Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 12:48 - પવિત્ર બાઇબલ C.L.

48 પણ જે નોકર પોતાનો શેઠ શું ઇચ્છે છે તે જાણતો નથી અને કંઈક શિક્ષા થાય તેવું કરી બેસે તો તેને હળવી શિક્ષા થશે. જેને વધુ આપવામાં આવે છે, તેની પાસેથી વધારેની અપેક્ષા રખાય છે. જે માણસને પુષ્કળ આપવામાં આવે છે તેની પાસેથી ઘણું માગવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 પણ જેણે અજાણતાં ફટકા યોગ્ય કામ કર્યું હશે, તે થોડો જ માર ખાશે. જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માગવામાં આવશે. અને જેને ઘણું સોપેલું છે, તેની પાસેથી વધારે માગવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 પણ જેણે વગર જાણે ફટકા યોગ્ય કામ કર્યું હશે, તે થોડો માર ખાશે. અને જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માંગવામાં આવશે, અને જેને ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માંગવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

48 પણ તે દાસોનું શું કે જેઓ તેમના ધણી શું ઈચ્છે છે તે જાણતા નથી? તે દાસ શિક્ષા થાય તેવાં જ કામ કરે છે. પણ જે દાસો તેમને શું કરવાનું છે તે જાણે છે તેના કરતા તેને ઓછી શિક્ષા થશે. જે વ્યક્તિને વધારે આપવામાં આવ્યું હશે તે વધારે હોવા માટે પણ જવાબદાર થશે. જે વ્યક્તિ પાસેથી વધારે અપેક્ષા રાખવામાં આવશે ત્યારે તેની પાસેથી વધારે માંગણી કરવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 12:48
21 Iomraidhean Croise  

“જો કોઈ માણસ અજાણતાં પ્રભુની આજ્ઞા તોડી પાપ કરી દોષ લાવે તો તેણે પાપની સજા ભોગવવી પડશે.


પણ જો એક વ્યક્તિ અજાણતાં પાપ કરે તો તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક વર્ષની બકરીનું અર્પણ ચઢાવવું.


જે માણસની પાસે કંઈક છે, તેને વધારે આપવામાં આવશે, જેથી તેની પાસે પુષ્કળ થશે. પણ જેની પાસે કંઈ નથી, તેની પાસે જે થોડું છે તે પણ લઈ લેવામાં આવશે.


ચઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે વિધવાઓનાં ઘર લૂંટી લો છો અને પછી લાંબી લાંબી પ્રાર્થનાઓ દ્વારા દેખાવ કરો છો. આ બધાને લીધે તમને સખત સજા થશે.]


પિતરે કહ્યું, “પ્રભુ, આ ઉદાહરણ તમે અમને ઉદ્દેશીને કહ્યું છે કે પછી બધાને માટે છે?”


“હું પૃથ્વી પર આગ સળગાવવા આવ્યો છું. જો તે સળગી ચૂકી હોય તો મારે બીજું શું જોઈએ?


તેણે તેને કહ્યું, ‘તારા વિષે હું આ બધું શું સાંભળું છું? મારી જે મિલક્તનો તું કારભાર કરે છે તેનો પૂરેપૂરો હિસાબ આપી દે, કારણ તું હવે મારા કારભારી તરીકે રહી શકે નહિ.’


જો હું આવ્યો ન હોત અને તેમને સમજાવ્યું ન હોત, તો તેમને પાપનો દોષ ન લાગત, પણ હવે તેમની પાસે તેમના પાપ વિષે કોઈ બહાનું રહ્યું નથી.


માણસના અજ્ઞાનપણાના સમયોમાં ઈશ્વરે એ ચલાવી લીધું, પણ હવે તે સર્વ જગ્યાએ વસતા માણસોને પોતાના બધા દુષ્ટ માર્ગોથી પાછા ફરવા આજ્ઞા કરે છે.


જો દોષિત વ્યક્તિ ફટકાની સજાને પાત્ર હોય તો ન્યાયાધીશ તેને ઊંધે માથે સુવડાવે અને પોતાની હાજરીમાં જ ફટકા મરાવે. ફટકાની સંખ્યા ગુનાના પ્રમાણમાં હોવી જોઈએ.


આ સાચું શિક્ષણ સ્તુત્ય ઈશ્વરના ગૌરવવંતા શુભસંદેશ પ્રમાણે છે અને એ શુભસંદેશ મને જાહેર કરવાનું જણાવાયું છે.


જો કે ભૂતકાળમાં હું તેમની નિંદા અને સતાવણી તેમજ તેમનું અપમાન કરતો હોવા છતાં તેમણે મને વિશ્વાસપાત્ર ગણીને તેમની સેવાને માટે મારી નિમણૂક કરી છે. મારા અવિશ્વાસને લીધે મેં અજ્ઞાનતામાં એ કર્યું હોવા છતાં ઈશ્વર મારા પ્રત્યે દયાળુ હતા અને આપણા પ્રભુએ મારા જીવનમાં તેમની કૃપા ભરપૂરીથી રેડી દીધી.


હે તિમોથી, તને જે સોંપવામાં આવ્યું છે તે જાળવી રાખજે. અધર્મી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી “જ્ઞાન” કહે છે તે વિષેની મૂર્ખતાભરી ચર્ચાઓથી દૂર રહે.


અને યોગ્ય સમયે તેમના સંદેશા મારફતે તે પ્રગટ કર્યું છે. મને આ સંદેશ સોંપવામાં આવેલો છે. આપણા ઉદ્ધારક ઈશ્વરની આજ્ઞા મળી હોવાથી હું તે જાહેર કરું છું.


મારા ભાઈઓ, તમારામાંથી ઘણાએ ઉપદેશક બનવું નહિ. કારણ, આપણ ઉપદેશકોનો ન્યાય બીજા કરતાં વધુ કડકાઈથી થશે તેની તો તમને ખબર છે.


Lean sinn:

Sanasan


Sanasan