Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 4:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ત્યાં ચાલીસ દિવસ સુધી શેતાને તેમનું પ્રલોભન કર્યું. એ સમય દરમિયાન તેમણે કંઈ ખાધું નહોતું. એ દિવસો પૂરા થયા પછી તેમને ભૂખ લાગી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે [દરમ્યાન] શેતાનથી તેમનું પરીક્ષણ થયું. તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, ને તે પૂરા થયા પછી તે ભૂખ્યા થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે દરમિયાન શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું; તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, તે સમય પૂરા થયા પછી તે ભૂખ્યા થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ત્યાં શેતાને 40 દિવસ સુધી તેનું પરીક્ષણ કર્યુ. તે સમય દરમ્યાન ઈસુએ કંઈ પણ ખાધું નહિ. દિવસો પૂરા થયા પછી ઈસુને ખૂબ ભૂખ લાગી.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 4:2
16 Iomraidhean Croise  

હું તારી અને સ્ત્રીની વચ્ચે, તારાં સંતાન અને તેના સંતાન વચ્ચે કાયમનું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, અને તું તેની એડીએ કરડશે.”


એલિયાએ ઊઠીને ખાધું અને પીધું અને પવિત્ર પર્વત હોરેબ સુધી ચાલીસ દિવસ ચાલતાં જવા તેનામાં ખોરાકથી જરૂરી શક્તિ આવી.


“જાઓ, સૂસાના બધા યહૂદીઓને એકત્ર કરો અને આજથી તમે બધા મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત કે દિવસ કંઈ ખાશો કે પીશો નહિ. હું તથા મારી તહેનાતમાં રહેતી યુવતીઓ પણ તેમ જ કરીશું. તે પછી કાયદાથી વિરુદ્ધ હોવા છતાં હું રાજાને મળવા જઈશ. એમ કરવા જતાં મારું મૃત્યુ થાય તો તે પણ હું સ્વીકારી લઈશ.”


મોશે વાદળમાં પ્રવેશીને પર્વત પર ચડી ગયો. મોશે પર્વત પર ચાલીસ દિવસ અને ચાલીસ રાત રહ્યો.


મોશે ત્યાં પ્રભુ સાથે ચાળીસ દિવસ અને ચાળીસ રાત રહ્યો; તેણે એ સમય દરમ્યાન કંઈ ખોરાક ખાધો નહોતો કે પાણી પીધું નહોતું. તેણે શિલાપાટીઓ પર કરારનાં વચનો અર્થાત્ દસ આજ્ઞાઓ લખી લીધી.


તેણે નિનવેના લોકોમાં આવું જાહેરનામું બહાર પાડયું: “રાજા અને તેમના અમલદારોનો આ આદેશ છે: કોઈએ કંઈ ખાવાનું નથી. લોકો, ઢોરઢાંક કે ઘેટાંને ખાવાપીવાની મનાઈ છે.


બીજે દિવસે સવારે શહેરમાં પાછા આવતાં ઈસુને ભૂખ લાગી હતી.


ચાળીસ રાતદિવસ સુધી ઉપવાસ પછી ઈસુ ભૂખ્યા થયા.


શેતાને તેમને કહ્યું, “જો તું ઈશ્વરપુત્ર હોય તો આ પથ્થરને આજ્ઞા કર કે તે રોટલી બની જાય.”


ત્યાં યાકોબનો કૂવો હતો અને મુસાફરીથી થાકેલા ઈસુ ત્યાં જ બેસી ગયા. ત્યારે બપોરનો સમય હતો.


પ્રભુની દૃષ્ટિમાં ઘૃણાસ્પદ મૂર્તિ બનાવવાનું મોટું પાપ કરવાને લીધે તે તમારા પર કોપાયમાન થયા હતા; તેથી હું પ્રભુ આગળ ઝૂકી પડયો અને ફરીથી તેમના સાંનિધ્યમાં ચાલીસ દિવસ અને ચાલીસ રાત નતમસ્તકે પડી રહ્યો; મેં ન તો કંઈ ખોરાક ખાધો કે ન તો કંઈ પાણી પીધું.


“તેથી પ્રભુ તમારો નાશ કરવાના હતા ત્યારે અગાઉની જેમ હું ચાલીસ દિવસ અને ચાલીસ રાત પ્રભુના સાંનિધ્યમાં ભૂમિ પર નતમસ્તકે પડી રહ્યો.”


જે શિલાપાટીઓ પર પ્રભુએ તમારી સાથે કરેલો કરાર લખાયેલો હતો તે લેવા જ્યારે હું પર્વત પર ગયો, ત્યારે હું ત્યાં ચાલીસ દિવસ અને ચાલીસ રાત રહ્યો હતો, અને મેં કંઈપણ ખાધું કે પીધું નહોતું.


ઈસુએ તેમને થયેલાં પ્રલોભનોમાં દુ:ખ સહન કર્યું હોવાથી હાલ જેમનું પ્રલોભન થાય છે તેમને મદદ કરવાને તે સક્ષમ છે.


આપણા એ પ્રમુખ યજ્ઞકાર ઈશ્વરપુત્ર ઈસુ આપણી નબળાઈઓ પ્રત્યે લાગણી ન ધરાવે એવા નથી. એથી ઊલટું, આપણા પ્રમુખ યજ્ઞકાર આપણી જેમ બધાં પ્રલોભનોમાંથી પસાર થયેલા છે, અને છતાં તેમણે પાપ કર્યું નથી.


ચાલીસ દિવસ સુધી રોજ સવારે અને સાંજે ગોલ્યાથ ઇઝરાયલને પડકારતો રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan