Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 22:61 - પવિત્ર બાઇબલ C.L.

61 તે બોલતો હતો એવામાં તરત જ કૂકડો બોલ્યો. પ્રભુએ પાછા ફરીને પિતર તરફ નજર ઠેરવી, એટલે પિતરને પ્રભુના શબ્દો સાંભર્યા કે, “આજે કૂકડો બોલ્યા પહેલાં તું ત્રણવાર કહીશ કે તું મને ઓળખતો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

61 પ્રભુએ ફરીને પિતરની સામું જોયું. તેમણે તેને કહ્યું હતું, “આજે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે, ” એ પ્રભુનું વચન પિતરને યાદ આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

61 પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, “ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

61 પછી પ્રભુ ફર્યો અને પિતરની આંખોમાં જોયું અને પ્રભુએ જે તેને કહ્યું હતું તે પિતરને યાદ આવ્યું. “સવારે મરઘો બોલ્યા અગાઉ, તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 22:61
19 Iomraidhean Croise  

તે લોકો સમક્ષ ગાતાં ગાતાં કહેશે, ‘મેં પાપ કર્યું હતું અને હું આડે માર્ગે ગયો હતો, છતાં ઈશ્વરે મને એની સજા કરી નહિ;


હું તારા સર્વ દુરાચારની તને ક્ષમા આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને શરમને કારણે તારું મોં પણ ઉઘાડી શકશે નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


હે એફ્રાઈમ, હું તને કેવી રીતે તજી દઈ શકું? હું તને કેવી રીતે તરછોડું? આદમા નગરના જેવો તમારો નાશ કરું? અથવા તારા પ્રત્યે સબોઈમના જેવો વર્તાવ કરું? મારું મન મને એમ કરવા દેશે નહિ. કારણ, તમારા પ્રત્યેનો મારો પ્રેમ પ્રબળ છે.


ઈસુએ પિતરને જવાબ આપ્યો, હું તને સાચે જ કહું છું: આજ રાત્રે કૂકડો બોલે તે પહેલાં તું મને ઓળખતો નથી એમ તું ત્રણવાર કહીશ.


ઈસુએ પિતરને જે કહ્યું હતું તે તેને યાદ આવ્યું, કૂકડો બોલે તે પહેલાં તું મને ઓળખતો નથી એમ તું ત્રણવાર કહીશ. પછી તે બહાર જઈને હૈયાફાટ રડયો.


ઈસુને તરત જ ખબર પડી કે તેમનામાંથી પરાક્રમ નીકળ્યું છે. એટલે તેમણે ટોળા તરફ ફરીને પૂછયું, “મારા ઝભ્ભાને કોણે સ્પર્શ કર્યો?”


પ્રભુએ તેને જવાબ આપ્યો, “માર્થા, માર્થા, તું ઘણી બાબતોની ચિંતા કરે છે અને બાવરી બની જાય છે.


ઈસુએ જવાબ આપ્યો, “પિતર, હું તને કહું છું કે તું મને ઓળખતો નથી, એવું કૂકડો બોલે તે પહેલાં તું ત્રણવાર કહીશ.”


પણ પિતરે જવાબ આપ્યો, “ભાઈ, હું તો તમે શું કહો છો તે પણ સમજી શક્તો નથી!”


પિતર બહાર જઈને હૈયાફાટ રડયો.


એ મૃત્યુ પામેલો માણસ એક વિધવાનો એકનોએક પુત્ર હતો; તેથી નગરજનોનું મોટું ટોળું વિધવાની સાથે જોડાયું હતું.


“જેમનું આગમન થવાનું છે તે તમે જ છો, કે અમે બીજા કોઈની રાહ જોઈએ?”


ઈસુએ જવાબ આપ્યો, “શું તું મારે માટે મરવા તૈયાર છે! હું તને સાચે જ કહું છું: કૂકડો બોલ્યા પહેલાં તું ત્રણવાર કહીશ કે તું મને ઓળખતો નથી.”


ઈશ્વરે પોતાની જમણી તરફ તેમને આગેવાન અને ઉદ્ધારક તરીકે ઊંચા કર્યા છે. જેથી તે ઇઝરાયલીઓને પાપથી પાછા ફરવાની અને તેમનાં પાપની માફી મેળવવાની તક આપે.


તમે જન્મે બિનયહૂદી છો. યહૂદીઓ તમને સુન્‍નત કરાવ્યા વગરના માણસો તરીકે ઓળખે છે, અને પોતાને સુન્‍નત કરાવેલા તરીકે ઓળખાવે છે. આ તો શારીરિક સુન્‍નતનો નિર્દેશ છે. તેથી ભૂતકાળમાં તમે કેવા હતા તે યાદ કરો!


તેથી જ્યાંથી તારું પતન થયું તે યાદ કરીને પાછો ફર અને પહેલાનાં જેવાં કાર્ય કર. જો તું પાછો નહિ ફરે તો હું આવીશ અને તારી દીવીને તેના સ્થાનેથી ખસેડી નાખીશ.


Lean sinn:

Sanasan


Sanasan