Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 18:16 - પવિત્ર બાઇબલ C.L.

16 પણ ઈસુએ બાળકોને પોતાની પાસે બોલાવતાં કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો. તેમને રોકશો નહિ, કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પરંતુ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને અટકાવો નહિ. કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાંઓનું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, ‘બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પણ ઈસુએ તે નાના બાળકોને તેની પાસે બોલાવ્યા અને તેના શિષ્યોને કહ્યું, “નાનાં બાળકોને મારી પાસે આવવા દો. તેઓને અટકાવશો નહિ, કારણ કે દેવનું રાજ્ય જે આ નાનાં બાળકો જેવા છે તેઓના માટે છે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 18:16
14 Iomraidhean Croise  

ઇસ્હાક આઠ દિવસનો થયો ત્યારે ઈશ્વરની આજ્ઞા મુજબ અબ્રાહામે તેની સુન્‍નત કરી.


યહૂદિયાના સર્વ પુરુષો તેમની પત્નીઓ અને તેમનાં સંતાનો સહિત પ્રભુના મંદિરે ઊભા હતા.


તેમના તથા તેમના વંશવારસોના હિતને માટે હું તેમને એકનિષ્ઠ હૃદય અને એક જીવનયેય આપીશ કે તેઓ સર્વસમધ્યે મારા પ્રત્યે ભક્તિભાવ દાખવે.


ઈસુએ કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો, તેમને રોકશો નહિ. કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે.


કેટલાક લોકો બાળકોને ઈસુની પાસે લાવ્યા, જેથી તે તેમના પર હાથ મૂકીને તેમને આશિષ આપે. પણ શિષ્યોએ તે જોઈને લોકોને ધમકાવ્યા.


હું તમને સાચે જ કહું છું કે જે કોઈ બાળકની માફક ઈશ્વરના રાજનો સ્વીકાર કરતો નથી તે તેમાં કદી જ પ્રવેશ કરશે નહિ.”


કારણ, ઈશ્વરનું વરદાન તમારે માટે, તમારાં બાળકો માટે, અને જેઓ દૂર છે, કે જેમને આપણા ઈશ્વરપિતા પોતાની તરફ બોલાવશે તે બધાંને માટે છે.”


ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતા સંબંધી બાળક થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ.


કારણ, અવિશ્વાસી પતિ ખ્રિસ્તી પત્ની સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. તેવી જ રીતે અવિશ્વાસી પત્ની ખ્રિસ્તી પતિ સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. જો એમ ન હોત, તો તેમનાં બાળકો અશુદ્ધ ગણાય, પરંતુ હકીક્તમાં તો ઈશ્વર તેમને સ્વીકારે છે.


બાળકો, સ્ત્રીઓ તેમ જ તમારી મધ્યે વસતા લાકડાં કાપનારા અને પાણી ભરનારા પરદેશીઓ સૌ ઉપસ્થિત છે.


સઘળા માણસોને, સ્ત્રીઓને, બાળકોને તથા તમારા નગરોમાં વસતા પરદેશીઓને એકઠા કરવા કે તેઓ સાંભળે અને શીખે તથા તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખે અને આ નિયમના સર્વ શિક્ષણનું ખંતથી પાલન કરે.


નવા જન્મેલાં બાળકોની જેમ નિર્મળ આત્મિક દૂધ પીવાને સદા તત્પર રહો.


Lean sinn:

Sanasan


Sanasan