૌના વિચારો અને ઈરાદાઓ જાણે છે. જો તું તેમને શોધશે, તો તે તને મળશે; પણ જો તું તેમનો ત્યાગ કરીશ તો તે તને સદાને માટે તજી દેશે.


મારું બેસવું તથા ઊઠવું એટલે મારું સમગ્ર વર્તન તમે જાણો છો. વળી, તમે મારા વિચાર દૂરથી પણ સમજો છો.


પ્રભુ દુષ્ટ ઇરાદા ધિક્કારે છે, પણ તે નિખાલસ શબ્દો ચાહે છે.


હું સર્વ પ્રજાઓ અને ભાષાઓના લોકોને એકઠા કરવા આવી રહ્યો છું. તેઓ આવીને મારું ગૌરવ જોશે.


પ્રભુ પરમેશ્વર ગોગને આ પ્રમાણે કહે છે: “તે સમયે તું તારા મનમાં વિચારીને એક દુષ્ટ યોજના ઘડી કાઢશે.


પણ એ જાણીને ઈસુ તે સ્થળ મૂકીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. ઘણા લોકો તેમની પાછળ ગયા.


તેઓ શો વિચાર કરતા હતા તે ઈસુ જાણતા હતા. તેથી તેમણે તેમને કહ્યું, કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે ઝાઝું ટકતું નથી. એ જ પ્રમાણે કોઈ શહેર કે કુટુંબમાં જૂથ પડી જાય અને અરસપરસ લડવા માંડે તો નક્કી તેનું પતન થાય છે.


તેઓ જે વિચાર કરતા હતા તે ઈસુ જાણી ગયા. તેથી તેમણે કહ્યું, શા માટે તમે આવી દુષ્ટ વાત વિચારો છો?


તેઓ જે કહેતા હતા તે ઈસુ જાણતા હોવાથી તેમણે તેમને પૂછયું, “તમારી પાસે રોટલી નથી એની ચર્ચા શા માટે કરો છો? હજી સુધી શું તમને સૂઝતું નથી? હજી તમે સમજતા નથી? શું તમારાં મન સાવ જડ થઈ ગયાં છે?


પણ ઈસુએ કહ્યું, “તમે કેમ ગભરાઓ છો? તમારા મનમાં આવી શંકાઓ કેમ પેદા થાય છે?


નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ પોતાના મનમાં કહેવા લાગ્યા, “ઈશ્વરની વિરુદ્ધ બોલનાર આ માણસ કોણ? કોઈ માણસ પાપ માફ કરી શક્તો નથી; માત્ર ઈશ્વર જ તેમ કરી શકે છે.”


‘તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે,’ એમ કહેવું સહેલું છે કે, ‘ઊઠ, અને ચાલતો થા’ એમ કહેવું સહેલું છે?


પિતરે તેને પૂછયું, “અનાન્યા, શેતાનને તેં તારા દયનો કબજો કેમ લેવા દીધો? પવિત્ર આત્માની સમક્ષ તું જુઠ્ઠું કેમ બોલ્યો? કારણ, જમીન વેચવાથી મળેલા પૈસામાંથી અમુક રકમ તેં રાખી મૂકી છે.


ઈશ્વરનું વચન જીવંત અને સમર્થ છે. બેધારી તલવાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્મા તથા સાંધા અને મજ્જાના વિભાજન સુધી ઊંડે સુધી ઊતરી જાય છે. તે મનુષ્યના દયની ઇચ્છાઓ તથા વિચારોની પારખ કરે છે.


હું ઈઝબેલના અનુયાયીઓને મારી નાખીશ. એથી બધી મંડળીઓ જાણશે કે મન અને દયને પારખનાર હું છું. હું દરેકને તેનાં કૃત્યો પ્રમાણે બદલો આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan