Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 17:29 - પવિત્ર બાઇબલ C.L.

29 પણ તે દિવસે આકાશમાંથી અગ્નિ તથા ગંધક વરસ્યાં અને તેમનો બધાનો નાશ થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 પણ લોત સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક આકાશમાંથી વરસ્યાં, અને તેથી બધાનો નાશ થયો!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 પણ લોત સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક સ્વર્ગમાંથી વરસ્યાં, અને તેથી બધાનો વિનાશ થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 જ્યારે લોતે શહેર છોડ્યું ત્યારે તે દિવસે પણ લોકો આ બધું કરતા હતા. પછી આકાશમાંથી અજ્ઞિવર્ષા થઈ અને ગંધકનો વરસાદ થયો અને બધાનો નાશ થયો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 17:29
16 Iomraidhean Croise  

સર્વસમર્થ પ્રભુએ આપણામાંથી કેટલાંકને બાકી રાખ્યા ન હોત તો સદોમ અને ગમોરાની માફક આપણું નામનિશાન રહેત નહિ.


બેબિલોન તો સર્વ રાજ્યોમાં શિરોમણિ અને ખાલદી લોકોનું ગૌરવ છે. પણ હું પ્રભુ સદોમ અને ગમોરાની માફક તેનો વિનાશ કરી દઈશ.


સદોમ, ગમોરા અને તેમની આસપાસનાં નગરોનો મેં વિનાશ કર્યો ત્યાર પછી ત્યાં જે બન્યું તે જ પ્રમાણે બેબિલોનમાં પણ કોઈ માણસ રહેશે નહિ કે કોઈ પડાવ પણ નાખશે નહિ. હું પ્રભુ આ બોલું છું.”


હે એફ્રાઈમ, હું તને કેવી રીતે તજી દઈ શકું? હું તને કેવી રીતે તરછોડું? આદમા નગરના જેવો તમારો નાશ કરું? અથવા તારા પ્રત્યે સબોઈમના જેવો વર્તાવ કરું? મારું મન મને એમ કરવા દેશે નહિ. કારણ, તમારા પ્રત્યેનો મારો પ્રેમ પ્રબળ છે.


સદોમ અને ગમોરાની જેમ મેં તમારામાંથી કેટલાકનો અગ્નિથી સંહાર કર્યો અને તમારામાંના જે થોડાક બચી ગયા તે આગમાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા હતા. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.” પ્રભુ એવું બોલ્યા છે.


હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ છું, મારા જીવના સમ, સદોમ અને ગમોરાની જેમ જ મોઆબ અને આમ્મોનનો નાશ થશે. એના પ્રદેશો મીઠાના અગરની અને ઝાંખરાવાળી ઉજ્જડ જગ્યા બની રહેશે. મારા બચી ગયેલા લોકો તેમને લૂંટી લેશે અને તેમનો પ્રદેશ પચાવી પાડશે.”


વળી, લોતના સમયમાં જેમ બન્યું તેમ જ ત્યારે થશે. બધા લોકો ખાતા હતા, પીતા હતા, ખરીદતા હતા, વેચતા હતા, રોપતા હતા અને બાંધતા હતા.


માનવપુત્રના પ્રગટ થવાના દિવસે પણ તેમ જ બનશે.


ઈશ્વરે સદોમ ને ગમોરા શહેરને દોષિત ઠરાવીને તેમનો અગ્નિથી નાશ કર્યો અને નાસ્તિકોની કેવી દશા થશે તેના ઉદાહરણરૂપ તેમને બનાવ્યાં.


એ જ પ્રમાણે સદોમ અને ગમોરા તથા તેની આસપાસના વિસ્તારના નગરના લોકોએ વ્યભિચાર અને વિકૃત જાતીયકર્મો આચર્યાં હતાં. તેઓ સાર્વકાલિક અગ્નિની સજા ભોગવી રહ્યા છે અને સર્વને સ્પષ્ટ ચેતવણી મળે તે માટે ઉદાહરણરૂપ બન્યા છે.


તેમનાં શબ મહાનગરની ગલીઓમાં રઝળશે, એ મહાનગરમાં પ્રભુ ક્રૂસે જડાયા હતા. તેનું સાંકેતિક નામ ‘સદોમ’ અથવા ‘ઇજિપ્ત’ છે.


તેણે પાણી મેળવ્યા વિના પાત્રમાં નિતારેલ જલદ દારૂ જેવો ઈશ્વરનો કોપ જાતે જ પીવો પડશે. એવું કરનારા બધા લોકો પવિત્ર દૂતો અને હલવાનની સમક્ષ અગ્નિ તથા ગંધકમાં રિબાશે.


પશુને અને તેની સાથે તેની હાજરીમાં ચમત્કાર કરનાર જૂઠા સંદેશવાહકને કેદ કરવામાં આવ્યા. એ સંદેશવાહકે ચમત્કારો કરીને પશુની છાપવાળાં અને પશુની મૂર્તિની પૂજા કરનારા લોકોને ભરમાવ્યા હતા. તે પશુ અને જૂઠો સંદેશવાહક એ બંનેને ગંધકથી બળતા અગ્નિના કુંડમાં ફેંકવામાં આવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan