Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 22:36 - પવિત્ર બાઇબલ C.L.

36 ઈસુએ કહ્યું, “પણ હવે તો જેની પાસે પૈસાનું પાકીટ કે થેલી હોય, તે પોતાની સાથે લઈ લે; અને જેની પાસે તલવાર ન હોય, તે પોતાનો ઝભ્ભો વેચીને પણ એક ખરીદે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 ત્યારે તેમણે તેઓને કહ્યું, “પણ હમણાં જેની પાસે થેલી હોય તે તે રાખે, અને ઝોળી પણ રાખે. અને જેની પાસે તરવાર ન હોય, તે પોતાનું વસ્‍ત્ર વેચીને [તરવાર] ખરીદી રાખે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 ત્યારે તેમણે તેઓને કહ્યું, ‘પણ હમણાં જેની પાસે નાણાં હોય તે રાખે, થેલી પણ રાખે, અને જેની પાસે તલવાર ના હોય તે પોતાનું વસ્ત્ર વેચીને તલવાર ખરીદી રાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 તેઓને કહ્યું કે, “પણ હવે જો તમારી પાસે થેલી અને પૈસા હોય તો તમારી પાસે રાખો. જો તમારી પાસે તલવાર ના હોય તો તમારા કપડાં વેચીને એક ખરીદી રાખો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 22:36
10 Iomraidhean Croise  

મુસાફરીને માટે થેલી ન રાખો; વધારાનું ખમીસ, ચંપલ કે લાકડી ન લો. કામ કરનાર પાલનપોષણને યોગ્ય છે.


પછી ઈસુએ તેમને કહ્યું, “મેં તમને પૈસાનું પાકીટ, થેલી અથવા પગરખાં વિના મોકલ્યા ત્યારે તમને કશાની તંગી પડી હતી?” તેમણે જવાબ આપ્યો, “ના, કશાની નહિ.”


કારણ, હું તમને કહું છું કે, ‘ગુનેગારોમાં તેની ગણના થઈ’ એવું જે ધર્મશાસ્ત્રમાં લખેલું છે, તે સાચું પડવું જોઈએ. કારણ કે મારા વિષે જે લખવામાં આવ્યું હતું તે સાચું પડી રહ્યું છે.”


શિષ્યોએ કહ્યું, “પ્રભુ, જુઓ આ રહી બે તલવાર!” તેમણે જવાબ આપ્યો, “બસ, એટલી તો પૂરતી છે.”


મેં જે કહ્યું તે યાદ રાખો: ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી.’ જો એ લોકોએ મને દુ:ખ દીધું, તો તેઓ તમને પણ દુ:ખ દેશે. જો તેઓ મારો ઉપદેશ પાળશે તો તેઓ તમારો ઉપદેશ પણ પાળશે.


આ વાત મેં તમને એટલા માટે કહી કે મારી સાથેના જોડાણથી તમને શાંતિ મળે. દુનિયા તમને દુ:ખ આપશે; પરંતુ હિંમત ન હારશો, દુનિયા પર મેં વિજય મેળવ્યો છે.”


કારણ, અમે તમારી સાથે હતા ત્યારે અમે તમને પહેલેથી જણાવ્યું હતું કે, આપણી સતાવણી થશે, અને હકીક્તમાં તેમ જ બન્યું છે.


ખ્રિસ્તે શારીરિક દુ:ખ સહન કર્યું હોવાથી તમારે પણ તેવી જ મનોવૃત્તિથી સજ્જ થવું જોઈએ. કારણ, શારીરિક રીતે સહન કરનાર પાપથી મુક્ત થયો છે.


Lean sinn:

Sanasan


Sanasan