Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 21:34 - પવિત્ર બાઇબલ C.L.

34 “સાવધ રહો! ખાવાપીવામાં અને આ જીવનની ચિંતાઓમાં તલ્લીન થઈ જતા નહિ, રખેને એ દિવસ તમારા પર અચાનક આવી પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 પણ તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ છટકાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 “સાવધાન રહો! તમારો સમય ખાવા પીવામાં બગાડો નહિ અથવા દુન્યવી વસ્તુઓની ચિંતા ના કરો. જો તમે એમ કરશો તો તમે સાચો વિચાર કરી શકશો નહિ. અને પછી જો એકાએક અંત આવી પહોંચશે ત્યારે તમે તૈયાર નહિ હોય.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 21:34
37 Iomraidhean Croise  

તેથી ચાલ, આપણે આપણા પિતાને દ્રાક્ષાસવ પીવડાવીએ અને તેમની સાથે સમાગમ કરીએ, જેથી આપણા દ્વારા આપણા પિતાનો વંશ ચાલુ રહે.”


એટલે તેમણે તે રાત્રે પણ પોતાના પિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો અને નાની દીકરી અંદર જઈને તેના પિતા સાથે સૂઈ ગઈ, પણ તે ક્યારે સૂઈ ગઈ અને ક્યારે ઊઠી તેની લોતને ખબર પડી નહિ.


તેથી તેણે જઈને તેની માતાને લવારાં લાવી આપ્યાં. તેની માએ તેના પિતાને ભાવતી સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરી.


તેમના પર ઓચિંતો વિનાશ આવી પડો, અને તેમણે સંતાડેલી જાળમાં તેઓ જાતે જ સપડાઈ જાઓ; તેમાં પડીને તેમની પાયમાલી થાઓ!


દીવો લઈને દુષ્ટોને જુઓ; તેમનાં પાપ દેેખાશે: ઘમંડી દૃષ્ટિ અને અહંકારી દિલ!


દારૂડિયાની સોબત ન કર; વળી, માંસના ખાઉધરનો સંગ ન કર.


પોતાનો સમય ક્યારે આવશે તે કોઈ માણસ જાણતો નથી. જાળમાં સપડાઈ જતી માછલીની જેમ, ફાંદામાં ફસાઈ જતા પક્ષીની જેમ મનુષ્યો માઠા સમયની જાળમાં અચાનક ફસાઈ જાય છે.


દ્રાક્ષાસવ પીને લથડિયાં ખાનારા અને શરાબ પીને ગોથાં ખાનારા આ લોકો પણ છે. સંદેશવાહકો અને યજ્ઞકારો દારૂમાં ચકચૂર થઈને લથડિયાં ખાય છે અને શરાબ પીને ગોથાં ખાય છે. સંદેશવાહકો સંદર્શન સમજી ના શકે તેટલા ચકચૂર છે અને યજ્ઞકારો ન્યાય કરી ન શકે તેટલા પીધેલા છે.


પ્રભુ કહે છે, “વેશ્યાગમન અને જૂના તથા નવા દ્રાક્ષાસવથી મારા લોક તેમની અક્કલ ગુમાવે છે.


કાંટાઝાંખરાં મધ્યે પડેલાં બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળે છે, પણ આ દુનિયાની ચિંતાઓ અને ધન પ્રત્યેનો લોભ સંદેશાને દાબી દે છે અને તેમને ફળ આવતાં નથી.


“તમે પોતે સાવધ રહેજો. તમારી ધરપકડ કરીને તમને કોર્ટમાં લઈ જવામાં આવશે. ભજનસ્થાનોમાં તમને કોરડા ફટકારશે. મારે લીધે રાજ્યપાલો અને રાજાઓને શુભસંદેશ સંભળાવવા તમે તેમની સમક્ષ ઊભા રહેશો.


પણ દુન્યવી ચિંતાઓ, ધનની માયા અને બીજી અનેકવિધ લાલસાઓ તેમનામાં પ્રવેશીને સંદેશાને કચડી નાખે છે, અને તે નિષ્ફળ જાય છે.


પ્રભુએ તેને જવાબ આપ્યો, “માર્થા, માર્થા, તું ઘણી બાબતોની ચિંતા કરે છે અને બાવરી બની જાય છે.


એટલે તમે પણ તૈયાર રહો, કારણ માનવપુત્ર તમે ધારતા નહિ હો એવા સમયે આવશે.”


તેથી સાવધ રહો! “જો તારો ભાઈ પાપ કરે તો તેને ઠપકો આપ, અને જો તે પસ્તાવો કરે તો તેને ક્ષમા કર.


કારણ, એ દિવસ આખી પૃથ્વીના રહેવાસીઓ પર ફાંદાની માફક આવી પડશે.


ઈસુએ કહ્યું, “સાવધ રહો, છેતરાતા નહિ. કારણ, ‘હું તે જ છું,’ અને ‘સમય આવી ગયો છે’; એવું કહેનારા ઘણા મારે નામે આવશે. પણ તમે તેમને અનુસરતા નહિ.


કાંટાઝાંખરામાં પડેલાં બી એવા લોકોનું સૂચન કરે છે કે જેઓ સાંભળે તો છે, પણ આ દુનિયાની ચિંતાઓ, સમૃદ્ધિ અને મોજશોખ તેમને ધીરેધીરે રૂંધી નાખે છે અને તેમનાં ફળ કદી પાક્ં થતાં નથી.


પણ મારો લખવાનો અર્થ આ હતો: પોતાને વિશ્વાસી ભાઈ કહેવડાવવા છતાં જે વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદાખોર, દારૂડિયો કે દુષ્ટ છે, તેની સાથે તમારે સંબંધ રાખવો નહિ. આવી વ્યક્તિની સાથે બેસીને ભોજન પણ લેશો નહિ.


ચોર, લોભી, દારૂડિયા, નિંદાખોર કે દુષ્ટો કે એવા બીજા કોઈ ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકશે નહિ,


મૂર્તિપૂજા, ભૂતવિદ્યા, વૈરભાવ, ઝઘડા, ઈર્ષા, ક્રોધ, સ્વાર્થ, જૂથબંધી, પક્ષાપક્ષી,


એથી મળતા શાપ વિષે સાંભળ્યા છતાં કોઈ મનમાં અહંકાર રાખીને ફાવે તેમ વર્તે અને ભલેને સૂકા સાથે લીલુંય બળી જાય એવું વલણ રાખે;


કોઈ બાબતની ચિંતા ન કરો. પણ તમારી સર્વ પ્રાર્થનાઓમાં, ઈશ્વરને તમારી જરૂરિયાતો માટે આભારી અંત:કરણ સાથે વિનંતી કરો.


કદાચ કોઈ ઈશ્વરની કૃપાથી વિમુખ થાય માટે સાવધ રહો. કડવો છોડ ઊગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પહોંચાડે છે. તમારામાંનો કોઈ તેના જેવો ન થાય માટે સાવધ રહો.


પ્રભુના આગમનનો દિવસ તો ચોરની જેમ આવશે. તે દિવસે આકાશ મોટા કડાકા સાથે અદૃશ્ય થઈ જશે અને આકાશી મંડળો અગ્નિમાં બળી જશે અને પૃથ્વીનું સર્વસ્વ બળીને ખાખ થઈ જશે.


તેથી પ્રિયજનો, એ દિવસની રાહ જોતાં ઈશ્વરની દૃષ્ટિમાં શુદ્ધ અને કલંકરહિત થવાને તમારાથી બનતું બધું કરો અને તેમની સાથે શાંતિમાં રહો.


તેથી તને આપવામાં આવેલું શિક્ષણ અને તેં તે કેવી રીતે સાંભળ્યું તે યાદ કર, તેને આધીન થા અને તારાં પાપથી પાછો ફર. જો તું જાગૃત નહિ થાય તો હું તારી પાસે ચોરની જેમ અચાનક આવી પડીશ, અને કયા સમયે હું આવીશ તેની પણ તને ખબર પડશે નહિ.


અબિગાઇલ નાબાલ પાસે પાછી ગઈ તો તે ઘેર રાજદ્વારી મિજબાની માણતો હતો. તે પીધેલો અને મસ્ત હતો. એટલે બીજા દિવસની સવાર સુધી તેણે તેને કંઈ કહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan