Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 22:35 - પવિત્ર બાઇબલ C.L.

35 પછી ઈસુએ તેમને કહ્યું, “મેં તમને પૈસાનું પાકીટ, થેલી અથવા પગરખાં વિના મોકલ્યા ત્યારે તમને કશાની તંગી પડી હતી?” તેમણે જવાબ આપ્યો, “ના, કશાની નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 પછી તેમણે તેઓને પૂછ્યું, “જ્યારે થેલી તથા ઝોળી તથા જોડા વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?” તેઓએ કહ્યું, “કશાની નહીં.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 પછી તેમણે તેઓને પૂછ્યું કે, ‘જયારે થેલી, ઝોળી તથા પગરખાં વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?’ તેઓએ કહ્યું કે, ‘કશાની નહિ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 પછી ઈસુએ પ્રેરિતોને કહ્યું કે: “મેં તમને લોકોને ઉપદેશ આપવા મોકલ્યા. મેં પૈસા વગર, થેલી કે જોડા વગર મોકલ્યા, તમારે કશાની જરુંર પડી?” પ્રેરિતોએ કહ્યું, “ના.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 22:35
16 Iomraidhean Croise  

તેણે યોસેફને આશિષ આપતા કહ્યું, “જે ઈશ્વરની સમક્ષતામાં મારા પિતૃઓ અબ્રાહામ અને ઇસ્હાક ચાલતા હતા, જે ઈશ્વરે મને આજ સુધી જીવનભર સંભાળ્યો છે, જે દૂતે મને બધા અનિષ્ટોમાંથી ઉગાર્યો છે,


રાજાએ પૂછયું, “તું તારા દેશમાં કેમ પાછો જવા માગે છે? મારે ત્યાં તને કશાની ખોટ પડી છે?” હદાદે રાજાને જવાબ આપ્યો, “ના જી, પણ કૃપા કરીને મને જવા દો.” એમ તે પોતાના દેશમાં પાછો ગયો. હદાદ અદોમનો રાજા બન્યો અને ઇઝરાયલ પ્રત્યે દુશ્મનાવટ રાખતો હતો.


યાહવે મારા પાલક છે; તેથી મને કશી અછત પડશે નહિ.


પ્રભુ પર ભરોસો રાખ, અને ભલું કર; વચનના પ્રદેશમાં વાસ કર અને તેની વિપુલતા ભોગવ.


પૈસાની કોથળી, ઝોળી અથવા બુટ લેતા નહિ; રસ્તે જતાં કોઈને શુભેચ્છા પાઠવવા પણ થોભતા નહિ.


ઈસુએ જવાબ આપ્યો, “પિતર, હું તને કહું છું કે તું મને ઓળખતો નથી, એવું કૂકડો બોલે તે પહેલાં તું ત્રણવાર કહીશ.”


ઈસુએ કહ્યું, “પણ હવે તો જેની પાસે પૈસાનું પાકીટ કે થેલી હોય, તે પોતાની સાથે લઈ લે; અને જેની પાસે તલવાર ન હોય, તે પોતાનો ઝભ્ભો વેચીને પણ એક ખરીદે.


તેમણે તેમને કહ્યું, “મુસાફરીમાં તમારી સાથે લાકડી, થેલી, ખોરાક, પૈસા કે વધારાનું ખમીશ એવું કંઈ લેતા નહિ.


શાસ્ત્રમાં લખેલું છે: “જેણે વધુ એકઠું કર્યું તેની પાસે વયું નહિ, અને જેણે ઓછું એકઠું કર્યું તેની પાસે ખૂટી ગયું નહિ.”


તમે કે તમારા પૂર્વજો જે વિષે જાણતા નહોતા તે માન્‍નાથી તમને રણપ્રદેશમાં પોષ્યા છે; અને છેવટે તમારું હિત થાય તે માટે તમારી પરખ કરવા હાડમારીઓથી તમને શિસ્તમાં રાખ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan