Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 4:25 - પવિત્ર બાઇબલ C.L.

25 હું તમને સાચું કહું છું કે, એલિયાના સમયમાં સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ પડયો નહોતો, અને આખા દેશમાં ભારે દુકાળ હતો ત્યારે ઇઝરાયલમાં ઘણી વિધવાઓ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 પણ હું તમને સાચું કહું છું કે, એલિયાના સમયમાં સાડા ત્રણ વરસ સુધી આકાશ બંધ રહ્યું, અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો, તે વખતે ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 પણ હું તમને સાચું કહું કે એલિયાના સમયમાં સાડાત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહિ, આખા દેશમાં મોટો દુકાળ પડ્યો, ત્યારે ઘણી વિધવાઓ ઇઝરાયલમાં હતી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25-26 “હું જે કહું છું તે સાચું છે. એલિયાના સાડા ત્રણ વર્ષના સમયમાં ઈસ્ત્રાએલમાં બિલકુલ વરસાદ પડ્યો ન હતો. સમગ્ર દેશમાં દુકાળ હતો. ખાવાને અનાજ ક્યાંય મળતું ન હતું. ઈસ્ત્રાએલમાં તે સમયે ઘણી વિધવાઓને સહાયની આવશ્યકતા હતી. પરંતુ એલિયાને એ બધામાંથી કોઈની પણ પાસે મોકલવામાં આવ્યો નહોતો. પરંતુ સિદોનના સારફતની એક વિદેશી વિધવાને સહાય કરવા માટે તેને મોકલવામાં આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 4:25
12 Iomraidhean Croise  

ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.”


પ્રભુ કહે છે, “મારા વિચારો તમારા વિચારો જેવા નથી; તેમ જ મારા માર્ગો તમારા માર્ગો કરતાં જુદા છે.


મારા પોતાના પૈસા મને મારી મરજી પ્રમાણે વાપરવાનો હક્ક નથી? કે પછી તમને મારી ઉદારતાની ઈર્ષા આવે છે?


એ જ સમયે ઈસુએ પવિત્ર આત્મા દ્વારા આનંદિત થઈને કહ્યું, “હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! હું તમારી સ્તુતિ કરું છું કે જ્ઞાનીઓ અને વિદ્વાનો તમે જે ગુપ્ત રાખ્યું હતું, તે તમે સાવ અબુધોને પ્રગટ કર્યું છે. હા, પિતા, તમે એ તમારી પોતાની પસંદગી અને રાજીખુશીથી કર્યું છે.”


તેમણે મોશેને જણાવ્યું, “હું મારી ઇચ્છા પ્રમાણે કોઈના ઉપર દયા કે કૃપા કરીશ.”


મારા મિત્ર, ઈશ્વરની સામે દલીલ કરનાર તું કોણ છે? “તેં મને આવું કેમ બનાવ્યું?” એવું માટીનું પાત્ર પોતાના બનાવનારને પૂછી શકે નહિ.


ઈશ્વરની યોજના અને તેમના નિર્ણય પ્રમાણે સર્વ બાબતો બને છે. ઈશ્વરે આરંભથી જે નક્કી કર્યું હતું તે પ્રમાણે તેમનો હેતુ આપણને ખ્રિસ્તમાં મેળવીને તેમના પોતાના લોક બનાવવાનો હતો.


કરેલો નિર્ણય અને પોતાની માર્મિક યોજના જે તેમણે ખ્રિસ્ત દ્વારા પૂરી કરવાનું નક્કી કરી રાખ્યું હતું, તે આપણને જાહેર કર્યાં છે.


એલિયા પણ આપણા જેવો જ માણસ હતો. પણ તેણે વરસાદ વરસે નહિ તેવી પ્રાર્થના આગ્રહપૂર્વક કરી અને સાડાત્રણ વર્ષ સુધી વરસાદ પડયો નહિ.


તેમને આકાશ બંધ કરી દેવાની સત્તા છે, જેથી તેઓ ઈશ્વરનો સંદેશ પ્રગટ કરતા હોય તે દરમિયાન વરસાદ નહિ પડે. વળી, તેમને ઝરણાંનું પાણી રક્તમાં ફેરવી નાખવાની સત્તા પણ છે. ગમે તેટલી વાર તેઓ પૃથ્વી પર દરેક પ્રકારની મરકી ફેલાવી શકે છે.


Lean sinn:

Sanasan


Sanasan