લૂકની લખેલી સુવાર્તા 23:26 - પવિત્ર બાઇબલ C.L.26 તેઓ ઈસુને લઈ ગયા. જતાં જતાં તેમને કુરેનીનો સિમોન મળ્યો. તે ગામડેથી શહેરમાં આવતો હતો. તેમણે તેને પકડયો, તેની પાસે ક્રૂસ ઊંચકાવ્યો અને ઈસુની પાછળ પાછળ આવવા કહ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન કરીને કુરેનીનો એક માણસ સીમમાંથી આવતો હતો, તેને પકડીને તેઓએ તેની કાંધે વધસ્તંભ ચઢાવ્યો કે, તે તે ઊંચકીને ઈસુની પાછળ ચાલે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 અને તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન નામે કુરેનીનો એક માણસ જે બહાર ગામથી આવતો હતો તેને તેઓએ પકડ્યો, અને તેના ખભા પર વધસ્તંભ ચઢાવ્યો, કે તે ઊંચકીને તે ઈસુની પાછળ ચાલે. Faic an caibideilપવિત્ર બાઈબલ26 ઈસુને મારી નાખવા સૈનિકો દૂર લઈ જતા હતા. તે જ સમયે સીમમાંથી એક માણસ શહેરમાં આવતો હતો. તેનું નામ સિમોન હતું. સિમોન, કુરેની શહેરનો હતો. સૈનિકોએ સિમોનને ઈસુનો વધસ્તંભ તેની ખાંધે ચઢાવીને ઈસુની પાછળ ચાલવા ફરજ પાડી. Faic an caibideil |