Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 20:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેથી તેમણે જવાબ આપ્યો, “તેને એ અધિકાર કોના તરફથી મળ્યો તેની અમને ખબર નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેઓએ ઉત્તર આપ્યો કે, “તે ક્યાંથી હતું તે અમે જાણતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓએ ઉત્તર આપ્યો કે, ‘તે ક્યાંથી હતું એ અમે નથી જાણતા.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેથી તેઓએ ઉત્તર આપ્યો કે, “અમે ઉત્તર જાણતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 20:7
18 Iomraidhean Croise  

તમારા દુશ્મનોને સજા કરવાને તમે તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ તે જાણતા નથી. તમારા લોક પ્રત્યેનો તમારો અદમ્ય પ્રેમ જોઈને તેઓ શરમાઈ જાઓ અને તમારા શત્રુઓ માટે અનામત રાખેલો અગ્નિ તેમને ભરખી જાઓ.


તેથી હું આ લોકો મધ્યે અવનવાં અદ્‍ભુત કાર્યો કરીને તેમને આશ્ર્વર્યમાં પાડી દઈશ. તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નાશ પામશે અને તેમના બુદ્ધિમાનોની હોશિયારી ચાલી જશે.”


મેં જ્યારે દેવો તરફ જોયું તો કોઈ સલાહ દેનાર દેખાયો નહિ, અને મેં પૂછેલા પ્રશ્ર્નોનો કોઈએ જવાબ આપ્યો નહિ.


આવા લોકો કંઈ જાણતા કે સમજતા નથી. તેમની આંખો પર લેપ લગાવ્યો હોઈ તેઓ જોઈ શક્તા નથી. તેમનાં મન એવાં જડ થઈ ગયાં છે કે તેઓ સમજતા નથી.


પછી પ્રભુએ મને કહ્યું, “ફરી એકવાર ઘેટાંપાળકનો વેશ ભજવી બતાવ. આ વખતનો વેશ તો એથીય ખરાબ છે.


એ નક્મા ઘેટાંપાળકનું હવે આવી બન્યું છે. તેણે પોતાના ટોળાનો ત્યાગ કર્યો છે. તેનો હાથ સુકાઈ જશે, અને તેની જમણી આંખ ફૂટી જશે.”


પણ જો આપણે કહીએ, ‘માણસો તરફથી,’ તો આ આખું ટોળું આપણને પથ્થરે મારશે.” કારણ, યોહાન ઈશ્વરનો સંદેશવાહક હતો એવી લોકોને ખાતરી થઈ ચૂકી હતી.


અને ઈસુએ તેમને કહ્યું, “ત્યારે હું પણ કયા અધિકારથી એ કાર્યો કરું છું તે તમને કહેવાનો નથી.”


ઈસુએ કહ્યું, “હું દુનિયાનો ન્યાય કરવા આવ્યો છું, જેથી આંધળાઓ જોઈ શકે, અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય.”


સૌ પ્રથમ તો તમારે જાણવું જોઈએ કે અંતના દિવસોમાં પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા કેટલાક લોકો ઊભા થશે. તેઓ તમારી મજાક ઉડાવશે અને કહેશે,


Lean sinn:

Sanasan


Sanasan