Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 16:8 - પવિત્ર બાઇબલ C.L.

8 આવું ચાલાકીભર્યું વર્તન જોઈને એ અપ્રામાણિક કારભારીના શેઠે તેની પ્રશંસા કરી; કારણ, પ્રકાશના લોકો કરતાં આ દુનિયાના લોકો તેમના સાથીદારો સાથેના વ્યવહારમાં વધારે ચાલાક હોય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેના ધણીએ અન્યાયી કારભારીને વખાણ્યો, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો. કેમ કે આ જગતના દીકરાઓ પોતાની પેઢી વિષે અજવાળાના દીકરાઓ કરતાં હોશિયાર હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેના માલિકે અન્યાયી કારભારીનાં વખાણ કર્યાં, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો; કેમ કે આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “પાછળથી ધણીએ તે અપ્રામાણિક કારભારીને કહ્યું કે તેણે ચતુરાઇથી કામ કર્યુ છે, હા, દુન્યવી માણસો તે સમયના અજવાળાના લોકો કરતાં તેઓના ધંધામાં વધારે ચતુર હોય છે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 16:8
23 Iomraidhean Croise  

પ્રભુ પરમેશ્વરે બનાવેલાં બધાં પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. સાપે સ્ત્રીને પૂછયું, “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે, બાગમાંના કોઈ વૃક્ષનું ફળ તમારે ખાવું નહિ?”


કારણ, તે કુંવારી હતી. પણ દાવિદના ભાઈ શામ્માનો પુત્ર યોનાદાબ આમ્નોનનો મિત્ર હતો. તે યુક્તિબાજ હતો.


બઆલના સર્વ સંદેશવાહકો, તેના સર્વ ઉપાસકો અને તેના સર્વ યજ્ઞકારોને એકઠા કરો. કોઈ રહી જાય નહિ, હું બઆલને મોટું બલિદાન ચઢાવવાનો છું અને જે કોઈ હાજર નહિ રહે તે માર્યો જશે.” (આ તો યેહૂની યુક્તિ હતી. એ દ્વારા તે બઆલના બધા ઉપાસકોને મારી નાખવા માગતો હતો.)


હે પ્રભુ, તમારા ભુજથી તેમનો સંહાર કરો, તેમને જીવતાઓની દુનિયામાંથી હડસેલી કાઢો; પરંતુ તમારા પસંદ કરેલા ભક્તોને ખોરાકથી તૃપ્ત કરો, તેમનાં સંતાનોને સમૃદ્ધ કરો અને તેઓ તેમનાં સંતાનોનાં સંતાન માટે પણ અઢળક સંપત્તિ મૂક્તા જાય એવું કરો.


માટે આપણે તેમની સાથે ચાલાકીથી વર્તીએ; નહિ તો હજી તેમની વસ્તી વધવાની, અને આપણી સામે લડાઈ ફાટી નીકળે ત્યારે આપણા શત્રુઓ સાથે મળી જઈને તેઓ આપણી સામે લડે અને દેશમાંથી નાસી છૂટે.”


માણસ પોતાની જ્ઞાનયુક્ત વાણીથી પ્રશંસા પામે છે, પણ ગૂંચવાડો પેદા કરનાર તિરસ્કાર પામે છે.


જો કોઈ માનવપુત્રની નિંદા કરે તો તેને માફી મળી શકશે, પણ જો કોઈ પવિત્ર આત્માની નિંદા કરે તો તેને વર્તમાનમાં કે આવનાર યુગમાં તેની માફી કદી મળશે નહિ.


પિતરે જવાબ આપ્યો, પરદેશીઓ. ઈસુએ કહ્યું, તો પછી એનો અર્થ એ થાય કે નાગરિકોએ કર ભરવો ન જોઈએ.


જે નાની બાબતોમાં વફાદાર છે, તે મોટી બાબતોમાં પણ થશે; જે નાની બાબતોમાં અપ્રામાણિક છે, તે મોટી બાબતોમાં પણ અપ્રામાણિક થશે.


એથી મારી નોકરી જતી રહેશે, ત્યારે પણ મને તેમના ઘરમાં આવકારનાર મિત્રો હશે!’


તેણે બીજાને કહ્યું, ‘તમારે કેટલું દેવું છે?’ તેણે જવાબ આપ્યો, ‘સો થેલા ઘઉં.’ કારભારીએ તેને કહ્યું, ‘આ તમારું ખાતું છે. એમાં એંસી લખો.’


પછી પ્રભુએ કહ્યું, “એ અપ્રામાણિક ન્યાયાધીશ જે કહે છે તે સાંભળો.


ઈસુએ તેમને જવાબ આપ્યો, “આ યુગનાં સ્ત્રીપુરુષો લગ્ન કરે છે.


મરી ગયેલાંઓમાંથી સજીવન થઈને આવનાર યુગમાં જીવનારાં સ્ત્રીપુરુષો લગ્ન કરશે નહિ.


તમારી મયે પ્રકાશ છે, ત્યાં સુધી તેના પર વિશ્વાસ કરો; જેથી તમે પ્રકાશના પુત્રો બની જાઓ.” આમ બોલીને ઈસુ ચાલતા થયા અને તેમની દૃષ્ટિથી દૂર જતા રહ્યા.


કોઈ પોતાની જાતને છેતરે નહિ. તમારામાંથી કોઈ એમ ધારે કે દુન્યવી ધોરણ પ્રમાણે પોતે જ્ઞાની છે, તો ખરેખર જ્ઞાની બનવા માટે તેણે મૂર્ખ બનવું.


એક સમયે તમે અંધકારમાં હતા, પણ હવે પ્રભુના લોક બન્યા હોવાથી તમે પ્રકાશમાં છો. તેથી તમારે પ્રકાશના લોક તરીકે જીવવાનું છે.


તેઓ તેમના અંતિમ વિનાશ પ્રતિ ધસી રહ્યા છે. કારણ, પોતાની શારીરિક ઇચ્છાઓની પરિપૂર્તિ એ જ તેમનો દેવ છે. જેને માટે તેમને શરમ આવવી જોઈએ તે બાબતોમાં તેઓ અભિમાન કરે છે, અને આ દુનિયાનાં વાનાંમાં જ તેમનું ચિત્ત ચોંટેલું છે.


તમે સર્વ પ્રકાશના અને દિવસના લોક છો. આપણે અંધકારના કે રાત્રિના લોક નથી.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજવી યજ્ઞકારો, પવિત્ર પ્રજા અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરનાં આશ્ર્વર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો.


ઈશ્વરનાં સંતાનો અને શેતાનનાં સંતાનો વચ્ચે આ તફાવત છે: જે કોઈ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તતો નથી અથવા પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી તે ઈશ્વરનું સંતાન નથી.


Lean sinn:

Sanasan


Sanasan