Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 13:27 - પવિત્ર બાઇબલ C.L.

27 ત્યારે તે ફરીથી કહેશે, ‘તમે ક્યાંના છો તે હું જાણતો નથી. ઓ સર્વ દુરાચારીઓ, મારાથી દૂર જાઓ!’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 તે તમને કહેશે કે, ‘હું તમને કહું છું કે, તમે ક્યાંના છો એ હું જાણતો નથી રે અન્યાય કરનારા, તમે સર્વ મારી પાસેથી જાઓ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પણ તે કહેશે કે, હું તમને કહું છું કે, તમે ક્યાંનાં છો એ હું જાણતો નથી; હે અન્યાય કરનારાઓ, તમે લોકો મારી પાસેથી દૂર જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 પછી તે તમને કહેશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો? મારી પાસેથી ચાલ્યા જાઓ! તમે બધાજ લોકો ખોટું કરો છો!’

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 13:27
15 Iomraidhean Croise  

કારણ, પ્રભુ નેકજનોના માર્ગની દેખરેખ રાખે છે, પરંતુ દુષ્ટોનો માર્ગ તેમને વિનાશ તરફ લઈ જશે.


આપણા દેશમાંથી હું દુષ્ટોનો પશુઓની જેમ નાશ કરીશ; હું સર્વ દુરાચારીઓનો પ્રભુના નગરમાંથી નાશ કરીશ.


હે દુરાચારીઓ, મારાથી દૂર હટો; જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળી શકું.


જ્યારે તમે દુષ્ટોને શિક્ષા કરો, ત્યારે તમારા માર્ગનો ત્યાગ કરનાર સૌને પણ શિક્ષા કરજો. ઇઝરાયલના લોકનું કલ્યાણ થાઓ!


જેઓ પડોશી સાથે મોંએ મીઠું બોલે પણ હૃદયમાં કપટ રાખે એવા દુષ્ટો અને દુરાચારીઓ સાથે મને હડસેેલી દેશો નહિ.


તમે જૂઠું બોલનારાઓને નષ્ટ કરો છો; હે પ્રભુ, તમે ઘમંડી અને દગાબાજ લોકોને ધિક્કારો છો.


હે દુરાચારીઓ, મારાથી દૂર જાઓ, કારણ, પ્રભુએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.


અને જો કે તેઓ બાળકો ઉછેરે તો હું તેમને ઉપાડી લઈશ અને એકેય જીવતું બચશે નહિ. હું આ લોકોને તરછોડી દઈશ ત્યારે તેમની દુર્દશા થશે.”


પણ વરરાજાએ જવાબ આપ્યો, ’ના રે ના, હું તમને ઓળખતો જ નથી.’


ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, ’તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર થાઓ. શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો.


ઘરનો માલિક ઊભો થઈને બારણું બંધ કરશે; પછી જ્યારે તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવશો અને કહેશો, ‘સાહેબ અમારે માટે બારણું ખોલો,’ ત્યારે તે જવાબ આપશે, ‘તમે ક્યાંના છો તે હું જાણતો નથી!’


પણ જો તે ઈશ્વર પર પ્રેમ કરે છે તો ઈશ્વર તેને ઓળખે છે.


પણ હવે તમે ઈશ્વરને ઓળખો છો, અથવા હું કહીશ કે ઈશ્વર તમને ઓળખે છે. તો પછી તમે નબળા અને કંગાલ એવા દુનિયાદારીના તાત્વિક સિદ્ધાંતોને કેમ અનુસરવા ચાહો છો? તમે ફરીવાર તેમના ગુલામ કેમ બનવા માગો છો?


પણ ઈશ્વરે નાખેલો મજબૂત પાયો હલાવી શકાય નહિ. તેના પર આ શબ્દો લખેલા છે: “પ્રભુ પોતાના લોકને ઓળખે છે અને ખ્રિસ્તનું નામ લઈને પોતે તેમનો છે એવું કહેનારે ભૂંડાઈથી દૂર રહેવું જોઈએ.”


Lean sinn:

Sanasan


Sanasan