Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 20:36 - પવિત્ર બાઇબલ C.L.

36 તેઓ તો દૂતો જેવાં છે અને ફરીથી મરનાર નથી. મરણમાંથી સજીવન થતાં હોવાથી તેઓ ઈશ્વરનાં સંતાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 કેમ કે તેઓને ફરીથી મરવાનું નથી. કારણ કે તેઓ દેવદૂતોના સરખાં છે. અને પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 કેમ કે તેઓ ફરીથી મરણ પામી શકતા નથી; કારણ કે તેઓ સ્વર્ગદૂતો સમાન છે; પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 તે જીવન દરમ્યાન લોકો દેવદૂત જેવાં હોય છે અને તેઓનું કદી મૃત્યુ થતું નથી. તેઓ દેવના બાળકો છે કારણ કે તેઓ મૃત્યુમાંથી સજીવન થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 20:36
20 Iomraidhean Croise  

સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર મૃત્યુનો કાયમને માટે સદંતર નાશ કરશે. તે એકેએક આંખમાંથી આંસુ લૂછી નાખશે અને આખી દુનિયામાંથી પોતાના લોકનું મહેણું દૂર કરશે. આ તો પ્રભુનાં પોતાનાં વચન છે!


શું હું એ લોકોને મૃત્યુલોક શેઓલથી બચાવું? હું એમને મૃત્યુમાંથી છોડાવું? અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? ઓ મૃત્યુલોક શેઓલ, તારો વિનાશ ક્યાં છે? હું આ લોકો પર હવે દયા દર્શાવીશ નહિ.


કારણ, જ્યારે મરેલાં સજીવન થશે ત્યારે તેઓ આકાશમાંના દૂતો જેવાં હશે અને પરણવા-પરણાવવાનું નહિ હોય.


જ્યારે મરેલાં સજીવન થશે, ત્યારે તેઓ આકાશમાંના દૂતો જેવાં હશે; તેમને માટે પરણવા-પરણાવવાનું નહિ હોય.


આપણા આત્માની સાથે ઈશ્વરનો આત્મા જાહેર કરે છે કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ.


જે છેલ્લો શત્રુ નાશ પામશે તે તો મરણ છે.


મૂએલાંનું સજીવન થવું એ પણ એવું જ છે: દફનાવવામાં આવતું શરીર વિનાશી હોય છે; પણ તે સજીવન થશે, ત્યારે તે અવિનાશી બનશે.


જેમ આપણે પૃથ્વીની માટીમાંથી બનાવેલા માનવના જેવા છીએ, તેમ જ આપણે આકાશમાંથી આવેલા માનવ જેવા પણ થઈશું.


જે સામર્થ્ય દ્વારા તે સર્વ બાબતોને પોતાના આધિપત્ય નીચે લાવી શકે છે તે જ સામર્થ્ય દ્વારા તે આપણા નાશવંત શરીરોને બદલી નાખશે અને તેમના મહિમાવંત શરીરના જેવાં બનાવશે.


સજીવન થવાના આ પ્રથમ તબક્કામાં જેમનો સમાવેશ થયો છે તેમને ધન્ય છે અને તેઓ પવિત્ર છે. તેમની પર બીજીવારના મરણને અધિકાર નથી. તેઓ ઈશ્વરના અને ખ્રિસ્તના યજ્ઞકારો બનશે અને તેમની સાથે હજાર વર્ષ રાજ્ય કરશે.


તેમની આંખનું એકેએક આંસુ તે લૂછી નાખશે. મૃત્યુ, વેદના, રુદન અને દુ:ખ ફરીથી આવશે નહિ. એ જૂની બાબતો જતી રહી છે.


પણ તેણે મને કહ્યું, “એમ ન કર! હું તારો, તારા સંદેશવાહક ભાઈઓનો, અને આ પુસ્તકનાં ભવિષ્યકથનો પાળનાર સૌનો સાથીસેવક છું. તું માત્ર ઈશ્વરનું ભજન કર!”


Lean sinn:

Sanasan


Sanasan