Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 3:1 - પવિત્ર બાઇબલ C.L.

1 સમ્રાટ તિબેરિયસના શાસનનું પંદરમું વર્ષ ચાલતું હતું; તે વખતે પોંતિયસ પિલાત યહૂદિયાનો રાજ્યપાલ હતો, હેરોદ ગાલીલમાં રાજ કરતો હતો, અને તેનો ભાઈ ફિલિપ ઈતુરાઈ તથા ત્રાખોનીતીના પ્રદેશો પર અમલ ચલાવતો હતો; લુસાનિયસ આબિલેનેનો રાજા હતો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વરસે, જ્યારે પોંતિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ હતો, તથા હેરોદ ગાલીલનો રાજા હતો, તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજા હતો, તથા લુસાનિયસ આબીલેનેનો રાજા‍ હતો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વર્ષે, જયારે પોંતિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ, તથા હેરોદ ગાલીલનો રાજ્યકર્તા તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજ્યકર્તા તથા લુસાનિયસ આબીલેનેનો રાજ્યકર્તા હતો

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પોંતિયુસ પિલાત તિબેરિયસ કૈસરના રાજ્યશાસનના 15માં વર્ષ યહૂદિયાનો અધિપતિ હતો. ગાલીલ પર હેરોદ; ત્રાખોનિતિયા અને યટૂરિયા પર હેરોદનો ભાઈ ફિલિપ, લુસાનિયાસ, અબિલેનીનો રાજા હતો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 3:1
19 Iomraidhean Croise  

શિલોહ ન આવે ત્યાં સુધી યહૂદા પાસેથી રાજદંડ હટી જશે નહિ. તેમ જ તેના વંશજો પાસેથી રાજ્યાધિકાર જતો રહેશે નહિ; અને બધી પ્રજાઓ તેને આધીન રહેશે.


એ જ સમયે ગાલીલના શાસક હેરોદે ઈસુ વિષે સાંભળ્યું.


વાત એમ હતી કે, હેરોદે યોહાનની ધરપકડ કરાવીને તેને જેલમાં પૂર્યો હતો. તેણે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને લીધે આમ કર્યું હતું.


હેરોદનો જન્મદિવસ આવ્યો. એકત્રિત થયેલા લોકો સમક્ષ હેરોદિયાસની દીકરીએ નૃત્ય કર્યું. હેરોદ ખૂબ પ્રસન્‍ન થઈ ગયો.


તો અમને કહો, આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે પરદેશી રોમન સત્તાને કરવેરા ભરવા તે યોગ્ય છે કે નહિ?


તેઓ તેમને બાંધીને લઈ ગયા અને રોમન રાજ્યપાલ પિલાતને સોંપી દીધા.


હેરોદે પોતે જ યોહાનની ધરપકડ કરાવી હતી અને તેને જેલમાં નંખાવ્યો હતો. કારણ, હેરોદે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કર્યું હોવાથી


છેવટે હેરોદિયાસને લાગ મળી ગયો. હેરોદે પોતાના જન્મદિવસે બધા ઉચ્ચ અધિકારીઓ, લશ્કરી અફસરો અને ગાલીલના અગ્રગણ્ય નાગરિકો માટે ભોજનસમારંભ યોજ્યો હતો.


એ જ સમયે કેટલાક ફરોશીઓએ ઈસુની પાસે આવીને કહ્યું, “તમે અહીંથી નીકળીને બીજે ક્યાંક ચાલ્યા જાઓ, કારણ, હેરોદ તમને મારી નાખવા માગે છે.”


સમ્રાટ ઓગસ્તસે પોતાના રાજ્યકાળ દરમિયાન એકવાર એવો હુકમ બહાર પાડયો કે વસ્તી ગણતરી માટે સામ્રાજ્યના બધા નાગરિકો પોતાની નોંધણી કરાવે.


તેથી તેમની માગણી પ્રમાણે પિલાતે ઈસુને સજા ફરમાવી.


પણ યોહાન રાજ્યપાલ હેરોદની વિરુદ્ધ બોલતો, કારણ કે હેરોદે તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કર્યું હતું, અને બીજા ઘણાં ભૂંડા ક્મ કર્યાં હતાં.


ગાલીલના રાજા હેરોદે એ બધી બાબતો વિષે સાંભળ્યું. તે ઘણો મૂંઝવણમાં પડી ગયો; કારણ, કેટલાક લોકો કહેતા હતા, “બાપ્તિસ્મા કરનાર યોહાન ફરીથી જીવંત થયો છે.”


“કલોડિયસ લુસિયસ તરફથી માનવંત રાજ્યપાલ ફેલીક્ષને સાદર પ્રણામ.


બે વર્ષ પછી ફેલીક્ષની જગ્યાએ પેર્સિયસ ફેસ્તસ રાજ્યપાલ તરીકે આવ્યો. ફેલીક્ષ યહૂદીઓમાં લોકપ્રિય બનવા માગતો હોવાથી તેણે પાઉલને જેલમાં જ રાખી મૂક્યો.


પછી રાજા, રાજ્યપાલ, રાણી બેરનીકે અને અન્ય સૌ ઊભા થયા.


કારણ, હકીક્તમાં તમારા પવિત્ર સેવક ઈસુ, જેમનો તમે મસીહ તરીકે અભિષેક કર્યો તેમની વિરુદ્ધ હેરોદ અને પોંતિયસ પિલાત આ શહેરમાં બિનયહૂદીઓ અને ઇઝરાયલીઓની સાથે ભળી ગયા.


Lean sinn:

Sanasan


Sanasan