Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 15:17 - પવિત્ર બાઇબલ C.L.

17 પછી તેને ભાન થયું, અને તે બોલ્યો, ‘મારા પિતાજીના કેટલા બધા નોકરોને તેઓ ખાઈ શકે તે કરતાં વિશેષ મળે છે, અને અહીં હું ભૂખે મરવા પડયો છું!’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે, ‘મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે, અને હું તો અહીં ભૂખે મરું છું!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 એવામાં તે ભાનમાં આવ્યો અને તેને થયું કે, મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે ને હું તો અહીં ભૂખે મરું છું!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 “તે છોકરાએ અનુભવ્યું કે તે ઘણો મૂર્ખ હતો. તેણે વિચાર્યુ, ‘મારા પિતાને ઘરે બધા નોકરો પાસે પુષ્કળ ખાવાનું છે, પણ હું અહીં ભૂખે મરું છું કારણ કે મારી પાસે કશુંય ખાવાનું નથી.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 15:17
19 Iomraidhean Croise  

જ્યારે મેં મારા વર્તન વિષે વિચાર કર્યો, ત્યારે હું તમારાં સાક્ષ્યવચનો પ્રતિ વળ્યો છું.


જાગતાંવેંત જેમ સ્વપ્નનો આભાસ ભૂલી જવાય છે, તેમ હે પ્રભુ, તમે જાગશો ત્યારે દુષ્ટોને તમારી સ્મૃતિમાંથી દૂર કરશો.


આ પૃથ્વી પર જે કંઈ થાય છે તેમાં આ જ મોટું અનિષ્ટ છે કે સૌનું ભાવિ એક જ છે. મનુષ્યોનાં હૃદય ભૂંડાઈથી ભરેલાં હોય છે. જિંદગીભર તેમનાં હૃદયોમાં બેવકૂફી હોય છે અને પછી તેઓ મૃત્યુ પામે છે.


અમે તમારો ત્યાગ કર્યો હતો, પણ હવે અમે પસ્તાવો કરીને તમારી પાસે પાછા આવ્યા છીએ. અમને સમજણ આવ્યા પછી ખૂબ શરમ લાગી, અમારી યુવાન વયનાઅપરાધોને લીધે હવે અમને શરમ લાગે છે અને લજ્જા આવે છે.’


નિર્જન ખંડિયેર બની ગયેલું યરુશાલેમ પોતાના પ્રાચીન વૈભવને સંભારે છે. શત્રુઓએ સિયોનનો વિનાશ કર્યો ત્યારે તેની મદદ કરનાર કોઈ નહોતું. તેના પતનને લીધે તેના વિજેતાઓ તેની હાંસી ઉડાવે છે.


પોતાના અપરાધોનું ભાન થતાં તે પાપ કરવાનું મૂકી દે તો તે નક્કી જીવતો રહેશે અને માર્યો જશે નહિ.


તે પોતાના આશકો પાછળ પડશે, પણ તેઓ સુધી પહોંચી શકશે નહિ. તે તેમને શોધશે પણ તેઓ જડશે નહિ. પછી તે કહેશે, ‘હું મારા પ્રથમ પતિ પાસે પાછી જઈશ, કારણ, અત્યારનાં કરતાં હું ત્યારે વધારે સુખી હતી.’


જે શિંગો ભૂંડો ખાતાં હતાં તે ખાઈને પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું, પણ કોઈ તેને કંઈ ખાવાનું આપતું નહિ.


તે નરકમાં ખૂબ પીડા ભોગવતો હતો; અને તેણે ઊંચું જોયું તો દૂર દૂર અબ્રાહામને અને તેમની નજીક લાઝરસને બેઠેલા જોયા.


તેઓ ઈસુ પાસે આવ્યા અને જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા હતા તેને ઈસુને ચરણે વસ્ત્ર પહેરીને સ્વસ્થ મને બેઠેલો જોયો; અને તેઓ બધા ભયભીત થયા.


પછી શું થયું હતું તેની પિતરને ખબર પડી. તેણે કહ્યું, “હવે મને ખબર પડી કે, એ બધું વાસ્તવિક હતું! પોતાના દૂતને મોકલીને પ્રભુએ મને હેરોદના હાથમાંથી તેમ જ મારા પર જે કંઈ વીતવાની યહૂદી લોકો રાહ જોતા હતા તે બધાથી બચાવ્યો છે.”


એ સાંભળીને લોકોનાં હૃદય વીંધાઈ ગયાં, અને તેમણે પિતર તથા અન્ય પ્રેષિતોને પૂછયું, “ભાઈઓ, અમે શું કરીએ?”


કારણ, જે સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે તે પ્રકાશમય બની જાય છે. તેથી જ કહ્યું છે કે, “ઓ ઊંઘનાર જાગ, અને મરણમાંથી સજીવન થા! એટલે ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.”


Lean sinn:

Sanasan


Sanasan