Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 12:42 - પવિત્ર બાઇબલ C.L.

42 પ્રભુએ જવાબ આપ્યો, “વિશ્વાસુ અને સમજુ કારભારી કોણ છે? શેઠ ઘરકુટુંબ ચલાવવા અને બીજા નોકરોને યોગ્ય સમયે તેમના ખોરાકનો હિસ્સો આપવા જેની નિમણૂક કરે તે જ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 પ્રભુએ કહ્યું, “જેને તેનો ધણી પોતાનાં ઘરનાંઓને યોગ્ય સમયે અન્‍ન આપવા માટે પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 પ્રભુએ કહ્યું કે, જેને તેનો માલિક પોતાના ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા સારુ પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન કારભારી કોણ છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 પ્રભુએ કહ્યું, “શાણો અને વિશ્વાસપાત્ર સેવક કોણ છે? ધણી એક દાસ પર વિશ્વાસ રાખે છે જે બીજા દાસોને સમયસર તેમનું ખાવાનું આપશે. એ દાસ કોણ છે જેના પર ધણી તે કામ કરવાનો વિશ્વાસ રાખે છે?

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 12:42
29 Iomraidhean Croise  

ત્યારે પવિત્ર મંડપનું કામ કરતા સર્વ કુશળ કારીગરોએ મોશે પાસે જઈને કહ્યું,


માણસ પોતાની જ્ઞાનયુક્ત વાણીથી પ્રશંસા પામે છે, પણ ગૂંચવાડો પેદા કરનાર તિરસ્કાર પામે છે.


પોતાની હાજરજવાબીથી માણસને આનંદ થાય છે, અને સમયોચિત વાણી કેવી યથાર્થ લાગે છે!


અંજીરી સાચવનાર તેનાં ફળ ખાશે, તેમ જ માલિકની સેવા કરનાર સન્માન પામશે.


તે પરોઢ થાય તે પહેલાં ઊઠીને પોતાના પરિવાર માટે ભોજનનો પ્રબંધ કરે છે, અને દાસીઓને કામ વહેંચી આપે છે.


હું નિર્ગત થઈ ગયેલાઓને પ્રોત્સાહનના શબ્દો કહું તે માટે પ્રભુ પરમેશ્વરે મને કેળવાયેલી વાણી ઉચ્ચારતી જીભ આપી છે. તે દર સવારે મને જાગૃત કરે છે. જેથી હું કાન માંડીને તેમનું શિક્ષણ સંપાદન કરી શકું.


અને હું તેમના પર બીજા પાલકો નીમીશ. તેઓ તેમનું યોગ્ય પાલન કરશે. પછી મારા લોક ફરીથી ડરશે નહિ, કે ગભરાશે નહિ અને તેમનામાંથી કોઈ ખોવાશે નહિ. હું પ્રભુ આ બોલું છું.”


તમે દૂધદહીં ખાઓ છો, ઊનનાં વસ્ત્રો પહેરો છો, અને સૌથી પુષ્ટ ઘેટાંનું માંસ ખાઓ છો, પણ તમે કદી ઘેટાંનું પોષણ કરતા નથી.


તેથી ઈસુએ જવાબ આપ્યો, આનો અર્થ એ છે કે નિયમશાસ્ત્રનો દરેક શિક્ષક જે ઈશ્વરના રાજનો શિષ્ય બને છે તે પોતાના ભંડારમાંથી જૂની અને નવી વસ્તુઓ બહાર કાઢનાર ઘરધણી જેવો છે.


સાંજ પડી ગઈ. માલિકે પોતાના મુકાદમને બોલાવીને કહ્યું, ’મજૂરોને બોલાવ અને જેઓ છેલ્લા આવ્યા હતા તેમને પ્રથમ, ને જેઓ પ્રથમ આવ્યા હતા તેમને છેલ્લે એમ તેમને રોજી આપ.’


તેનો શેઠ પાછો આવે ત્યારે તેને સોંપેલું કાર્ય કરતો જુએ તો તે નોકરને ધન્ય છે!


એ મૃત્યુ પામેલો માણસ એક વિધવાનો એકનોએક પુત્ર હતો; તેથી નગરજનોનું મોટું ટોળું વિધવાની સાથે જોડાયું હતું.


“જેમનું આગમન થવાનું છે તે તમે જ છો, કે અમે બીજા કોઈની રાહ જોઈએ?”


તમારી પોતાની તેમ જ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો. ઈશ્વરની મંડળી, જેને તેમણે પોતાના લોહી દ્વારા ખરીદી લીધી છે તેનું પાલન કરો.


પણ મને આવવામાં વિલંબ થાય તો, ઈશ્વરના ઘરમાં કેવું વર્તન દાખવવું જોઈએ તે વિષે આ પત્ર માહિતી પૂરી પાડશે. ઈશ્વરનું ઘર તો જીવંત ઈશ્વરની મંડળી છે. તે તો સત્યનો સ્તંભ તથા આધાર છે.


જે આગેવાનો સારી રીતે કાર્ય કરતા હોય અને ખાસ કરીને ઉપદેશ ને શિક્ષણમાં પરિશ્રમ ઉઠાવતા હોય તો તેમને બમણા વેતનને પાત્ર ગણવા જોઈએ.


શુભસંદેશ જાહેર કર; અનુકૂળ કે પ્રતિકૂળ સમયે પણ તે માટે તત્પર રહે. ખોટી માન્યતાઓને પડકારજે, લોકોની ભૂલો સુધારજે અને તેમને પ્રોત્સાહન આપજે તથા પૂરી ધીરજથી ઉપદેશ કરજે.


ઈશ્વરના કાર્યની દેખરેખ રાખતો હોવાથી મંડળીનો આગેવાન નિર્દોષ હોવો જોઈએ. તે સ્વચ્છંદી, ગુસ્સાવાળો, દારૂડિયો, ઝઘડાખોર કે દ્રવ્યલોભી હોવો ન જોઈએ.


તમારા આગેવાનોને આધીન થાઓ, તેમની આજ્ઞાઓનું પાલન કરો. આરામ લીધા વગર તેઓ તમારા આત્માઓની સંભાળ રાખે છે. કારણ, તેમણે પોતાની સેવાનો હિસાબ ઈશ્વરને આપવાનો છે. જો તમે તેમને આધીન રહો તો તેઓ પોતાનું કાર્ય આનંદથી કરશે; નહિ તો તેઓ ઉદાસીનતાથી કાર્ય કરશે અને તેથી તમને કંઈ લાભ થશે નહિ.


તમને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર તમારા અગાઉના આગેવાનોને યાદ રાખજો. તેઓ કેવી રીતે જીવ્યા અને મૃત્યુ પામ્યા તેનો વિચાર કરો અને તેમના વિશ્વાસને અનુસરવા પ્રયત્ન કરો.


ઈશ્વર ભવિષ્યમાં જે પ્રગટ કરવાના હતા તેની સાક્ષીના સંબંધમાં મોશે ઈશ્વરના આખા કુટુંબમાં સેવક તરીકે વિશ્વાસુ હતો,


સારા વહીવટ કરનાર તરીકે દરેકે પોતાને ઈશ્વર પાસેથી મળેલી ખાસ બક્ષિસનો ઉપયોગ બીજાઓના ભલાને માટે કરવો જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan