Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 16:26 - પવિત્ર બાઇબલ C.L.

26 એ ઉપરાંત આપણી વચ્ચે એક ઊંડી ખાઈ છે, જેથી અમારી બાજુએથી કોઈ તારી બાજુ આવવા ઇચ્છે તો ન આવી શકે. તેમજ તારી બાજુથી કોઈ અમારી બાજુ આવવા ઇચ્છે તો પણ તેને ઓળંગી શકે નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 એ સર્વ ઉપરાંત, અમારી તથા તમારી વચમાં એક મોટી ખાઈ આવેલી છે, તેથી જેઓ અહીંથી તમારી પાસે આવવા‍ ચાહે, તેઓ આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ પાર પણ આવી શકે નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 વળી તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ ત્યાં આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ બાજુ પણ આવી શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 તદુપરાંત અમારી અને તારી વચ્ચે એક મોટી ખાઈ છે. કોઈ માણસ તેને ઓળંગીને તને મદદ કરવા આવી શકશે નહિ. અને કોઈ વ્યક્તિ ત્યાંથી અહી અમારી બાજુ આવી શકશે નહિ.’

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 16:26
15 Iomraidhean Croise  

ઘેટાંની જેમ તેમને મૃત્યુલોક શેઓલની સજા થઈ છે; મૃત્યુ તેમનો ઘેટાંપાલક બનશે, તેઓ સીધેસીધા કબરમાં ઊતરી જશે, અને તેમના અવયવો ગળી જશે અને મૃત્યુલોક શેઓલ તેમનું નિવાસસ્થાન બનશે.


હે ઈશ્વરની અવગણના કરનારા, તમે આ સમજો; નહિ તો હું ચીરીને તમારા ટુકડેટુકડા કરીશ, અને તમને ઉગારનાર કોઈ નહિ હોય.


પ્રભુએ કહ્યું, “ઇઝરાયલનો તિરસ્કાર કરનાર આસપાસના લોકો હવે કદી તીક્ષ્ણ કાંટા કે ઝાંખરાની જેમ તેને ભોંકાશે નહિ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ પરમેશ્વર છું.”


ફરી એકવાર મારા લોક ન્યાયીઓનો તેમજ દુષ્ટોનો તથા મારી સેવા કરનારાનો તેમજ નહિ કરનારાનો શો અંજામ આવે છે તેનો તફાવત જોઈ શકશે.


એ લોકોને સાર્વકાલિક સજાને માટે મોકલી આપવામાં આવશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવન મેળવશે.


હું તમને કહું છું કે પૂરેપૂરો દંડ ચૂકવ્યા વગર તમે ત્યાંથી નીકળી શકશો નહિ.”


પણ અબ્રાહામે કહ્યું, ‘મારા દીકરા, તારા જીવનકાળ દરમિયાન તને બધાં સારાં વાનાં આપવામાં આવ્યાં હતાં, જ્યારે લાઝરસને બધાં ભૂંડા વાનાં મળ્યાં હતાં, તે યાદ કર; પણ હવે તે અહીં આનંદ કરે છે, જયારે તું યાતના ભોગવે છે.


શ્રીમંત માણસે કહ્યું, ‘હે પિતા, લાઝરસને મારા પિતાને ઘેર મોકલો એવી આજીજી કરું છું!


જે કોઈ પુત્ર પર વિશ્વાસ મૂકે છે, તેને સાર્વકાલિક જીવન છે. જે કોઈ પુત્રને આધીન થતો નથી તેને જીવન મળતું નથી; એથી ઊલટું, ઈશ્વરનો કોપ તેના પર કાયમ રહે છે.


પછી તેમને છેતરનાર શેતાનને ગંધક અને અગ્નિના કુંડમાં નાખવામાં આવ્યો. ત્યાં પશુ અને જૂઠા સંદેશવાહકને અગાઉથી ફેંકવામાં આવ્યા છે અને તેઓ રાતદિવસ સદાસર્વકાળ રિબાયા કરશે.


હવે ભૂંડું કરનારે ભૂંડું કર્યા જ કરવું; અશુદ્ધ હોય તે અશુદ્ધ જ રહે; ભલું કરનારે ભલું કર્યા જ કરવું અને પવિત્ર હોય તેણે વધારે પવિત્ર બનવું.”


અબિગાઇલ નાબાલ પાસે પાછી ગઈ તો તે ઘેર રાજદ્વારી મિજબાની માણતો હતો. તે પીધેલો અને મસ્ત હતો. એટલે બીજા દિવસની સવાર સુધી તેણે તેને કંઈ કહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan