Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 5:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઈસુ એકવાર ગેન્‍નેસારેત સરોવરને કિનારે ઊભા હતા, ત્યારે લોકો ઈશ્વરનો સંદેશ સાંભળવા તેમની આસપાસ પડાપડી કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે ઘણા લોકો તેમના પર પડાપડી કરીને ઈશ્વરની વાત સાંભળતા હતા, ત્યારે તે ગન્‍નેસરેતના સરોવરને કાંઠે ઊભા રહ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે એમ થયું કે ઘણાં લોકો ઈસુ પર પડાપડી કરીને ઈશ્વરના વચનને સાંભળતાં હતા, ત્યારે ગન્નેસારેતના સરોવરને કિનારે તે ઊભા રહ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ગન્નેસરેત ગાલીલ સરોવરને કાંઠે ઈસુ ઊભો હતો તે દેવના વચનનો ઉપદેશ કરતો હતો. તેઓ તેનો ઉપદેશ સાંભળતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 5:1
21 Iomraidhean Croise  

શફામથી દક્ષિણ તરફ રિબ્લા સુધી, અને પૂર્વ તરફ આયિન થઈ ગાલીલ સરોવરના પૂર્વ કિનારાની ટેકરીઓ સુધી પહોંચશે.


યોહાને તેનો સંદેશ પ્રગટ કરવાની શરૂઆત કરી ત્યારથી આજ સુધી તો ઈશ્વરના રાજ્ય ઉપર બળજબરી થઈ રહી છે અને બળજબરી કરનારાઓ તેનો કબજો લઈ રહ્યા છે.


તેઓ સરોવરને સામે કિનારે ગેન્‍નેસારેતના દેશમાં આવ્યા. ત્યાં લોકોએ ઈસુને ઓળખી કાઢયા.


સમુદાય એટલો મોટો હતો કે પોતે ભીડમાં કચડાઈ ન જાય તે માટે ઈસુએ પોતાના શિષ્યોને હોડી તૈયાર કરવા કહ્યું.


ઈસુ ફરીથી ગાલીલ સરોવરને કિનારે ઉપદેશ આપવા લાગ્યા. તેમની આસપાસ એકઠું મળેલું ટોળું ઘણું મોટું હોવાથી તે હોડીમાં જઈને બેઠા. હોડી પાણીમાં હતી; જ્યારે લોકો પાણી નજીક કિનારા પર હતા.


પછી ઈસુ તેની સાથે ચાલી નીકળ્યા. તેમની સાથે એટલા બધા લોકો ગયા કે ચારેબાજુથી તેમના પર પડાપડી થવા લાગી.


સરોવર ઓળંગીને તેઓ ગેન્‍નેસારેત પ્રદેશમાં આવ્યા, અને તેમણે હોડીને કિનારે લાંગરી.


તે સમયે એકત્ર થયેલા હજારો લોકો એકબીજા પર પડાપડી કરી પગ કચરતા હતા, ત્યારે ઈસુએ ખાસ કરીને પોતાના શિષ્યોને કહ્યું, “ફરોશીઓના ખમીરથી, એટલે કે તેમના દંભથી સાવધ રહો.


તેમણે બે હોડીઓ કિનારે લાંગરેલી જોઈ; માછીમારો એ હોડીઓમાં નહોતા, પણ જાળો ધોતા હતા.


એક દિવસ ઈસુ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેઠા અને તેમને કહ્યું, “ચાલો, આપણે સરોવરને સામે કિનારે જઈએ.” તેથી તેઓ ઊપડયા.


તેઓ હોડીમાં જતા હતા એવામાં ઈસુ ઊંઘી ગયા. સરોવર પર સખત પવન ફુંકાવા લાગ્યો અને હોડી પાણીથી ભરાઈ જવા લાગી, અને તેથી તેમાં બેઠેલા સૌ મોટા જોખમમાં મુક્યા.


તેથી દુષ્ટાત્માઓ એ માણસમાંથી નીકળીને ભૂંડોમાં પ્રવેશ્યા; આખું ટોળું ભેખડ પરથી સરોવરમાં ઢસડાઈ પડયું અને ડૂબી ગયું.


ઈસુએ પૂછયું, “મને કોણ અડકાયું?” બધાંએ કહ્યું કે અમે નથી અડક્યાં. પિતરે કહ્યું, “ગુરુજી, લોકો તમને ઘેરી વળ્યા છે અને તમારા પર પડાપડી કરે છે!”


યોહાનનું સાંભળીને ઈસુની પાછળ જનારામાં એક સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા હતો.


એ પછી ઈસુ ગાલીલ એટલે કે, તીબેરિયસ સરોવરને સામે કિનારે ગયા.


પશ્ર્વિમે તેમની સરહદ યર્દન નદી સુધી ઉત્તરે ક્ધિનેરેથ સરોવરથી દક્ષિણે અરાબા એટલે મૃત સમુદ્ર સુધી અને પૂર્વ બાજુએ પિસ્ગા પર્વતની તળેટીના ઢોળાવ સુધી હતી.


તમને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર તમારા અગાઉના આગેવાનોને યાદ રાખજો. તેઓ કેવી રીતે જીવ્યા અને મૃત્યુ પામ્યા તેનો વિચાર કરો અને તેમના વિશ્વાસને અનુસરવા પ્રયત્ન કરો.


એમાં અરાબાના પ્રદેશથી પૂર્વમાં ગાલીલ સરોવર અને ત્યાંથી દક્ષિણે મૃત સમુદ્રની પૂર્વ તરફ બેથ-યશીમોથ અને ત્યાંથી પિસ્ગા પર્વતના ઢોળાવની તળેટી સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો.


યર્દનની ખીણમાં આવેલાં બેથ-હારામ, બેથ-નિમ્રા, સુક્કોથ તથા સાફોન એટલે, હેશ્બોનના રાજા સિહોનના બાકીના રાજ્યનો પણ તેમાં સમાવેશ થતો હતો. તેમની પશ્ર્વિમની સરહદ ઉત્તરમાં છેક ગાલીલ સરોવર સુધી યર્દન નદીની હતી.


Lean sinn:

Sanasan


Sanasan