Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 15:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તેથી તે તે દેશના કોઈ એક નાગરિકને ત્યાં ક્મ કરવા રહ્યો. તેણે તેને ભૂંડોની દેખભાળ રાખવા પોતાના ખેતરમાં મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેથી તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા માટે તેને મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો; તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચરવા માટે તેને મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેથી તે કામ શોધવા ગયો અને તે દેશમાં તે લોકોમાંના એક માણસને ત્યાં તેને કામ મળ્યું. તે માણસે તે દીકરાને ખેતરમાં ભૂંડો ચરાવવા મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 15:15
27 Iomraidhean Croise  

આહાઝ રાજા પોતાના સંકટના સમયમાં પણ પ્રભુ વિરુદ્ધ વધારે ને વધારે પાપ કરતો રહ્યો.


તેથી મોશે તથા આરોને ફેરો પાસે જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે. ‘ક્યાં સુધી તું મને આધીન થવાનો ઇનકાર કરીશ? મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે.


તમે શા માટે વિદ્રોહ કર્યા કરો છો? શું હજી તમારે વધારે સજા ભોગવવી છે? આખું માથું તો સડી ગયું છે! વળી, હૃદય પણ નિર્ગત છે.


તેમના લોભના પાપને લીધે હું તેમના પર ગુસ્સે થયો હતો. મેં તેમને શિક્ષા કરી અને હું તેમનાથી વિમુખ થયો. પણ તેમણે તો પોતાના મનફાવ્યા માર્ગે જ ચાલવાનું ચાલુ રાખ્યું.


પછી મેં કહ્યું, “પણ પ્રભુ તમારી આંખો સત્યતા પર મંડાયેલી છે. તમે તેમને માર્યા, પણ તેઓ દુ:ખી થયા નથી. તમે તેમને કચડયા પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી. તેઓ પથ્થરદિલ થઈને તમારી તરફ પાછા ફરવાની ના પાડે છે.”


તારે તો તારાં કૃત્યો માટે લજ્જિત થવું જોઈએ. તારી બહેનોનાં પાપની સરખામણીમાં તારાં પાપ એટલાં અધમ છે કે તેઓ નિર્દોષ લાગે. તું તારી બહેનોને પણ બિનગુનેગાર ઠરાવે તેવી છે. તેથી તારે લજવાવું પડશે અને ફજેત થવું પડશે.”


હું તારા સર્વ દુરાચારની તને ક્ષમા આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને શરમને કારણે તારું મોં પણ ઉઘાડી શકશે નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


હું તને તુચ્છકારથી જોઈશ અને ગંદકીથી ભરી દઈશ. લોકો તને જોઈને ભયભીત થઈ જશે.


તમે મારી ઇચ્છાને આધીન થતા નથી અને શિક્ષણ આપવામાં તમે મારા લોકો પ્રત્યે સમાન વર્તન દાખવતા ન હોઈ, હું એવું કરીશ કે ઇઝરાયલી લોકો તમારો તિરસ્કાર કરશે.”


પવિત્ર વસ્તુ કૂતરાંની આગળ ન નાખો; તેઓ તો તમારી સામા થઈને ફાડી ખાશે. વળી, તમારાં મોતી ભૂંડની આગળ વેરશો નહિ; તેઓ તો તેને પગ તળે ખૂંદશે.


થોડા જ દિવસો પછી નાના પુત્રે મિલક્તનો પોતાનો ભાગ વેચી દીધો અને તેમાંથી મળેલા પૈસા લઈ ઘેરથી જતો રહ્યો. તે દૂર દેશમાં ચાલ્યો ગયો; અને ત્યાં ભોગવિલાસમાં પોતાના બધા પૈસા વેડફી માર્યા.


તેની પાસે જે હતું તે બધું તેણે ખર્ચી નાખ્યું, પછી તે દેશમાં કારમો દુકાળ પડયો, અને તેની પાસે કંઈ રહ્યું નહિ.


જે શિંગો ભૂંડો ખાતાં હતાં તે ખાઈને પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું, પણ કોઈ તેને કંઈ ખાવાનું આપતું નહિ.


પણ હવે તમે પાપથી મુક્ત થયા છો અને ઈશ્વરના ગુલામ બન્યા છો. એમ તમારું જીવન પ્રભુને સંપૂર્ણપણે સોંપાયેલું છે, અને પરિણામે તમને સાર્વકાલિક જીવન મળે છે.


કારણ, એકવાર આપણે પણ મૂર્ખ, અનાજ્ઞાંક્તિ અને ખોટે માર્ગે હતા; સર્વ પ્રકારની વાસનાઓ અને મોજશોખના ગુલામ હતા. આપણે આપણો સમય ઈર્ષા અને અદેખાઈ કરવામાં ગાળ્યો. બીજાઓએ આપણી નિંદા કરી તો આપણે પણ તેમની નિંદા કરી.


Lean sinn:

Sanasan


Sanasan