Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 18:12 - પવિત્ર બાઇબલ C.L.

12 સપ્તાહમાં બે વાર તો હું ઉપવાસ કરું છું, અને મારી બધી આવકનો દસમો ભાગ દાનમાં આપું છું.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અઠવાડિયામાં હું બે વાર ઉપવાસ કરું છું, અને મારી બધી આવકનો દશમો ભાગ આપું છું’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હું સારો છું, હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું, અને મારી બધી કમાણીનો દશમો ભાગ આપુ છું!’

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 18:12
24 Iomraidhean Croise  

યેહૂએ જવાબ આપ્યો, “તો પછી, તારો હાથ મારા તરફ લંબાવ. તેમણે એકબીજા સાથે હાથ મિલાવ્યા. યેહૂએ તેને રથમાં બેસાડી લીધો.


“જ્યારે તમે પ્રાર્થનામાં તમારા હાથ પ્રસારો ત્યારે હું તમારા તરફથી મારી દષ્ટિ ફેરવી લઈશ. તમે ગમે તેટલી પ્રાર્થના કરશો છતાં હું તમારું સાંભળીશ નહિ; કારણ, તમારા હાથ ખૂનથી ખરડાયેલા છે.


હું તમને પૂછું છું: ઈશ્વરને છેતરવા એ યોગ્ય છે? ના, નથી; તોપણ તમે મને છેતરો છો. તમે પૂછશો, ‘કેવી રીતે?’ દશાંશો અને અર્પણો આપવા સંબંધમાં.


કારણ, ઇઝરાયલીઓ મને જે દશાંશ ખાસ અર્પણ તરીકે ચડાવે તે હું લેવીઓને વારસા તરીકે આપું છું. તેથી જ મેં તેમને કહ્યું છે કે ઇઝરાયલમાં બીજાની માફક તમને વારસો મળશે નહિ.”


ત્યાં ઈશ્વર તેને મળ્યા. બલામે તેમને કહ્યું, “મેં સાત યજ્ઞવેદીઓ તૈયાર કરી છે અને દરેક પર એક આખલા અને એક ઘેટાનું અર્પણ કર્યું છે.”


ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવામાં તમે નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ કરતાં ચડિયાતા માલૂમ પડો તો જ તમે ઈશ્વરના રાજમાં પ્રવેશ પામવાને યોગ્ય બનશો.


લોકો તમને જુએ એ હેતુથી તમારાં ધર્મકાર્યો જાહેરમાં કરવા વિષે સાવધ રહો. જો તમે તમારાં ધર્મકાર્યો જાહેરમાં કરો તો આકાશમાંના તમારા ઈશ્વરપિતા તમને કંઈ બદલો આપશે નહિ.


જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમારો ચહેરો ઉદાસ ન લો. એવું તો ઢોગીંઓ કરે છે. તેઓ બધે ઉદાસ ચહેરે ફરે છે, જેથી જેઓ તેમને જુએ તેમને ખબર પડે કે તેઓ ઉપવાસ પર છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂક્યો છે.


જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે દંભીઓની માફક દેખાવ ન કરો. તેમને ભજનસ્થાનમાં અને ધોરી રસ્તાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ગમે છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂકયો છે!


ત્યાર પછી યોહાનના શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, અમે અને ફરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો તો ઉપવાસ કરતા જ નથી. એવું કેમ?


“ઓ ફરોશીઓ, તમારી કેવી દુર્દશા થશે? તમે ફુદીનો, કોથમીર અને બીજી શાકભાજીનો દસમો ભાગ ઈશ્વરને આપો છો. પણ તમે ન્યાય અને ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિષે બેદરકારી સેવો છો. તમારે આ કાર્યો કરવાનાં છે અને પેલાં કાર્યો પ્રત્યે બેદરકારી રાખવાની નથી.


એ જ રીતે તમારે પણ તમને આપવામાં આવેલી બધી આજ્ઞાઓ પાળ્યા પછી પણ કહેવું કે, ‘અમે નક્મા ચાકરો છીએ; અમે તો માત્ર અમારી ફરજ બજાવી છે.”


તો હવે કોઈના ગર્વને સ્થાન ખરું? ના, નથી. કારણ, હવે નિયમપાલનનું નહિ, પણ વિશ્વાસનું મહત્ત્વ છે.


જેથી ઈશ્વરની સમક્ષ કોઈ માનવી ગર્વ કરી શકે નહિ.


મારા પૂર્વજોની પ્રણાલિકાઓને હું ચુસ્તપણે વળગી રહ્યો હતો, અને યહૂદી ધર્મના પાલનમાં મારા ઘણા સાથી યહૂદીઓ કરતાં મેં વધારે પ્રગતિ કરી હતી.


આથી એમાં બડાઈ કરવા જેવું કંઈ નથી. કારણ, તે તમારા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી.


શારીરિક ક્સરત થોડી જ ઉપયોગી છે, પણ આત્મિક ક્સરત સર્વ પ્રકારે ઉપયોગી છે. કારણ, તેમાં વર્તમાન તેમ જ આવનાર જીવનનું વચન સમાયેલું છે.


શમુએલ શાઉલને મળવા ગયો એટલે શાઉલે તેને અભિવંદન કર્યું, “પ્રભુ તમને આશિષ આપો, શમુએલ! મેં તેમની આજ્ઞા પૂરેપૂરી પાળી છે.”


Lean sinn:

Sanasan


Sanasan