Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 17:26 - પવિત્ર બાઇબલ C.L.

26 “નૂહના સમયમાં જેમ બન્યું તેમ માનવપુત્રના સમયમાં પણ બનશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 જેમ નૂહના દિવસોમાં થયું, તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 અને જેમ નૂહના દિવસોમાં થયું, તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 “જેમ નૂહના દિવસોમાં થયું તેમ માણસના દીકરાના દિવસોમાં પણ થશે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 17:26
16 Iomraidhean Croise  

પ્રભુએ જોયું કે સમગ્ર પૃથ્વી પર બધા માણસો અત્યંત દુરાચારી બની ગયા છે. તેમનાં મનનું વલણ સતત ભૂંડાઈ તરફ જ છે.


તેથી તેમણે કહ્યું, “મેં ઉત્પન્‍ન કરેલ પૃથ્વી પરના સર્વ માણસોનો, પશુઓનો, પેટે ચાલનારાં પ્રાણીઓનો તેમ જ પક્ષીઓનો હું વિનાશ કરીશ; તેમનું સર્જન કરવા બદલ મને દિલગીરી થાય છે.”


છતાં પ્રભુની દૃષ્ટિમાં નૂહ કૃપા પામ્યો.


પણ તમે તો તેને બદલે આનંદોત્સવ કર્યો છે. તમે ખાવાને માટે ઢોર અને ઘેટાં કાપ્યાં. તમે માંસ ખાધું અને દારૂ પીધો. તમે કહ્યું, “આપણે ખાઈએ અને પીઈએ! કારણ, આવતી કાલે તો આપણે મરી જવાના છીએ!”


પછી તે શિષ્યોને કહે છે, “એવો સમય આવશે કે જ્યારે તમે માનવપુત્રના સમયનો એક દિવસ પણ જોવાની ઝંખના રાખશો, પરંતુ તમે જોઈ શકશો નહિ!


જેમ આકાશના એક છેડેથી બીજા છેડા સુધી વીજળી ચમકે છે, તેમ માનવપુત્રનું આગમન તે દિવસે થશે.


નૂહ વહાણમાં પ્રવેશ્યો અને જળપ્રલયે આવીને બધાંનો નાશ કર્યો તે દિવસ સુધી બધા ખાતાપીતા હતા અને લગ્ન કરતા-કરાવતા હતા.


“ધારો કે, તમારામાંના કોઈ એકને એક નોકર છે. તે ખેતર ખેડવાનું અથવા ઘેટાંની દેખભાળ રાખવાનું કાર્ય કરે છે. જ્યારે તે ખેતરમાંથી આવે છે, ત્યારે શું તમે આવું કહો છો કે, ‘ચાલ, આવીને જમવા બેસી જા?’ બેશક નહિ! એને બદલે, તમે આવું કહો છો:


હું તમને કહું છું કે તે તેમની તરફેણમાં વિના વિલંબે ન્યાય કરશે. પણ માનવપુત્ર પૃથ્વી પર આવે ત્યારે તેને વિશ્વાસ જડશે કે કેમ?”


વિશ્વાસને લીધે હજી નજરે જોઈ નથી તેવી આવી પડનાર બાબતો અંગે ઈશ્વર તરફથી મળેલી ચેતવણીઓ નૂહે સાંભળી. તે ઈશ્વરને આધીન થયો, અને તેણે એક મોટું વહાણ બનાવ્યું. આથી તેનો તથા તેના કુટુંબનો બચાવ થયો. આ રીતે તેણે દુનિયાને દોષિત ઠરાવી અને વિશ્વાસ દ્વારા જ તે ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત ઠર્યો.


પ્રાચીન દુનિયાને પણ ઈશ્વરે છોડી નહિ, પણ નાસ્તિક લોકોની દુનિયા પર જળપ્રલય મોકલ્યો. ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં કેવી રીતે આવી શકાય તેનો ઉપદેશ કરનાર નૂહ અને તેની સાથે બીજા સાત માણસોને તેમણે બચાવ્યાં.


અને જળપ્રલયના પાણીથી તેનો નાશ કરવામાં આવ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan