Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 15:18 - પવિત્ર બાઇબલ C.L.

18 હું ઊઠીને મારા પિતાજી પાસે જઈશ અને તેમને કહીશ, “પિતાજી, મેં ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 હું અહીંથી ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં આકાશ સામે તથા તમારી આગળ પાપ કર્યું છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 હું ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 હું અહીંથી ઊઠીને મારા પિતા પાસે જઇશ. હું તેને કહીશ: પિતા, મેં દેવ સામે અને તારી સામે પાપ કર્યુ છે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 15:18
36 Iomraidhean Croise  

રાજાની પ્રાર્થના અને ઈશ્વરે આપેલો તેનો જવાબ અને પશ્ર્વાતાપ કર્યા પહેલાં તેણે કરેલાં પાપ અને દુરાચારની વિગતો, તેણે બનાવેલાં પૂજાનાં ઉચ્ચસ્થાનો અને અશેરાની પ્રતિમાઓ, તેની મૂર્તિપૂજા એ બધું સંદેશવાહકોના ઇતિહાસમાં લખેલું છે.


હે પ્રભુ, તમારા નામની ખાતર મારા મોટા અપરાધની મને ક્ષમા આપો.


બાળકને શિસ્તમાં રાખતાં ખચકાઈશ નહિ; તું એને સોટીથી શિક્ષા કરીશ તો એથી તે કંઈ મરી જશે નહિ.


તમે અમારા પિતા છો; જો કે અમારા પૂર્વજ અબ્રાહામ અમને ઓળખતા નથી અને ઇઝરાયલ અમારો સ્વીકાર ન કરે, તોપણ હે પ્રભુ, તમે અમારા પિતા છો. છેક જૂના જમાનાથી “અમારા ઉદ્ધારક” એ જ તમારું નામ છે.


“મેં મારા મનમાં વિચાર્યું: હું ઇઝરાયલને પુત્રો તરીકે સ્વીકારવા કેવો તત્પર છું! હું તેમને વારસામાં સર્વ પ્રજાઓમાં સર્વોત્તમ અને રળિયામણો દેશ આપીશ. તેથી મેં કહ્યું: ‘તમે મને પિતા કહો, મને સદા અનુસરો અને મારો ત્યાગ કરશો નહિ’.


એફ્રાઈમ કુળના લોકો મારે માટે લાડીલા પુત્ર સમાન છે, તે મારે માટે પ્રિય બાળક સમાન છે. જેટલીવાર મારે તેમને ધમકી આપવી પડે છે, તેટલીવાર મને એ યાદ આવે છે. તેથી તેમને માટે મારું દિલ ઝૂરે છે, અને હું જરૂર તેમના પર રહેમ દાખવીશ. હું પ્રભુ પોતે કહું છું.


આપણે આધીન થઈને નમી જવું જોઈએ, એથી કદાચ આપણે માટે આશા હોય પણ ખરી.


આપણે આપણા માર્ગો તપાસીએ તથા પારખીએ અને પ્રભુ તરફ પાછા ફરીએ.


દૂતે ઠૂંઠાને જમીનમાં રહેવા દેવાનો હુકમ કર્યો હતો. એનો એ અર્થ છે કે ઈશ્વર સમસ્ત દુનિયા પર રાજ કરે છે એવું તમે કબૂલ કરો તે પછી તમે ફરીથી રાજા બનશો.


મેં કહ્યું: મને તમારી હાજરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, ત્યારે શું હું તમારું પવિત્ર મંદિર ફરી જોઈ શકીશ?


કદાચ, ઈશ્વર પોતાનો વિચાર બદલે, તેમનો કોપ અટકાવે અને આપણે નાશમાંથી ઊગરી જઈએ.”


તેઓએ પોતાનાં પાપની કબૂલાત કરી અને યોહાને તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.


જો તમે બીજાઓના અપરાધ માફ કરશો તો આકાશમાંના તમારા ઈશ્વરપિતા પણ તમને માફ કરશે.


માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: આકાશમાંના અમારા ઈશ્વરપિતા, તમારા પવિત્ર નામનું સન્માન થાઓ.


આમ, દુષ્ટ હોવા છતાં તમે તમારાં બાળકોને સારી વસ્તુઓ આપી જાણો છો, તોપછી તમારા આકાશમાંના ઈશ્વરપિતા જેઓ તેમની પાસે માગણી કરે છે તેમને તેથી વધારે સારી બાબતો નહીં આપે?


ઈસુએ તેમને કહ્યું, “જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે કહો કે, હે પિતાજી, તમારા પવિત્ર નામનું સન્માન થાઓ, તમારું રાજ્ય આવો,


પછી તેને ભાન થયું, અને તે બોલ્યો, ‘મારા પિતાજીના કેટલા બધા નોકરોને તેઓ ખાઈ શકે તે કરતાં વિશેષ મળે છે, અને અહીં હું ભૂખે મરવા પડયો છું!’


હવે હું તમારો પુત્ર કહેવડાવવાને યોગ્ય રહ્યો નથી; મને તમારા નોકરોમાંના એકના જેવો ગણો.’


પુત્રએ કહ્યું, ‘પિતાજી, મેં ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હવે હું તમારો પુત્ર કહેવડાવવાને યોગ્ય રહ્યો નથી.’


પણ નાકાદારે દૂર ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી નહિ કરતાં છાતી કૂટીને કહ્યું, ‘હે ઈશ્વર, મુજ પાપી પર દયા કરો!”


Lean sinn:

Sanasan


Sanasan