Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 17:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેથી સાવધ રહો! “જો તારો ભાઈ પાપ કરે તો તેને ઠપકો આપ, અને જો તે પસ્તાવો કરે તો તેને ક્ષમા કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 સાવચેત રહો; જો તારો ભાઈ અપરાધ કરે, તો તેને ઠપકો દે. અને જો તે પસ્તાવો કરે, તો તેને માફ કર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 સાવચેત રહો; જો તમારો ભાઈ અપરાધ કરે, તો તેને ઠપકો આપો; અને જો તે પસ્તાવો કરે, તો તેને માફ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી સાવધાન રહો! “જો તારો ભાઈ પાપ કરે તો તેને કહે કે તે ખોટો છે. પણ તે જો દુ:ખ વ્યક્ત કરે અને પાપ કરવાનું બંધ કરે તો તેને માફ કર.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 17:3
18 Iomraidhean Croise  

નેકજન પ્રેમથી ભલે મને ઠપકો આપે કે શિક્ષા કરે; પરંતુ હું દુષ્ટોનું સન્માનરૂપી અત્તર કદી સ્વીકારીશ નહિ. કારણ, હું તેમનાં દુષ્ટ કાર્યો વિરુદ્ધ નિત્ય પ્રાર્થના કરું છું.


તમે જે દેશમાં જાઓ છો ત્યાંના રહેવાસીઓ સાથે કોઈપણ જાતનો સંધિ-કરાર કરશો નહિ; નહિ તો તે તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.


મૂર્ખને સો ફટકા કરતાં, સમજુ માણસને એક ટકોર વધુ ઊંડી અસર કરે છે.


ગુપ્ત પ્રેમ કરતાં નિખાલસ ઠપકો વધુ સારો છે.


ઉદ્ધતને કદી ઠપકો ન દે, નહિ તો તે તારો તિરસ્કાર કરશે, પણ જ્ઞાનીને ઠપકો દે, એટલે તે તારા પર પ્રેમ કરશે.


“કોઈના વિષે મનમાં કિન્‍નાખોરી રાખવી નહિ, પણ નિખાલસતાથી તેને તેનો દોષ બતાવવો; જેથી તેને લીધે તું પાપમાં પડે નહિ.


ત્યાર પછી પિતરે ઈસુની પાસે આવીને પૂછયું, પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ પાપ કરે તો મારે તેને કેટલી વાર માફ કરવું? શું સાત વાર?


“સાવધ રહો! ખાવાપીવામાં અને આ જીવનની ચિંતાઓમાં તલ્લીન થઈ જતા નહિ, રખેને એ દિવસ તમારા પર અચાનક આવી પડે.


તેથી તમે કેવી રીતે જીવન જીવો છો તે પ્રત્યે ખાસ ધ્યાન આપો. અજ્ઞાન માણસની જેમ નહિ, પણ સમજુ માણસની જેમ જીવન જીવો.


“હોરેબ પર્વત પર પ્રભુ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા તે દિવસે તમે કોઈ પણ પ્રકારનો આકાર જોયો નહિ. તેથી પોતા વિષે અત્યંત સાવધ રહો કે


તેથી સાવધ રહેજો અને તમારા ઈશ્વર પ્રભુએ તમારી સાથે કરેલો કરાર વીસરી જશો નહિ અને તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાનું પાલન કરીને કોઈ પણ આકારની મૂર્તિ બનાવશો નહિ.


“તમે અત્યંત સાવધ રહેજો અને જાતે જ ખંતથી કાળજી રાખજો કે તમારી નજરે જોયેલાં કાર્યો ભૂલી જશો નહિ. પણ જીવંતપર્યંત તમે તેમને તમારા અંત:કરણમાં ઠસાવી રાખજો. તમારાં સંતાનોને તથા તમારાં સંતાનોનાં સંતાનોને તે કાર્યો વિષે શીખવજો.


કદાચ કોઈ ઈશ્વરની કૃપાથી વિમુખ થાય માટે સાવધ રહો. કડવો છોડ ઊગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પહોંચાડે છે. તમારામાંનો કોઈ તેના જેવો ન થાય માટે સાવધ રહો.


મારા ભાઈઓ, જો તમારામાંથી કોઈ સત્યથી દૂર જાય અને કોઈ તેને પાછો લાવે તો આટલું યાદ રાખો:


તમે સાવધ રહો, જેથી જેને માટે તમે મહેનત કરી છે તે તમે ગુમાવી ન બેસો; પણ તેનો તમને પૂરેપૂરો બદલો મળે.


Lean sinn:

Sanasan


Sanasan