Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 15:20 - પવિત્ર બાઇબલ C.L.

20 પછી તે ઊઠીને પોતાના પિતાજીની પાસે જવા ઊપડયો. હજુ તો તે ઘરથી દૂર હતો એવામાં તેના પિતાએ તેને જોયો; તેના પિતાનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. તે દોડીને પોતાના પુત્રને ભેટી પડયો અને તેને ચુંબન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો. અને તે હજી ઘણે દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, અને તેને દયા આવી, અને દોડીને તેને ભેટ્યો, અને તેને ચૂમીઓ કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો, અને તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, તેમને અનુકંપા આવી, અને તેના પિતા દોડીને તેને ભેટ્યા તથા તેને ચુંબન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 પછી તે છોકરો દેશ છોડીને તેના પિતા પાસે ગયો. “જ્યારે તે દીકરો તો ઘણો દૂર હતો એટલામાં, તેના પિતાએ તેને આવતા જોયો. તેના દીકરા માટે પિતા દુ:ખી થયો. તેથી તે તેના તરફ દોડ્યો તે તેને ભેટ્યો અને પુત્રને ચૂમીઓ કરી.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 15:20
22 Iomraidhean Croise  

પણ એસાવ તેને મળવા દોડયો, ને તેને ભેટી પડયો ને તેને ગળે વળગીને ચુંબન કર્યું, અને બન્‍ને ભાઈઓ રડયા.


પછી તે પોતાના ભાઈ બિન્યામીનના ગળે વળગી પડીને રડયો, અને બિન્યામીન પણ તેને વળગીને રડયો.


ત્યારે યોસેફ પોતાનો રથ તૈયાર કરાવીને પોતાના પિતા ઇઝરાયલને મળવા ગોશેન ગયો. યાકોબને મળતાં જ યોસેફ તેના પિતા યાકોબને ગળે વળગી પડયો અને તેને ભેટીને લાંબો વખત રડયો.


તેથી યોઆબે દાવિદ રાજા પાસે જઈને આબ્શાલોમે કહેલી વાત જણાવી. રાજાએ આબ્શાલોમને બોલાવ્યો એટલે તે ગયો અને ભૂમિ પર શિર ટેકવીને તેણે રાજાને પ્રણામ કર્યાં. રાજાએ તેને ચુંબન કરીને આવકાર્યો.


પરંતુ હે પ્રભુ, તમે રહેમી અને દયાળુ છો; કોપ કરવામાં ધીમા તેમજ પ્રેમ અને વિશ્વાસુપણાથી ભરપૂર છો.


હે પ્રભુ, તમે ભલા અને ક્ષમાશીલ છો; તમને અરજ કરનાર સર્વ પ્રત્યે તમે અસીમ પ્રેમ દર્શાવો છો.


તેથી પ્રભુ કહે છે, “શું માતા પોતાના ધાવણા બાળકને ભૂલી જાય? શું તે પોતાના પેટના સંતાનને વહાલ ન કરે? કદાચ, માતા પોતાના બાળકને વીસરી જાય, પણ હું તને કદી ભૂલી જઈશ નહિ.


મેં તેમનું વર્તન જોયું છે, છતાં હું તેમને સાજા કરીશ. હું તેમને દોરવણી આપીશ અને તેમને સાંત્વન આપીશ. હું શોક કરનારાઓના હોઠે સ્તુતિનાં ફળ ઉત્પન્‍ન કરીશ.


એફ્રાઈમ કુળના લોકો મારે માટે લાડીલા પુત્ર સમાન છે, તે મારે માટે પ્રિય બાળક સમાન છે. જેટલીવાર મારે તેમને ધમકી આપવી પડે છે, તેટલીવાર મને એ યાદ આવે છે. તેથી તેમને માટે મારું દિલ ઝૂરે છે, અને હું જરૂર તેમના પર રહેમ દાખવીશ. હું પ્રભુ પોતે કહું છું.


હે એફ્રાઈમ, હું તને કેવી રીતે તજી દઈ શકું? હું તને કેવી રીતે તરછોડું? આદમા નગરના જેવો તમારો નાશ કરું? અથવા તારા પ્રત્યે સબોઈમના જેવો વર્તાવ કરું? મારું મન મને એમ કરવા દેશે નહિ. કારણ, તમારા પ્રત્યેનો મારો પ્રેમ પ્રબળ છે.


હવે હું તમારો પુત્ર કહેવડાવવાને યોગ્ય રહ્યો નથી; મને તમારા નોકરોમાંના એકના જેવો ગણો.’


પુત્રએ કહ્યું, ‘પિતાજી, મેં ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હવે હું તમારો પુત્ર કહેવડાવવાને યોગ્ય રહ્યો નથી.’


કારણ, ઈશ્વરનું વરદાન તમારે માટે, તમારાં બાળકો માટે, અને જેઓ દૂર છે, કે જેમને આપણા ઈશ્વરપિતા પોતાની તરફ બોલાવશે તે બધાંને માટે છે.”


સૌ તેને ભેટીને ચુંબન કરી વિદાય આપતાં રડતા હતા.


પણ હવે ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધને લીધે તમે જેઓ પ્રથમ ઘણા દૂર હતા તેમને ખ્રિસ્તના રક્ત દ્વારા નજીક લાવવામાં આવ્યા છે.


આમ, ખ્રિસ્તે આવીને તમ બિનયહૂદીઓ, જેઓ ઈશ્વરથી ઘણા દૂર હતા; અને યહૂદીઓ, જેઓ ઈશ્વરની નજદીક હતા, એ સૌને શુભસંદેશનો પ્રચાર કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan