Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 21:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ઈસુએ કહ્યું, “સાવધ રહો, છેતરાતા નહિ. કારણ, ‘હું તે જ છું,’ અને ‘સમય આવી ગયો છે’; એવું કહેનારા ઘણા મારે નામે આવશે. પણ તમે તેમને અનુસરતા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેમણે તેઓને કહ્યું, “કોઈ તમને ના ભુલાવે માટે સાવધાન રહો; કેમ કે મારે નામે ઘણા આવીને કહેશે કે, ‘તે હું છું.’ અને સમય પાસે આવ્યો છે. તમે તેઓની પાછળ જશો નહિ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ઈસુએ કહ્યું કે, ‘કોઈ તમને ભુલાવે નહિ માટે સાવધાન રહો; કેમ કે મારે નામે ઘણાં આવીને કહેશે કે, તે હું છું; અને સમય પાસે આવ્યો છે; તો તમે તેઓને અનુસરશો નહિ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 ઈસુએ કહ્યું, “સાવધાન રહો! કોઈ તમને મુર્ખ ન બનાવે. ઘણા લોકો મારા નામે આવશે, તેઓ કહેશે, ‘હું ખ્રિસ્ત છું’ અને ‘ખરો સમય આવ્યો છે!’ પણ તમે તેઓને અનુસરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 21:8
26 Iomraidhean Croise  

હું ઇઝરાયલનો ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ તમને ચેતવું છું. તમારી સાથે વસતા તમારા કહેવાતા સંદેશવાહકો કે ભવિષ્યવેત્તાઓથી છેતરાશો નહિ. તમે તમારાં સ્વપ્નોનો અર્થ જાણવાની કોશિષ પણ કરશો નહિ.


વળી, ઘણા જુઠ્ઠા સંદેશવાહકો જાહેરમાં આવશે અને ઘણાને ભરમાવશે.


તે કહેતો, તમારાં પાપથી પાછા ફરો.


આ સમયથી ઈસુએ પોતાનું પ્રચારકાર્ય શરૂ કર્યું: તમારાં પાપથી પાછા ફરો; કારણ, ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે.


‘જુઓ, તે ત્યાં રહ્યો!’ અથવા ‘જુઓ, તે આ રહ્યો!’ એવું કહેનારા તમને મળશે. પણ એમની પાછળ પાછળ શોધવા જતા નહિ.


તેમણે પૂછયું, “ગુરુજી, એ બધું ક્યારે બનશે? અને એ બનવાનો સમય આવી પહોંચ્યો છે તે કયા ચિહ્ન પરથી જણાશે?”


યુદ્ધો અને હુલ્લડો વિષે તમે સાંભળો ત્યારે ગભરાશો નહિ; આ બધી બાબતો પ્રથમ થવાની જરૂર છે, પણ એટલેથી જ અંત આવી જશે નહિ.”


હું મારા પિતાને નામે આવ્યો છું, છતાં તમે મારો સ્વીકાર કરતા નથી; પરંતુ જો કોઈ પોતાને નામે આવે તો તમે તેનો સ્વીકાર કરશો.


એટલે જ મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો. હું તે જ છું એવો વિશ્વાસ તમે નહિ મૂકો, તો તમે તમારા પાપમાં જ મરશો.”


તેથી ઈસુએ તેમને કહ્યું, “જ્યારે તમે માનવપુત્રને ઊંચે ચઢાવશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું. અને હું મારી પોતાની જાતે કશું જ કરતો નથી, પણ મારા પિતા જે શીખવે તે જ હું બોલું છું.


શું તમે નથી જાણતા કે દુષ્ટોને ઈશ્વરના રાજમાં ભાગ નથી? પોતાને છેતરશો નહિ. વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, વિલાસીઓ, સજાતીય સમાગમ કરનારા,


કોઈ તમને મૂર્ખ શબ્દોથી છેતરી જાય નહિ. એવાં કાર્યો કરી ઈશ્વરને આધીન નહિ થનારા લોકો પર ઈશ્વરનો કોપ આવશે.


કોઈ તમને છેતરી ન જાય માટે સાવધ રહો. કારણ, પ્રભુનું આગમન થાય તે પહેલાં પ્રથમ ઈશ્વર વિરુદ્ધ બળવો થશે અને વિનાશને માટે નિર્માણ થયેલ વ્યક્તિ એટલે દુષ્ટ પુરુષ પ્રગટ થશે.


પણ દુષ્ટ અને દંભી માણસ તો વધુ ને વધુ ખરાબ બનતા જશે અને બીજાને છેતરવા જતાં તેઓ જાતે જ છેતરાઈ જશે.


મારા પ્રિયજનો, પોતાની પાસે પવિત્ર આત્મા હોવાનો દાવો કરનાર બધા માણસો પર વિશ્વાસ ન કરો, પણ તેમની પાસે આવેલો આત્મા ઈશ્વર પાસેથી છે કે નહિ તેની પરીક્ષા કરો. કારણ, દુનિયામાં ઘણા જૂઠા સંદેશવાહકો ઊભા થયા છે.


દુનિયામાં છેતરનારા ઘણા લોકો નીકળી પડયા છે. ઈસુ ખ્રિસ્ત માનવદેહમાં આવ્યા હતા તે વાતનો તેઓ ઇનકાર કરે છે. એવો માણસ છેતરનારો અને ખ્રિસ્તનો શત્રુ છે.


આ પુસ્તક વાંચનારને તથા તેમાંનાં ભવિષ્યકથનો સાંભળનારને અને તેમાં જે લખેલું છે તેનું પાલન કરનારને ધન્ય છે. કારણ, એ બધું બનવાનો સમય પાસે આવી પહોંચ્યો છે.


તેથી તે પ્રચંડ અજગરને નીચે પછાડવામાં આવ્યો! તે તો પ્રાચીન સર્પ, જે દુષ્ટ શેતાન તરીકે ઓળખાય છે તે જ છે. તે જ આખી દુનિયાને ગેરમાર્ગે દોરી જતો હતો. તેને તેના દૂતોની સાથે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan