Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 15:8 - પવિત્ર બાઇબલ C.L.

8 “અથવા, ધારો એક સ્ત્રી પાસે ચાંદીના દસ સિક્કા હોય અને તેમાંથી એક ખોવાઈ જાય, તો તે શું કરશે? તે દીવો સળગાવશે, પોતાનું ઘર સાફસૂફ કરશે અને તે મળે ત્યાં લગી તેની કાળજીપૂર્વક શોધ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અથવા કઈ સ્‍ત્રી એવી હોય કે જો તેની પાસે દશ અધેલી હોય, અને તેઓમાંની એક અધેલી ખોવાઈ જાય, તો તે દીવો કરીને ઘર નહિ વાળે, અને મળે ત્યાં સુધી તેની શોધ સારી પેઠે નહિ કરે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અથવા એક સ્ત્રી કે જેની પાસે ચાંદીના દસ સિક્કા હોય, અને તેઓમાંનો એક સિક્કો ખોવાય, તો તે દીવો કરીને, ઘર નહિ વાળે અને તે મળે નહિ ત્યાં સુધી તેની શોધ સારી રીતે નહિ કરે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “ધારોકે એક સ્ત્રી પાસે દસ ચાંદીના સિક્કા છે, પણ તે તેઓમાંનો એક ખોવાઇ જાય છે. તે સ્ત્રી દીવો લઈને ઘર સાફ કરશે. જ્યાં સુધી તે સિક્કો નહિ મળે ત્યાં સુધી તે કાળજીપૂર્વક તેની શોધ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 15:8
9 Iomraidhean Croise  

જેમ કોઇ ઘેટાપાળક આમતેમ વિખેરાઇ ગયેલાં પોતાનાં ઘેટાંને શોધવા જાય છે અને તેમને પાછાં લાવે છે, તેમ હું પણ મારાં ઘેટાંને શોધીશ અને તેમને બધેથી એકત્ર કરીને પાછા લાવીશ. જ્યાં જ્યાં તેઓ વિખેરાઇ ગયાં હશે ત્યાંથી હું તેમને પાછાં લઇ આવીશ.


કોઈ દીવાને સળગાવીને વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકશે; જ્યાંથી તે સમગ્ર ઘરને પ્રકાશિત કરે છે.


એ જ પ્રમાણે હું તમને કહું છું કે જેમને પસ્તાવાની જરૂર જણાતી નથી, એવા નેકીવાન ગણાતા નવ્વાણું માણસો કરતાં પસ્તાવો કરતા એક પાપીને લીધે આકાશમાં વિશેષ આનંદ થશે.


જ્યારે તે તેને મળશે, ત્યારે તે પોતાની બહેનપણીઓને અને પડોશીઓને એકઠાં કરશે અને તેમને કહેશે, ‘મારો ખોવાઈ ગયેલો સિક્કો મને પાછો મળ્યો છે તેથી મને ઘણો આનંદ થાય છે. તમે પણ મારી સાથે આનંદ કરો.’


કારણ, માનવપુત્ર ખોવાયેલું શોધવા તથા બચાવવા આવ્યો છે.”


વળી, મારાં બીજાં ઘેટાં પણ છે, જે અત્યારે આ વાડામાં નથી. તેમને પણ મારે વાડામાં લાવવાં જોઈએ. તેઓ પણ મારો સાદ સાંભળશે અને આખરે એક ટોળું અને એક ઘેટાંપાલક બનશે.


અને એકલા તેમને માટે જ નહિ, પરંતુ ઈશ્વરનાં વેરવિખેર થઈ ગયેલાં સંતાનોને એક કરવા માટે ઈસુ મરણ પામવાના હતા તેની આગાહી કરતાં તેણે તે કહ્યું.


જાદુવિદ્યા કરનારાઓએ તેમનાં પુસ્તકો એકઠાં કરીને બધાની હાજરીમાં બાળી નાખ્યાં. તેમણે એ પુસ્તકોનું મૂલ્ય આંકાયું તો તે ચાંદીના પચાસ હજાર સિક્કા જેટલું થયું.


આમ, ખ્રિસ્તે આવીને તમ બિનયહૂદીઓ, જેઓ ઈશ્વરથી ઘણા દૂર હતા; અને યહૂદીઓ, જેઓ ઈશ્વરની નજદીક હતા, એ સૌને શુભસંદેશનો પ્રચાર કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan