Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 2:41 - પવિત્ર બાઇબલ C.L.

41 ઈસુનાં માતાપિતા પાસ્ખાપર્વ માટે દર વર્ષે યરુશાલેમ જતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 તેનાં માબાપ વરસોવરસ પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 તેનાં માતાપિતા વરસોવરસ પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતા હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 પ્રતિવર્ષ પાસ્ખાપર્વ વખતે ઈસુના માતાપિતા યરૂશાલેમ જતાં હતા.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 2:41
18 Iomraidhean Croise  

તમારે કમરે પટ્ટો બાંધીને, પગરખાં પહેરીને અને હાથમાં લાકડી રાખીને મુસાફરી માટે તૈયાર રહી તે ખાવું. તમારે તે જલદી જલદી ખાઈ લેવું. એ તો મને પ્રભુને માન આપવાનું પાસ્ખાપર્વ છે.


મેં પ્રભુએ તમારે માટે કરેલાં કાર્યની યાદગીરીમાં તમારે મારા માનાર્થે આ દિવસ ઊજવવો. તમારે એને કાયમી વિધિ તરીકે પેઢી દરપેઢી ઊજવવો.”


“વર્ષમાં ત્રણવાર તમારા સર્વ પુરુષોએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુની એટલે મારી ભક્તિ કરવા માટે આવવું.


“પ્રભુના માનમાં ઊજવવાનું પાસ્ખાપર્વ પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી શરૂ થાય છે.


“પ્રથમ મહિનાનો ચૌદમો દિવસ પ્રભુના પાસ્ખાપર્વનો દિવસ છે.


ઈસુ બાર વર્ષના થયા ત્યારે હંમેશની માફક તેઓ પર્વમાં ગયાં.


યહૂદીઓનું પાસ્ખા પર્વ નજીક આવ્યું એટલે શુદ્ધિકરણની ક્રિયાને માટે દેશમાંથી ઘણા લોકો પર્વ શરૂ થાય તે પહેલાં યરુશાલેમ પહોંચી ગયા.


પાસ્ખાપર્વની આગળનો દિવસ હતો. આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણીને આ દુનિયામાં જેમના પર ઈસુ પ્રેમ રાખતા હતા તેઓ પર તેમણે અંત સુધી પ્રેમ રાખ્યો.


યહૂદીઓના પાસ્ખા પર્વનો સમય પાસે આવ્યો હતો, તેથી ઈસુ યરુશાલેમ ગયા.


યહૂદીઓનું પાસ્ખાપર્વ નજીક હતું.


ત્યારે તમારે તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે એક સ્થાન પસંદ કરે ત્યાં તમારે હું ફરમાવું છું તે સર્વ અર્પણો લાવવાં; એટલે કે, તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારાં દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ અને પ્રભુ પ્રત્યે માનેલી સર્વ વિશિષ્ટ માનતાઓનાં અર્પણ તમારે લાવવાં.


તમારે, તમારાં પુત્રપુત્રીઓએ, તમારા નોકરચાકરો તથા તમારા નગરમાં વસતા લેવીએ આ અર્પણો તમારા ઈશ્વર પ્રભુ જે એક સ્થાન પસંદ કરે ત્યાં તેમના સાંનિધ્યમાં ખાવાં અને તમારાં કાર્યોમાં મળેલી સફળતા માટે પ્રભુ સમક્ષ આનંદોત્સવ કરવો.


“એક વર્ષમાં ત્રણ વાર, એટલે પાસ્ખાપર્વ, કાપણીનું પર્વ અને માંડવાપર્વ માટે તમારા દેશના બધા પુરુષોએ તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ એક સ્થાને ભક્તિ માટે એકત્ર થવું. પ્રત્યેક માણસે પોતપોતાની ભેટ લાવવી.


નિયત કરેલા વાર્ષિક બલિ તેમ જ પોતે માનેલાં ખાસ બલિ અર્પણ કરવા માટે એલ્કાના અને તેનું કુટુંબ શીલો ગયાં.


એલ્કાના દર વર્ષે પોતાના નગરથી ‘યાહવે-સબાયોથ’ એટલે સેનાધિપતિ પ્રભુની ભક્તિ કરવા અને બલિ ચઢાવવા શીલો જતો. ત્યાં એલીના બે પુત્રો હોફની અને ફિનહાસ પ્રભુના યજ્ઞકારો હતા.


Lean sinn:

Sanasan


Sanasan