Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 2:26 - પવિત્ર બાઇબલ C.L.

26 પવિત્ર આત્મા તેની સાથે હતો, અને તેને ખાતરી આપી હતી કે ઈશ્વરે આપેલા વચન પ્રમાણે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તે મરણ પામશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું, “પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે, ‘પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પવિત્ર આત્માએ શિમયોનને કહ્યું હતું કે જ્યાં સુધી તે પ્રભુ ખ્રિસ્તનાં દર્શન નહિ કરે ત્યાં સુધી તેનું મૃત્યુ થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 2:26
20 Iomraidhean Croise  

તેમના રાજાઓ સજ્જ થયા છે; તેમના શાસકો સાથે મળીને પ્રભુ અને તેમના અભિષિક્ત રાજાની વિરુદ્ધ પ્રપંચ કરે છે.


પ્રભુ કહે છે, “મારા પવિત્ર પર્વત સિયોનમાં મેં મારા રાજાનો રાજ્યાભિષેક કર્યો છે.”


પ્રભુ તેમના ભક્તોને પોતાના ગૂઢ ઇરાદા જણાવે છે, અને તેમની સાથેના પોતાના કરારનું સમર્થન કરે છે.


પ્રભુ પરમેશ્વરનો આત્મા મારા પર છે; કારણ, દીનજનોને શુભ સમાચાર જણાવવાને તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને ભગ્ન દયવાળાઓને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને અંધારી કોટડીમાંથી મુક્તિની જાહેરાત કરવા માટે,


સાચે જ, પોતાના સેવકો સંદેશવાહકો સમક્ષ પોતાની રહસ્યમય યોજના પ્રગટ કર્યા વગર પ્રભુ પરમેશ્વર કંઈ જ કરતા નથી.


હેરોદ પાસે પાછા જવું નહિ એવી ચેતવણી ઈશ્વરે તેમને સ્વપ્નમાં આપી હોવાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં ચાલ્યા ગયા.


“હે પ્રભુ, હવે તમારા સેવકને તમારા વચન પ્રમાણે શાંતિથી જવા દો;


હું તમને સાચે જ કહું છું કે કેટલાક અહીં એવા છે જેઓ ઈશ્વરના રાજ્યને ન જુએ, ત્યાં સુધી મરણ પામશે નહિ.”


સૌ પ્રથમ આંદ્રિયાએ પોતાના ભાઈ સિમોનને શોધી કાઢયો, અને તેને કહ્યું, “અમને મસીહ અર્થાત્ ખ્રિસ્ત મળ્યા છે.”


પરંતુ ઈસુ એ જ મસીહ, ઈશ્વરનો પુત્ર છે, એવો તમે વિશ્વાસ કરો અને એ વિશ્વાસને કારણે તેમના નામ દ્વારા જીવન પામો તે માટે આ વાતો લખવામાં આવી છે.


“આવો, અને અત્યાર સુધી મેં જે જે કર્યું તે બધું જ જેણે કહી દેખાડયું તે માણસને જુઓ. શું તે મસીહ હોઈ શકે?”


હું તમને સાચે જ કહું છું: જો કોઈ મારા સંદેશને આધીન થશે તો તે કદી પણ મરશે નહિ.”


નાઝારેથના ઈસુ, જેમનો ઈશ્વરે પવિત્ર આત્મા અને સામર્થ્યથી અભિષેક કર્યો તેમને વિષે પણ તમે જાણો છો.


એ બાબતનો લોકોની આગળ ખુલાસો કર્યો અને તેની સાબિતી આપી. પાઉલે કહ્યું, “જે ઈસુને હું પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે.”


“તેથી ઇઝરાયલના સર્વ લોકો, તમે આ વાત ખાતરીપૂર્વક જાણી લો: જેમને તમે ક્રૂસ પર ખીલા મારી જડી દીધા, એ જ ઈસુને ઈશ્વરે પ્રભુ તથા મસીહ બનાવ્યા છે!”


તે સીધો જ ભજનસ્થાનોમાં ગયો અને ઈસુ વિષે પ્રચાર કરવા લાગ્યો. તેણે કહ્યું, “તે ઈશ્વરપુત્ર છે.”


વિશ્વાસને લીધે હનોખ મૃત્યુ પામ્યો નહિ, પણ એને બદલે, તેને ઈશ્વર પાસે લઈ લેવામાં આવ્યો, અને કોઈ તેને શોધી શકાયું નહિ, કારણ, ઈશ્વરે તેને ઉપર લઈ લીધો હતો. શાસ્ત્ર કહે છે કે ઉપર લઈ લેવાયા પહેલાં હનોખે ઈશ્વરને પ્રસન્‍ન કર્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan