Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 12:45 - પવિત્ર બાઇબલ C.L.

45 પણ જો તે નોકર પોતાના મનમાં કહે, ‘મારો શેઠ આવતાં વાર લગાડે છે,’ અને બીજાં નોકરો અને સ્ત્રી નોકરોને મારવા લાગે અને ખાઈપીને દારૂડિયો બને,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો ધણી આવતાં વાર લગાડે છે; અને દાસોને તથા દાસીઓને મારવા [માંડશે] , અને ખાવાપીવા તથા છાકટો થવા માંડશે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો માલિક આવતાં વાર લગાડે છે, અને દાસોને તથા દાસીઓને મરવા લાગશે, અને ખાવાપીવા અને છાકટો થવા લાગશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

45 “પણ જો દાસ દુષ્ટ હોય અને વિચારે કે તેનો ધણી જલદીથી પાછો આવશે નહિ, તો પછી શું બને? પેલો દાસ બીજા દાસો અને દાસીઓને મારવાનું શરૂ કરશે. તે ખાશે, પીશે અને છાકટો બનશે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 12:45
31 Iomraidhean Croise  

ઈશ્વરે જ તેમને સલામત રાખ્યા અને સદ્ધર કર્યા; પણ ઈશ્વરની આંખો સતત તેમની ચાલચલગત પર હોય છે.


“જુઓ, મેં તો તેમને જે સજા કરવાની છે તે લખી નાખી છે. હવે હું જંપીને બેસીશ નહિ, પણ તેમના અને તેમના પૂર્વજોના બધા અપરાધોનો ભર્યોપૂર્યો બદલો તેમના ખોળામાં જ વાળી આપીશ. કારણ, તેમણે પારકા દેવનાં ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળ્યો છે અને ડુંગરો પર મારી નિંદા કરી છે. તેમનાં એ અગાઉનાં બધાં ગામોનો પૂરો બદલો હું તેમના ખોળામાં જ માપી આપીશ.”


તેથી તેણે યર્મિયાને ફટકા મરાવીને મંદિરના ઉપલા બિન્યામીન દરવાજાએ તેના પગ લાકડાની હેડમાં પૂર્યા.


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકોમાં આ કહેવત ચાલે છે: ‘સમય તો વીતી જાય છે અને એકેય સંદર્શન સાચું પડતું નથી!”


પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઇને કહે છે કે મારાં ઘેટાં શિકાર થઇ પડયાં છે, તેઓ જંગલી પ્રાણીઓનો ભક્ષ બન્યાં છે, કારણ, તેમનો કોઇ પાળક નથી. વળી, મારાં પાળકોએ મારાં ઘેટાંની શોધ કરી નથી. તેમણે મારાં ઘેટાંનું પોષણ કરવાને બદલે માત્ર પોતાનું જ પેટ ભર્યું છે.


એક પોતાના ખેતરે ગયો, બીજો પોતાની દુકાને ગયો, જ્યારે બીજા કેટલાકે નોકરોને પકડયા અને માર મારીને મારી નાખ્યા.


હું તમને સાચે જ કહુ છું: શેઠ આ નોકરની હસ્તક પોતાની સર્વ સંપત્તિ મૂકશે.


તો પછી પેલો નોકર ધારતો ન હોય અને જાણતો ન હોય એવા સમયે તેનો શેઠ એક દિવસે પાછો આવશે. શેઠ તેના કાપીને ટુકડે ટુકડા કરી નાખશે; અને નાસ્તિકોના જેવા તેના હાલ કરશે.”


“સાવધ રહો! ખાવાપીવામાં અને આ જીવનની ચિંતાઓમાં તલ્લીન થઈ જતા નહિ, રખેને એ દિવસ તમારા પર અચાનક આવી પડે.


“બધા પ્રથમ ઉત્તમ દ્રાક્ષાસવ પીરસે છે અને મહેમાનો સારી પેઠે પી રહે પછી હલકો દ્રાક્ષાસવ પીરસે છે. પરંતુ તમે તો અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષાસવ રાખી મૂક્યો છે!”


હા, એ દિવસોમાં હું મારા સેવકો અને સેવિકાઓનો મારા આત્માથી અભિષેક કરીશ, અને તેઓ ઉપદેશ કરશે.’


જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ખ્રિસ્ત આપણા પ્રભુની સેવા કરતા નથી. પણ પોતાના પેટની પૂજા કરે છે તથા મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા લોકોનાં મન ભમાવે છે.


તમને તો કોઈ હુકમ કરે, તમારો લાભ ઉઠાવે, તમને સકંજામાં લે, તમારા પ્રત્યે ઘૃણા દાખવે કે ગાલ પર તમાચો મારે, તો પણ તમે તેને સહન કરો છો.


તમારે, તમારાં પુત્રપુત્રીઓએ, તમારા નોકરચાકર અને તમારી સાથે જમીનનો વારસો કે હિસ્સો મળ્યો નહિ હોવાથી તમારા નગરમાં વસતા લેવીઓએ પ્રભુના સાનિધ્યમાં આનંદોત્સવ કરવો.


ઊંઘનારા રાત્રે ઊંઘી જાય છે અને રાત્રે દારૂડિયા દારૂ પીને ચકચૂર બને છે.


જે બાબતો તેઓ સમજતા નથી તેની તેઓ નિંદા કરે છે. જંગલી પ્રાણીઓની માફક તેઓ માર્યા જશે અને બીજાને દુ:ખ દેવા બદલ તેમણે દુ:ખ ભોગવવું પડશે. તેઓ ધોળે દહાડે ભોગવિલાસમાં મગ્ન રહે છે. તમારી સાથે ભોજન લેતી વખતે તેઓ કલંક અને ડાઘરૂપ છે, અને તે સમયે પણ તેઓ ભોગમગ્ન હોય છે.


તેઓ સ્વતંત્ર બનાવવાનું વચન આપે છે, પણ પોતે ભ્રષ્ટાચારના ગુલામ છે. કારણ, માનવી તેના પર સત્તા જમાવનાર હરેક બાબતનો ગુલામ છે.


માણસોએ તમારા લોકોનું અને તેમના સંદેશવાહકોનું રક્ત રેડયું છે, અને એટલે જ તમે તેમને પીવા માટે રક્ત આપ્યું છે. તેઓ તેને માટે જ લાયક છે!”


ઈશ્વરના સંદેશવાહકો અને તેના લોકોનું અને પૃથ્વી પર મારી નંખાયેલા સર્વ લોકોનું લોહી એ શહેરમાં મળી આવ્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan