Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 15:10 - પવિત્ર બાઇબલ C.L.

10 એ જ પ્રમાણે હું તમને કહું છું કે, “પસ્તાવો કરતા એક પાપીને લીધે ઈશ્વરના દૂતો આનંદ કરે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હું તમને કહું છું કે તેમ જ એક પાપી પસ્તાવો કરે, તેને લીધે ઈશ્વરના દૂતોની સમક્ષ હર્ષ થાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હું તમને કહું છું કે એ જ પ્રમાણે એક પાપી પસ્તાવો કરે, તેને લઈને ઈશ્વરના સ્વર્ગદૂતોની સમક્ષ આનંદ થાય છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તે જ પ્રમાણે, જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે દેવના દૂતો આનંદ કરે છે.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 15:10
23 Iomraidhean Croise  

પ્રભુ પરમેશ્વર પૂછે છે: “શું કોઇ દુષ્ટના મોતથી મને આનંદ થાય? મને તો તે પોતાના પાપથી વિમુખ થાય અને જીવતો રહે તો જ આનંદ થાય.


પ્રભુ પરમેશ્વર કહે છે કે કોઇના મોતથી મને આનંદ થતો નથી; તેથી તમારાં પાપથી પાછા ફરો અને જીવતા રહો.”


તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઈને કહે છે કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી. હું તો ઇચ્છું કે તે પોતાનું દુરાચરણ છોડી દે અને જીવે. હે ઇઝરાયલીઓ, ફરો; તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો. તમે શા માટે મરવા માંગો છો?


જે જાહેર રીતે મારો સ્વીકાર કરે છે તેનો સ્વીકાર હું આકાશમાંના મારા ઈશ્વરપિતા સમક્ષ કરીશ.


તમે આ નાનાઓમાંથી કોઈને તુચ્છ ગણવા વિષે સાવધ રહેજો! તેમના દિવ્ય દૂતો હંમેશાં આકાશમાંના મારા ઈશ્વરપિતાની રૂબરૂ સતત તહેનાતમાં હોય છે.


તે જ પ્રમાણે તમારા આકાશમાંના ઈશ્વરપિતા આ નાનાઓમાંથી એક પણ ખોવાઈ જાય તેવું ઇચ્છતા નથી.


“હું તમને કહું છું: જે કોઈ જાહેરમાં એવું કબૂલ કરે કે, હું ખ્રિસ્તનો છું, તો માનવપુત્ર પણ ઈશ્વરના દૂતો સમક્ષ તેનો સ્વીકાર કરશે;


પણ જે કોઈ જાહેરમાં એવું કબૂલ કરે કે, હું ખ્રિસ્તનો નથી, તો માનવપુત્ર પણ ઈશ્વરના દૂતો સમક્ષ તેનો ઇનકાર કરશે.


ના! હું તમને કહું છું કે જો તમે તમારાં પાપથી પાછા નહિ ફરો, તો તેમની માફક તમે પણ નાશ પામશો.”


ઈસુએ વધુમાં કહ્યું, “એક માણસને બે પુત્રો હતા.


એ જ પ્રમાણે હું તમને કહું છું કે જેમને પસ્તાવાની જરૂર જણાતી નથી, એવા નેકીવાન ગણાતા નવ્વાણું માણસો કરતાં પસ્તાવો કરતા એક પાપીને લીધે આકાશમાં વિશેષ આનંદ થશે.


જ્યારે તે તેને મળશે, ત્યારે તે પોતાની બહેનપણીઓને અને પડોશીઓને એકઠાં કરશે અને તેમને કહેશે, ‘મારો ખોવાઈ ગયેલો સિક્કો મને પાછો મળ્યો છે તેથી મને ઘણો આનંદ થાય છે. તમે પણ મારી સાથે આનંદ કરો.’


તેથી હું તને કહું છું કે જે મહાન પ્રેમ તેણે દર્શાવ્યો તે તો તેનાં ઘણાં પાપ માફ કરાયાં છે તેની સાબિતી છે. પણ જેનું ઓછું માફ થાય છે, તે પ્રેમ પણ ઓછો કરે છે.”


એ સાંભળીને તેઓ ટીકા કરતા બંધ થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા, “તો તો ઈશ્વરે બિનયહૂદીઓને પણ પોતાનાં પાપથી પાછા ફરીને નવું જીવન પામવાની તક આપી છે.”


પણ તે રાત્રે પ્રભુના દૂતે જેલના દરવાજા ખોલી નાખ્યા અને પ્રેષિતોને બહાર લઈ જઈને કહ્યું,


ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થતો ખેદ દયપરિવર્તન લાવીને ઉદ્ધાર તરફ દોરી જાય છે અને તેમાં પાછળથી પસ્તાવું પડતું નથી; પણ દુન્યવી ખેદ મરણ નિપજાવે છે.


કદાચ, ઓનેસિમસ થોડો સમય તારાથી દૂર રહ્યો એ માટે કે તે તારી પાસે સદા રહેવાને પાછો આવે.


તો પછી દૂતો કોણ છે? તેઓ તો ઈશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને ઈશ્વરે તેમને ઉદ્ધાર મેળવનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan