Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 19:38 - પવિત્ર બાઇબલ C.L.

38 “પ્રભુને નામે જે રાજા આવે છે તેને ઈશ્વર આશિષ આપો! સ્વર્ગમાં શાંતિ અને ઉચ્ચસ્થાનોમાં જય હો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 “પ્રભુને નામે જે રાજા આવે છે તેને ધન્ય છે! આકાશમાં શાંતિ તથા સર્વોચ્ચ સ્થાનમાં મહિમા [થાઓ] !”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 ‘પ્રભુને નામે જે રાજા આવે છે તે આશીર્વાદિત છે! આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા!’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 તેઓએ કહ્યું કે, “‘પધારો! પ્રભુના નામે જે રાજા આવે છે તેને ધન્ય છે!’ આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા થાઓ!”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 19:38
21 Iomraidhean Croise  

હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે.


તેમણે પૂછપરછ કરી, યહૂદીઓનો રાજા બનનાર બાળકનો જન્મ ક્યાં થયો છે? અમે પૂર્વમાં તેમનો તારો ઊગતો જોયો છે, અને તેમનું ભજન કરવા આવ્યા છીએ.


ઈસુની આગળ તથા પાછળ ચાલતા લોકોએ સૂત્રો પોકાર્યાં,દાવિદપુત્રને હોસાન્‍ના! પ્રભુને નામે આવનારને ઈશ્વર આશિષ આપો! સર્વોચ્ચ સ્થાનોમાં જય જયકાર હો!


ત્યાર પછી જમણી તરફના લોકોને રાજા કહેશે, ’મારા પિતાથી આશિષ પામેલાઓ, આવો, આ સૃષ્ટિના સર્જન પહેલાં જે રાજ તમારે માટે તૈયાર કરવામાં આવેલું છે તેનો વારસો પામો.


રાજા વળતો જવાબ આપશે, ’હું તમને સાચે જ કહું છું: જ્યારે આ મારા નાના ભાઈઓમાંના એકને તમે એ મદદ કરી ત્યારે તે તમે મારે માટે કર્યું.’


હવે તારું ઘર તારે આશરે છોડી દેવામાં આવશે. હું તમને કહું છું કે, ‘પ્રભુના નામે જે આવે છે તેને ઈશ્વર આશિષ આપો!’ એમ તમે નહિ કહો, ત્યાં સુધી તમે મને જોશો નહિ.”


આમ, વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લવાવાથી આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાથે સુલેહશાંતિ થઈ છે.


આમ, ખ્રિસ્ત પર આશા રાખવામાં આપણે જેઓ પ્રથમ છીએ તેઓ ઈશ્વરની સ્તુતિ કરીએ!


તેમણે આપણને પોતાના પ્રિય પુત્રમાં તે આશિષ વિનામૂલ્યે આપી છે. ઈશ્વરની એ મહિમાવંત કૃપાને માટે આપણે તેમની સ્તુતિ કરીએ.


જેથી વર્તમાન સમયમાં સ્વર્ગીય ક્ષેત્રના અધિકારીઓ અને સત્તાધીશો મંડળીની મારફતે ઈશ્વરનું બહુવિધ જ્ઞાન જાણી શકે.


તેવા ઈશ્વરનો મંડળીમાં અને ખ્રિસ્ત ઈસુમાં સદા સર્વકાળ મહિમા હો. આમીન.


અને ઈશ્વરે પુત્રની મારફતે જ સમગ્ર વિશ્વને પોતાની તરફ લાવવાનું નક્કી કર્યું છે. ઈશ્વરે તેમના પુત્રના ક્રૂસ પરના બલિદાનના રક્ત દ્વારા શાંતિ સ્થાપીને પૃથ્વી પરની અને આકાશમાંની સર્વ વસ્તુઓનું પોતાની સાથે સમાધાન કરાવ્યું છે.


સનાતન રાજા, અવિનાશી, અદૃશ્ય, અને એક જ ઈશ્વરને માન અને મહિમા યુગોના યુગો સુધી હોજો - આમીન.


આ સંદેશવાહકો એ બાબતો વિષે બોલ્યા ત્યારે તેમનું એ કાર્ય તેમના પોતાના નહિ, પણ તમારા લાભ માટે હતું એવું ઈશ્વરે તેમને જણાવ્યું હતું. આકાશમાંથી મોકલાયેલા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા શુભસંદેશના સંદેશકો પાસેથી તમે હાલ એ જ બાબતો વિષે સાંભળ્યું છે. દૂતો પણ એ બાબતો સમજવાની ઝંખના રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan