Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 20:47 - પવિત્ર બાઇબલ C.L.

47 તેઓ વિધવાઓનાં ઘર લૂંટે છે, અને પછી ઢોંગ કરીને લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે! તેમને વધારેમાં વધારે સજા થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 તેઓ વિધવાઓનાં ઘર ખાઈ જાય છે, અને ઢોંગથી લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 જેઓ વિધવાઓની મિલકત પડાવી લે છે અને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

47 પણ તેઓ વિધવાઓના ઘર પડાવી લે છે. તેઓ લાંબી પ્રાર્થનાઓ કરીને તેઓની જાતે સારા દેખાવાનો પ્રયત્ન કરે છે. દેવ આ લોકોને વિશેષ શિક્ષા કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 20:47
23 Iomraidhean Croise  

એ રીતે તમે ગરીબોનો હક્ક છીનવી લો છો અને પીડિતોને ન્યાયથી વંચિત રાખો છો. તમે વિધવાઓને તમારો શિકાર બનાવો છો અને અનાથોને લૂંટો છો.


નગરમાં કોઇ પોતાનાં માતાપિતાનું સન્માન જાળવતું નથી. તેઓ પરદેશીઓનું બળજબરીથી પડાવી લે છે અને વિધવાઓ તથા અનાથો પર અત્યાચાર ગુજારે છે.


તેથી મારા લોકો તારી પાસે આવીને તારું સાંભળવા તારી પાસે ટોળે મળીને બેસે છે, તેઓ તારી વાત સાંભળે છે, પણ તેનો અમલ કરતા નથી. તેઓ તેમના મુખની વાતોથી તો બહુ પ્રેમ દર્શાવે છે, પરંતુ તેમનું હૃદય સ્વાર્થ પાછળ ભટકે છે.


તેઓ નિર્બળ અને નિરાધારોનાં માથાં ધરતીની ધૂળમાં રગદોળે છે અને દીનોને તેમના માર્ગમાંથી હડસેલી મૂકે છે. પિતા અને પુત્ર મંદિરની એક જ દેવદાસી સાથે જાતીય સંબંધ કરીને મારા પવિત્ર નામને કલંક લગાડે છે.


તેમને ખેતર જોઈતું હોય તો તે પચાવી પાડે છે; તેમને ઘર જોઈતું હોય તો તે છીનવી લે છે. કોઈનાય કુટુંબની કે મિલક્તની સલામતી નથી.


પ્રભુ જવાબ આપે છે: “તમે મારા લોક પર દુશ્મનની જેમ હુમલો કરો છો. ઘેર સલામતી છે એમ માની પુરુષો યુદ્ધમાંથી પાછા આવે છે, પણ ત્યાં તો તમે તેમની પીઠ પરથી ઝભ્ભો ઉતારી લેવા હાજર હો છો.


પણ તમે તો ભલાને ધિક્કારો છો અને ભૂંડાને ચાહો છો! તમે મારા લોકની ચામડી ઉતરડો છો અને તેમનાં હાડકાં પરથી માંસ ઉખાડી નાખો છો.


ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે લોકોને માટે આકાશના રાજનું પ્રવેશદ્વાર બંધ કરો છો. તમે પોતે તેમાં પ્રવેશ કરતા નથી અને જેઓ પ્રવેશ કરવા ઇચ્છે છે તેમને જવા દેતા નથી.


ચઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે વિધવાઓનાં ઘર લૂંટી લો છો અને પછી લાંબી લાંબી પ્રાર્થનાઓ દ્વારા દેખાવ કરો છો. આ બધાને લીધે તમને સખત સજા થશે.]


તેઓ વિધવાઓની માલમિલક્ત લૂંટી લે છે, અને પાછા ઢોંગપૂર્વક લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે. તેમને વધારેમાં વધારે સજા થશે.”


તે સમયે એકત્ર થયેલા હજારો લોકો એકબીજા પર પડાપડી કરી પગ કચરતા હતા, ત્યારે ઈસુએ ખાસ કરીને પોતાના શિષ્યોને કહ્યું, “ફરોશીઓના ખમીરથી, એટલે કે તેમના દંભથી સાવધ રહો.


“નિયમશાસ્ત્રના શિક્ષકોથી સાવધ રહો; તેમને લાંબા ઝભ્ભા પહેરી ફરવાનું ગમે છે અને જાહેરસ્થાનોનાં વંદન ઝીલવાનું ગમે છે; તેઓ ભજનસ્થાનોમાં શ્રેષ્ઠ બેઠકો અને ભોજન સમારંભોમાં અગત્યનાં સ્થાનો પસંદ કરે છે;


ઈસુએ સામે જોયું તો મંદિરની દાનપેટીમાં શ્રીમંત માણસો પોતાનાં દાન નાખતા હતા.


તમને ખબર છે કે અમે તમારી પાસે આર્થિક લાભ માટે ખુશામતભરી કે કપટયુક્ત વાતો લઈને આવ્યા નહોતા. તે વિષે ઈશ્વર પણ અમારા સાક્ષી છે.


તેઓ ઈશ્વરને ઓળખતા હોવાનો દાવો કરે છે, પણ તેમનું વર્તન તેનો નકાર કરે છે. તેઓ તિરસ્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા તથા કોઈ પણ સારું કાર્ય કરવાને માટે નક્મા છે.


મારા ભાઈઓ, તમારામાંથી ઘણાએ ઉપદેશક બનવું નહિ. કારણ, આપણ ઉપદેશકોનો ન્યાય બીજા કરતાં વધુ કડકાઈથી થશે તેની તો તમને ખબર છે.


Lean sinn:

Sanasan


Sanasan