Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 23:34 - પવિત્ર બાઇબલ C.L.

34 ઈસુએ કહ્યું, “હે પિતા, આ લોકોને ક્ષમા કરો! પોતે શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.” ચિઠ્ઠી નાખીને તેમણે તેમનાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 ઈસુએ કહ્યું, “હે પિતા, તેઓને માફ કરો. કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.” ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમનાં વસ્‍ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 ઈસુએ કહ્યું, ‘હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.’ ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 ઈસુએ કહ્યું કે, “હે બાપ, આ લોકોને માફ કર. જેઓ મારી હત્યા કરી રહ્યા છે. તેઓ શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.” સૈનિકોએ પાસા ફેંકીને જુગાર રમ્યો અને નક્કી કર્યુ કે ઈસુના લૂગડાં કોણ લેશે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 23:34
26 Iomraidhean Croise  

‘યોસેફને કહેજો કે તારા ભાઈઓએ તારો અપરાધ કર્યો હતો. તું તેમનો ગુનો માફ કરજે એટલું હું માગું છું.’ એટલે હવે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારા પિતાના ઈશ્વરના આ સેવકોનો ગુનો માફ કરો.” તેમનો આ સંદેશો યોસેફને મળ્યો ત્યારે તે રડી પડયો.


તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે, અને મારાં કપડાં માટે તેઓ ચિઠ્ઠીઓ નાખે છે.


તેથી હું મહાપુરુષો સાથે તેને હિસ્સો આપીશ અને તે બળવાનો સાથે લૂંટ વહેંચશે. કારણ, છેક મરણ પામતાં સુધી તેણે પોતાનો આત્મા રેડી દીધો અને અપરાધીઓ સાથે તેની ગણના થઈ. પણ તેણે તો ઘણાંનાં પાપ ઉઠાવ્યાં અને અપરાધીઓ માટે મયસ્થી કરી.


આ સમયે ઈસુએ કહ્યું, હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! તમે જ્ઞાની અને સમજુ લોકોથી જે વાતો છુપાવીને બાળકોને પ્રગટ કરી છે તે માટે હું તમારો આભાર માનું છું.


પિતાજી, તમને એ ગમ્યું છે.


પણ હવે હું તમને કહું છું: તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તમને સતાવનારા માટે પ્રાર્થના કરો,


તેથી તેમણે તેમને ક્રૂસે જડયા અને કોને ભાગે શું આવે તે માટે ચિઠ્ઠી નાખીને તેમનાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં.


તેમણે કહ્યું, “હે પિતા, તમારી ઇચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો. છતાં મારી નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”


“હું તેમને માટે પ્રાર્થના કરું છું. દુનિયા માટે નહિ, પરંતુ જેઓને તમે મને સોંપ્યા તેમને માટે પ્રાર્થના કરું છું; કારણ, તેઓ તમારા છે.


ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર તરફથી તમને મળી છે એ સિવાય તમને મારા પર બીજી કોઈ સત્તા નથી. તેથી મને તમારા હાથમાં સોંપી દેનાર વધારે દોષિત છે.”


પણ પાઉલ મોટે ઘાંટે બૂમ પાડી ઊઠયો, “તમે પોતાને કંઈ ઇજા કરશો નહિ! અમે બધા અહીં જ છીએ!”


“હવે ભાઈઓ, હું જાણું છું કે તમે અને તમારા આગેવાનોએ એ ક્મ અજ્ઞાનતાને કારણે કર્યું હતું.


તે ધૂંટણે પડયો, અને મોટે અવાજે બોલ્યો, “ઓ પ્રભુ! આ પાપની જવાબદારી તેમને શિરે મૂકશો નહિ!” એમ કહીને તે મરી ગયો. તેના ખૂનમાં શાઉલની સંમતિ હતી.


જેઓ તમને સતાવે તેમને ઈશ્વર આશિષ આપે તેવી વિનંતી કરો; અને શાપ આપતા નહિ.


આ યુગના કોઈ સત્તાધારીને આ જ્ઞાન વિષે ખબર નથી. એ સત્તાધારીઓ એ જાણતા હોત, તો તેઓ મહિમાવંત પ્રભુને ક્રૂસે જડત નહિ.


પોતાનું ભરણપોષણ કરવા માટે અમે સખત ક્મ કરીએ છીએ. નિંદાયેલા છતાં અમે આશિષ દઈએ છીએ. અમારી સતાવણી થાય છે, ત્યારે અમે સહન કરીએ છીએ.


જો કે ભૂતકાળમાં હું તેમની નિંદા અને સતાવણી તેમજ તેમનું અપમાન કરતો હોવા છતાં તેમણે મને વિશ્વાસપાત્ર ગણીને તેમની સેવાને માટે મારી નિમણૂક કરી છે. મારા અવિશ્વાસને લીધે મેં અજ્ઞાનતામાં એ કર્યું હોવા છતાં ઈશ્વર મારા પ્રત્યે દયાળુ હતા અને આપણા પ્રભુએ મારા જીવનમાં તેમની કૃપા ભરપૂરીથી રેડી દીધી.


ભૂંડાને બદલે પાછું ભૂંડું ન વાળો અથવા શાપને બદલે શાપ ન આપો. એને બદલે આશિષ આપો. કારણ, ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમને આશિષ આપવાનું વચન આપ્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan