Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 15:4 - પવિત્ર બાઇબલ C.L.

4 “ધારો કે તમારામાંના કોઈની પાસે સો ઘેટાં હોય અને તેમાંનું એક ખોવાઈ જાય, તો તે શું કરશે? તે બાકીનાં નવ્વાણું ઘેટાંને ટેકરી પર ચરતાં મૂકીને પેલું ખોવાયેલું ઘેટું મળે ત્યાં સુધી તેની શોધ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 “તમારામાં એવું ક્યું માણસ હોય કે, જો તેને સો ઘેટાં હોય, અને તેઓમાંનું એક ઘેટું ખોવાયું હોય, તો પેલાં નવ્વાણુંને અરણ્યમાં મૂકીને ખોવાયેલું મળે ત્યાં સુધી તે તેની શોધમાં નહિ જાય?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ‘જો કોઈ માણસ પાસે સો ઘેટાં હોય, અને એ સો ઘેટાંમાંથી એક ઘેટું ખોવાય, તો શું તે પેલાં બાકીનાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવયેલું ઘેટું મળે નહિ ત્યાં સુધી તેની શોધમાં નહિ જાય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “ધારોકે તમારામાંના કોઈ એક પાસે 100 ઘેટાં છે, પણ તેઓમાનું એક ખોવાઇ જાય છે. પછી તે બીજા 99 ઘેટાં એકલાં મૂકીને ખોવાયેલા ઘેટાંને શોધવા નીકળશે. તે માણસ જ્યાં સુધી તે ખોવાયેલું ઘેટું પાછું નહિ મળે ત્યાં સુધી તેની શોધ ચાલુ રાખશે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 15:4
19 Iomraidhean Croise  

જો હું ભૂલાં પડેલાં ઘેટાંની જેમ ભટકી જાઉં; તો તમે તમારા આ સેવકને શોધી કાઢજો; કારણ, હું તમારી આજ્ઞાઓ વીસરી ગયો નથી.


આપણે સૌ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ. આપણે સૌ પોતપોતાને માર્ગે વળી ગયા છીએ. પ્રભુએ તેને શિરે આપણા સૌના અન્યાય મૂક્યા છે.


પહાડીપ્રદેશના નગરોમાં, શફેલા પ્રદેશનાં નગરોમાં, દક્ષિણ યહૂદિયાના નેગેબ પ્રદેશમાં, બિન્યામિન કુળના પ્રદેશમાં, યરુશાલેમની આસપાસનાં ગામોમાં અને યહૂદિયાનાં નગરોમાં ઘેટાંપાલકો હાથમાં લાકડી રાખીને ફરીથી પોતાનાં ઘેટાંની ગણતરી કરશે. હું પ્રભુ આ બોલું છું.”


પ્રભુ કહે છે, “મારા લોકો તો ભરવાડોએ પર્વતો પર રઝળતા મૂકી દીધેલાં અને તેથી ભૂલાં પડેલાં ઘેટાં જેવા છે. એક પર્વત પરથી બીજા પર્વત પર તેઓ ભટક્તા ફર્યાં છે.


હું ખોવાઇ ગયેલાંઓને શોધીશ, ભટકી ગયેલાંને પાછાં લાવીશ, ઘાયલ થયેલાંઓને પાટાપિંડી કરીશ, બીમારને સાજાં કરીશ, પણ પુષ્ટ તથા બળવાનનો હું નાશ કરીશ. કારણ, હું યોગ્ય રીતે મારાં ઘેટાંનું પોષણ કરીશ.


“તમે મારા ઘેટાં છો, હું તમારો ઘેટાંપાળક છું. તમે મારી પ્રજા છો અને હું તમારો ઈશ્વર છું.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.


તમે દૂબળાંને બેઠાં કર્યા નથી, બીમારની સારવાર કરીને તેમને સાજાં કર્યા નથી, ઘાયલ થયેલાંને પાટા બાંયા નથી, ભટકી ગયેલાંને પાછાં લાવ્યા નથી કે ખોવાઇ ગયેલાંને શોયાં નથી. ઊલટું, તમે તો તેમના પર બળજબરી અને સખતાઈથી શાસન કરો છો.


પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઇને કહે છે કે મારાં ઘેટાં શિકાર થઇ પડયાં છે, તેઓ જંગલી પ્રાણીઓનો ભક્ષ બન્યાં છે, કારણ, તેમનો કોઇ પાળક નથી. વળી, મારાં પાળકોએ મારાં ઘેટાંની શોધ કરી નથી. તેમણે મારાં ઘેટાંનું પોષણ કરવાને બદલે માત્ર પોતાનું જ પેટ ભર્યું છે.


ઈસુએ જવાબ આપ્યો, ધારો કે તમારી પાસે એક ઘેટું હોય અને વિશ્રામવારે તે ઊંડા ખાડામાં પડી જાય, તો શું તમે તેને તેમાંથી બહાર નહીં કાઢો?


ઈસુએ તેને જવાબ આપ્યો, “ઓ દંભીઓ! તમે બધા પોતાનો બળદ અથવા ગધેડું ગભાણમાંથી છોડીને તેને પાણી પીવડાવવા વિશ્રામવારે લઈ જતા નથી?


તેથી ઈસુએ તેમને આ ઉદાહરણ આપ્યુ.


કારણ, માનવપુત્ર ખોવાયેલું શોધવા તથા બચાવવા આવ્યો છે.”


હે મારા મિત્ર, શું તું બીજાનો ન્યાય કરવા બેસે છે? તું ગમે તે કેમ ન હોય, તું પોતાનો બચાવ કરી શકે તેમ નથી. કારણ, તું જેમાં બીજાનો ન્યાય કરે છે, તેમાં જ તું તારી જાતને પણ દોષિત ઠરાવે છે. તેઓ જે કરે છે, તે તું પણ કરે છે.


તમે તો માર્ગ ભૂલેલાં ઘેટાંના જેવા હતા. પણ હવે તમે તમારા આત્માના ઘેટાંપાળક અને રક્ષકની પાસે પાછા વળ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan