Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 2:36 - પવિત્ર બાઇબલ C.L.

36 આશેરના કુળના ફાનુએલની દીકરી આન્‍ના ઈશ્વરની સંદેશવાહિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. સાત વર્ષનું પરિણીત જીવન ગાળ્યા પછી તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 આશેરનાં કુળની, ફનુએલની દીકરી, હાન્‍ના નામે, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. તે પોતાના કુંવારાપણા પછી પોતાના પતિની સાથે સાત વરસ સુધી રહી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. અને તે પોતાનાં લગ્ન પછી પોતાના પતિની સાથે સાત વર્ષ સુધી રહી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 મંદિરમાં હાન્ના નામની એક પ્રબોધિકા રહેતી હતી. જે આશેરના કુળની ફનુએલની પુત્રી હતી. હાન્ના ઘણી વૃદ્ધ હતી. લગ્નજીવનના સાત વર્ષ પછી તેના પતિનું અવસાન થતાં તે એકલી રહેતી હતી.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 2:36
18 Iomraidhean Croise  

ત્યારે લેઆહ બોલી, “મને ધન્ય છે, હવે સ્ત્રીઓ મને ધન્યવાદ આપશે.” આથી તેણે તેનું નામ આશેર (ધન્ય) પાડયું.


હિલકિયા, અહીકામ, આખ્બોર, શાફાન અને અસાયા યરુશાલેમમાં નવા વસવાટમાં રહેતી હુલ્દા નામની સંદેશવાહિકા પાસે પૂછપરછ કરવા ગયા. (હાર્હાસના પુત્ર તિકવાનો પુત્ર શાલ્લૂમ તેનો પતિ હતો; તે મંદિરમાં ઝભ્ભાઓને લગતું કામ સંભાળતો હતો.) તેમણે તેને સઘળી વાત જણાવી.


પાકેલ ધાન્યનો પૂળો મોસમે ખળામાં લવાય છે તેમ પાકટ વયે તું મૃત્યુ પામશે.


તેઓ વૃદ્ધાવસ્થામાં પણ ફળવંત રહેશે; તેઓ સદા રસસભર અને તાજા રહેશે.


એને લીધે, આરોનની બહેન સંદેશવાહિકા મિર્યામે ખંજરી લીધી; અને બધી સ્ત્રીઓ ખંજરી વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી.


“હે મનુષ્યપુત્ર, તારા લોકમાં કપોળકલ્પિત આગાહી કરનાર સંદેશવાહિકાઓને ઉદ્દેશીને તેમની વિરુદ્ધ સંદેશ કહે.


અને એમ તેમના ગુપ્ત વિચારો જાહેર થશે. તારું હૃદય પણ તીક્ષ્ણ તલવાર જેવા દુ:ખથી વિંધાશે.”


તે પણ ત્યાં એ જ સમયે આવી પહોંચી. તેણે ઈશ્વરનો આભાર માન્યો અને યરુશાલેમના ઉદ્ધારની રાહ જોનાર સૌને છોકરા અંગે જાણ કરી.


હા, એ દિવસોમાં હું મારા સેવકો અને સેવિકાઓનો મારા આત્માથી અભિષેક કરીશ, અને તેઓ ઉપદેશ કરશે.’


તેને ચાર કુંવારી દીકરીઓ હતી. તેઓ ઈશ્વરની સંદેશવાહિકાઓ હતી.


વળી, જો કોઈ સ્ત્રી જાહેર ભક્તિસભામાં પ્રાર્થના કરતી વખતે અથવા ઈશ્વરનો સંદેશો આપતી વખતે પોતાનું માથું ન ઢાંકે, તો તે તેના પતિનું અપમાન કરે છે. તે સ્ત્રીમાં અને જે સ્ત્રીનું માથું મૂંડાવેલું હોય તેનામાં કંઈ ફરક નથી.


મારા ભાઈઓ, પવિત્ર આત્મા દ્વારા મળતી બક્ષિસો વિષે તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી.


અયક્ષ તો નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. વળી, તે સંયમી, સમજદાર, વ્યવસ્થિત રહેનાર, અજાણ્યાનો સત્કાર કરનાર, સમર્થ શિક્ષક,


સાઠ વર્ષથી વધુ ઉંમરની હોય, એક જ વાર લગ્ન કર્યું હોય,


ફાળવણીમાં પાંચમો પાસો આશેરના કુળનાં ગોત્રો માટે નીકળ્યો.


હવે લાપીદોથની પત્ની દબોરા એક સંદેશવાહિકા હતી અને તે સમયે તે ઇઝરાયલીઓની ન્યાયાધીશ હતી.


એલ્કાનાને બે પત્નીઓ હતી: હાન્‍ના અને પનિન્‍ના. પનિન્‍નાને બાળકો હતાં, પણ હાન્‍નાને કોઈ સંતાન નહોતું.


Lean sinn:

Sanasan


Sanasan