Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 21:12 - પવિત્ર બાઇબલ C.L.

12 પણ આ બધું બને તે અગાઉ તમારી ધરપકડ થશે અને સતાવણી કરાશે. તમને ભજનસ્થાનોમાં સોંપી દેવામાં આવશે અને તમને જેલમાં પૂરવામાં આવશે. મારે લીધે તમને રાજાઓ અને શાસકો સમક્ષ લઈ જવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, અને તમને સતાવીને સભાસ્થાનો તથા બંદીખાના [ના અધિકારીઓ] ને હવાલે કરશે, અને રાજાઓ તથા હાકેમોની આગળ લઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “પરંતુ આ બધી વસ્તુઓ બનતા પહેલાં, લોકો તમને પકડશે અને તમારું અહિત કરશે. લોકો તેમની સભાસ્થાનોમાં તમારો ન્યાય કરશે. અને તમને કેદ કરશે, તમને જબરજસ્તી રાજાઓ અને શાસનકર્તાઓ સમક્ષ ઊભા રાખવામાં આવશે. તમે મને અનુસરો છો તેથી લોકો તમારી સામે આ બધું કરશે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 21:12
31 Iomraidhean Croise  

એક પોતાના ખેતરે ગયો, બીજો પોતાની દુકાને ગયો, જ્યારે બીજા કેટલાકે નોકરોને પકડયા અને માર મારીને મારી નાખ્યા.


આ બધું તો સૂતિ પહેલાં થતા કષ્ટ જેવું છે.


મોટા મોટા ધરતીકંપો થશે, ઠેકઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે; આકાશમાં ભયંકર દૃશ્યો અને મોટી નિશાનીઓ દેખાશે.


મેં જે કહ્યું તે યાદ રાખો: ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી.’ જો એ લોકોએ મને દુ:ખ દીધું, તો તેઓ તમને પણ દુ:ખ દેશે. જો તેઓ મારો ઉપદેશ પાળશે તો તેઓ તમારો ઉપદેશ પણ પાળશે.


તમે મારા છો એને લીધે તેઓ તમારી સાથે એ પ્રમાણે વર્તશે; કારણ, મને મોકલનારને તેઓ ઓળખતા નથી.


યહૂદીઓ પાઉલ પર કયો આરોપ મૂક્તા હતા તે અફસર ચોક્કસ રીતે શોધી કાઢવા માગતો હતો; તેથી તેણે બીજે દિવસે પાઉલને સાંકળોથી મુક્ત કર્યો અને મુખ્ય યજ્ઞકારો તથા આખી ન્યાયસભાને બોલાવ્યાં. પછી તેણે પાઉલને તેમની સમક્ષ રજૂ કર્યો.


તેમણે પ્રેષિતોને અંદર બોલાવ્યા, તેમને ચાબખા મરાવ્યા, અને ઉપદેશ કરતાં ઈસુનું નામ લેવું નહિ એવી આજ્ઞા કરીને છોડી મૂક્યા.


પણ શાઉલે મંડળીનો નાશ કરવા પ્રયાસ કર્યો. ઘેરઘેર ફરીને તેણે વિશ્વાસી સ્ત્રીપુરુષોને ઢસડી લાવીને જેલમાં નાખ્યાં.


તે જમીન પર પડી ગયો અને તેણે અવાજ સાંભળ્યો, “શાઉલ, શાઉલ! તું મારી સતાવણી કેમ કરે છે?”


પ્રભુને લીધે દરેક માનવી સત્તાને આધીન રહો. એટલે સર્વસત્તાધીશ રાજાને,


જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan