Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 3:4 - પવિત્ર બાઇબલ C.L.

4 જેમ સંદેશવાહક યશાયાએ તેના પુસ્તકમાં લખેલું છે તેમ, “વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: પ્રભુને માટે રાજમાર્ગ તૈયાર કરો; તેમને જવાનો રસ્તો સરખો કરો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખેલું છે, રાનમાં ઘાંટો પાડનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા પાધરા કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખ્યું છે તેમ કે, ‘અરણ્યમાં ઘાંટો કરનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલા વચનો મુજબ: “અરણ્યમાં કોઈ વ્યક્તિનો પોકાર સંભળાય છે: ‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો. તેનો માર્ગ સીધો બનાવો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 3:4
12 Iomraidhean Croise  

પ્રભુ કહે છે, “બાંધો, સડક બાંધો! માર્ગ તૈયાર કરો. મારા લોકના માર્ગમાંથી પ્રત્યેક અવરોધ દૂર કરો!”


ઓ યરુશાલેમના લોકો, દરવાજામાં થઈને જાઓ, નગરના પ્રવેશદ્વારમાં થઈને બહાર જાઓ. પાછા ફરી રહેલા તમારા લોકને માટે રસ્તો તૈયાર કરો. ધોરીમાર્ગ તૈયાર કરો; એમાંથી પથ્થરો વીણી કાઢો. લોકોને સંકેત આપવાને વજા ફરકાવો.


તે ફરીથી પિતા અને પુત્રોનું સમાધાન કરાવશે; રખેને હું આવીને તમારા દેશનો નાશ કરું.”


કારણ, ઈશ્વરનું રાજ નજીક આવી પહોંચ્યું છે. સંદેશવાહક યશાયાએ જે લખેલું છે તે યોહાનને જ લાગુ પડે છે: વેરાન દેશમાં કોઈ પોકારી રહ્યું છે: પ્રભુને માટે માર્ગ તૈયાર કરો; તેમને માટે રસ્તો સરખો કરો.


વેરાન પ્રદેશમાં કોઈ પોકારે છે: ‘પ્રભુને માટે રાજમાર્ગ તૈયાર કરો; તેમને જવાનો માર્ગ સરખો કરો.”


યોહાને જવાબ આપ્યો, “ઈશ્વરના સંદેશવાહક યશાયાએ કહ્યું હતું તે પ્રમાણે હું તો ‘પ્રભુને માટે માર્ગ સરખો કરો,’ એવી વેરાનમાં બૂમ પાડનારની વાણી છું.”


તે લોકોને એ પ્રકાશ વિષે સાક્ષી આપવા આવ્યો; જેથી બધા માણસો એનો સંદેશો સાંભળીને વિશ્વાસ કરે.


Lean sinn:

Sanasan


Sanasan