Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 4:23 - પવિત્ર બાઇબલ C.L.

23 તેમણે કહ્યું, “હું જાણું છું કે તમે મારી આગળ આ કહેવત ટાંકશો: “વૈદ, તું પોતાને સાજો કર.’ તમે મને એમ પણ કહેશો, “કાપરનાહૂમમાં તેં કરેલા જે કાર્યો વિષે અમે સાંભળ્યું છે, તે જ કાર્યો અહીં તારા પોતાના વતનમાં કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તેમણે તેઓને કહ્યું, “આ કહેવત તમે નિશ્ચે મને કહેશો કે વૈદ, તું પોતાને સાજો કર! કપર-નાહૂમમાં કરેલાં જે જે કામો વિષે અમે સાંભળ્યું છે તેવાં કામો અહીં તારા પોતાના વતનમાં પણ કર.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજાં કરો.’ કપરનાહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવા કામો અહીં તમારા પોતાના વતનપ્રદેશમાં પણ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 ઈસુએ તેઓને કહ્યું, “હું જાણું છું કે તમે મને આ જુની વાત જરુંરથી કહેશો: ‘વૈદ તું પોતે તારી સારવાર કર.’ તમે કહેશો કે ‘અમે સાંભળ્યું છે કે જે ચમત્કારો કફર-નહૂમમાં કર્યા છે તે તારા પોતાના વતનમાં શા માટે બતાવતો નથી!’”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 4:23
20 Iomraidhean Croise  

ત્યાંના ભજનસ્થાનમાં તેમણે શિક્ષણ આપ્યું અને જેમણે તેમને સાંભળ્યા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછયું, આ બધું જ્ઞાન તેની પાસે ક્યાંથી આવ્યું? અને તે કેવી રીતે ચમત્કારો કરે છે?


તે નાઝારેથમાં ઠરીઠામ થયા નહિ, પણ ઝબૂલુન અને નાફતગાલીના દેશમાં ગાલીલ સરોવરને કિનારે આવેલા કાપરનાહૂમ શહેરમાં વસ્યા.


ઈસુ સમગ્ર ગાલીલ દેશમાં તેમનાં ભજનસ્થાનોમાં ઈશ્વરના રાજનો શુભસંદેશ પ્રગટ કરતા અને દરેક પ્રકારની માંદગી અને બીમારીમાં સપડાયેલાંને સાજા કરતા ફર્યા.


પછી ત્યાંથી ઈસુ પોતાના શિષ્યોની સાથે પોતાના વતનમાં પાછા ફર્યા.


પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે જે કંઈ ધર્મક્રિયાઓ કરવાની હતી, તે બધી પૂરી કરીને તેઓ ગાલીલમાં તેમના શહેર નાઝારેથ પાછાં ફર્યાં.


તેથી ઈસુ તેમની સાથે નાઝારેથ ગયા અને ત્યાં તે તેમને આધીન રહ્યા. તેમની માએ આ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખી.


પછી ઈસુ જ્યાં તેમનો ઉછેર થયો હતો એ નાઝારેથમાં ગયા, અને હંમેશની રીત પ્રમાણે તે વિશ્રામવારે ભજનસ્થાનમાં ગયા અને તે શાસ્ત્ર વાંચવા ઊભા થયા.


પછી ઈસુ ગાલીલમાં આવેલા કાપરનાહુમમાં ગયા, અને ત્યાં વિશ્રામવારે તેમણે લોકોને ઉપદેશ આપ્યો.


ઈસુએ દુષ્ટાત્માને આજ્ઞા કરી, “ચૂપ રહે, અને એ માણસમાંથી બહાર નીકળ.” તે બધાના દેખતાં દુષ્ટાત્માએ એ માણસને નીચે ફેંકી દીધો, અને તેને કંઈપણ ઇજા કર્યા વિના તેનામાંથી નીકળી ગયો.


‘ભાઈ, મને તારી આંખમાંથી તણખલું કાઢવા દે,’ એમ તું તારા ભાઈને કેવી રીતે કહી શકે? તું તારી પોતાની આંખમાંના ભારટિયાને તો લક્ષમાં પણ લેતો નથી! ઓ ઢોંગી! પ્રથમ તારી પોતાની આંખમાંથી ભારટિયો કાઢ, એટલે પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢતાં તને બરાબર સૂઝશે.


પછી તે સ્ત્રી પોતાની ગાગર ત્યાં જ મૂકીને નગરમાં પાછી ગઈ અને તેણે લોકોને કહ્યું,


આમ હવે અમે કોઈનું મૂલ્યાંકન માનવી ધોરણે કરતા નથી. જોકે એક વખતે અમે ખ્રિસ્તનું પણ માનવી ધોરણે મૂલ્યાંકન કર્યું હતું. પણ હવે તેવું કરતા નથી.


Lean sinn:

Sanasan


Sanasan