Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 23:35 - પવિત્ર બાઇબલ C.L.

35 લોકો ઊભા ઊભા નિહાળતા હતા, પણ યહૂદી આગેવાનો ઈસુની મશ્કરી ઉડાવતા હતા, “તેણે બીજાઓને બચાવ્યા; જો તે ઈશ્વરે પસંદ કરેલ મસીહ હોય, તો પોતાને બચાવે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 લોકો જોતા ઊભા હતા. અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતા હતા, “તેણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, [એટલે] તેમનો પસંદ કરેલો હોય, તો તે પોતાને બચાવે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 લોકો એ જોતાં ઊભા રહ્યા હતા. અને અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતાં હતા કે, ‘તેમણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, એટલે તેમનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 લોકો ત્યાં ઊભા રહીને ઈસુને જોતા હતા. યહૂદિ અધિકારીઓ ઈસુની મશ્કરી કરતાં હતા. તેઓએ કહ્યું કે, “જો તે દેવનો એક પસંદ કરાયેલ ખ્રિસ્ત હોય તો તેને તેનો બચાવ તેની જાતે કરવા દો. તેણે બીજા લોકોને બચાવ્યા છે. શું તેણે નથી બચાવ્યા?”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 23:35
24 Iomraidhean Croise  

મારાં બધાં જ હાડકાં ગણી શકાય તેમ છે, મારા શત્રુઓ મને ધારીધારીને જુએ છે.


પરંતુ હું લથડી પડયો ત્યારે તેમણે ટોળે મળીને કિલકારીઓ કરી, તેઓ મારી આસપાસ ઠેકડી કરવા એકત્ર થયા; મારાથી અજાણ્યા લોકોએ મારા પર પ્રહાર કર્યા અને મને મારીમારીને મારી ચામડી ઊતરડી નાખી.


હે માણસો, ક્યાં સુધી તમે મારા ગૌરવને કલંક લગાડશો? ક્યાં સુધી તમે વ્યર્થતાને ચાહશો અને જૂઠાણાંની પાછળ ભટકશો? (સેલાહ)


કારણ, જેને તમે શિક્ષા કરી છે, તેના પર તેઓ જુલમ કરે છે; અને જેને તમે ઘાયલ કર્યો છે, તેની પીડા વિષે તેઓ ખુશ થઈને ગુસપુસ વાતો કરે છે.


“ઈશ્વરે તેનો ત્યાગ કર્યો છે, અને તેને બચાવનાર કોઈ જ નથી. તેથી ચાલો, આપણે તેનો પીછો કરી તેને પકડી પાડીએ.”


પ્રભુ કહે છે, “આ મારો સેવક છે; હું તેને ધરી રાખું છું. મેં તેને પસંદ કર્યો છે; હું તેના પર પ્રસન્‍ન છું. મેં તેને મારા આત્માથી ભરપૂર કર્યો છે અને તે બધા દેશોમાં ન્યાય પ્રવર્તે તેવું કરશે.


જેના પ્રત્યે માણસોને ધિક્ક ાર છે અને પ્રજાઓને નફરત છે અને જે રાજર્ક્તાઓનો દાસ છે તેને માટે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર અને ઉદ્ધારક કહે છે: “રાજાઓ ઊભા થઈને તને માન આપશે અને રાજદરબારીઓ તને જોઈને તારી આગળ નમન કરશે.” પ્રભુ પોતાનું વચન પાળવામાં અડગ છે અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરે પોતાના એ સેવકને પસંદ કર્યો છે તેને લીધે એવું બનશે.


તે તો માણસોથી તિરસ્કાર પામેલો અને તરછોડાયેલો હતો; દુ:ખી પુરુષ અને દર્દનો અનુભવી હતો. તે તો જેને જોઈને માણસો પોતાનું મુખ સંતાડી દે તેવો ઉપેક્ષા પામેલો હતો અને આપણે તેને વિસાત વિનાનો ગણ્યો.


આખો દિવસ બધા લોકો મારી હાંસી ઉડાવે છે. તેઓ બધા મારા વિષે મશ્કરીનાં ગીત ગાય છે.


“હું દાવિદના વંશજો અને યરુશાલેમના અન્ય લોકોને દયાના આત્માથી અને પ્રાર્થનાના આત્માથી ભરી દઈશ; જેને તેમણે ઘા કરીને મારી નાખ્યો છે, તેના તરફ તેઓ જોશે અને પોતાના એકના એક સંતાનના મરણને લીધે કોઈ રડે તેમ તેને માટે તેઓ રડશે. પોતાનો પ્રથમજનિત પુત્ર ગુમાવ્યો હોય તેની જેમ તેઓ આક્રંદ કરશે.”


આ મારો પસંદ કરેલો સેવક છે તેના પર મેં પ્રેમ કર્યો છે, અને હું તેના પર પ્રસન્‍ન છું. હું તેનામાં મારો આત્મા મૂકીશ, અને તે બધી જાઓની સમક્ષ મારું ન્યાયશાસન જાહેર કરશે.


આકાશમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું.


આ બધું સાંભળીને ફરોશીઓ ઈસુની મશ્કરી કરવા લાગ્યા, કારણ, તેઓ દ્રવ્યલોભી હતા.


પિલાતે મુખ્ય યજ્ઞકારો, આગેવાનો અને લોકોને બોલાવીને એકઠા કર્યા,


ક્રૂસે લટકાવેલા ગુનેગારોમાં એકે તેનું અપમાન કર્યું, “શું તુ મસીહ નથી! તો પોતાને તથા અમને પણ બચાવ!”


માણસોએ નકામો ગણીને નકારી કાઢેલો, પણ ઈશ્વરે મૂલ્યવાન ગણીને પસંદ કરેલ જીવંત પથ્થર, એટલે, પ્રભુની પાસે આવો.


Lean sinn:

Sanasan


Sanasan