Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 12:4 - પવિત્ર બાઇબલ C.L.

4 “મિત્રો, હું તમને કહું છું કે જેઓ શરીરને મારી નાખે છે પણ તે પછી બીજું કંઈ નુક્સાન કરી શક્તા નથી તેમનાથી ડરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને તે પછી બીજું કંઈ કરી ન શકે, તેઓથી બીશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને ત્યાર પછી બીજું કંઈ ન કરી શકે, તેમનાંથી ડરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પછી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને કહું છું, મારા મિત્રો, લોકોથી ડરો નહિ, લોકો શરીરને મારી શકે છે, પણ તે પછી તેઓ તમને ઇજા કરતાં વધારે કઈ કરી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 12:4
20 Iomraidhean Croise  

હે મારી પ્રિયા, મારી નવોઢા, હું મારી વાડીમાં આવ્યો છું. હું મારાં બોળ અને ગુગળ ભેગાં કરી રહ્યો છું. હું મારા મધપૂડામાંથી મધ આરોગું છું. હું મારો દ્રાક્ષાસવ અને મારું મધ પી રહ્યો છું. હે પ્રેમીઓ, પ્રેમમાં મસ્ત થઈ જાઓ ત્યાં સુધી ખાઓ અને પીઓ.


તેનું મુખ ચુંબન કરવા જેવું મીઠું છે; તે અતિ મનોહર છે. હે યરુશાલેમની નવયૌવનાઓ, એવું મારા પ્રીતમનું, મારા મિત્રનું સ્વરૂપ છે.


પણ હે મારા સેવક ઇઝરાયલ, હે યાકોબ, મારા મિત્ર અબ્રાહામના સંતાન, મેં તને પસંદ કર્યો છે.


યર્મિયા, તારી કમર કાસીને તૈયાર થઈ જા. ઊઠ, હું તને ફરમાવું તે પ્રમાણે તેમને ઉપદેશ કર. તેમનાથી ગભરાઈશ નહિ, નહિ તો હું તેમની સમક્ષ તને ગભરાવી મૂકીશ. આખા દેશના બધા લોકો એટલે યહૂદિયાના રાજાઓ, અધિકારીઓ, યજ્ઞકારો અને જમીનદારો તારી સામે પડશે, પણ તેમનો સામનો કરવા માટે હું તને આજે સામર્થ્ય આપું છું.


તેમનાથી બીશ નહીં; કારણ, તારું રક્ષણ કરવા હું તારી સાથે છું. હું પ્રભુ પોતે એ બોલ્યો છું.”


પણ હે મનુષ્યપુત્ર, તારે તેમનાથી ડરવું નહિ, કે તેમના શબ્દોથી ગભરાઈ જવું નહિ. તેઓ તારી સામા થશે અને તારો તિરસ્કાર કરશે. જો કે તારે એ કાંટાઝાંખરા ને વીંછીઓ વચ્ચે રહેવું પડે તોપણ તેમનાથી કે તેમના શબ્દોથી ડરીશ નહિ ને તેમના ચહેરાથી ગભરાઈશ નહિ. તેઓ તો બંડખોર પ્રજા છે.


જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શક્તા નથી તેમનાથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નર્કમાં નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો.


માણસ પોતાના મિત્રને માટે પોતાનું જીવન આપી દે તે કરતાં મોટો પ્રેમ બીજો કોઈ નથી


“હું મારું સેવાકાર્ય સંપૂર્ણ કરું અને પ્રભુ ઈસુએ મને સોંપેલું કાર્ય પૂરું કરું તે માટે હું મારા જીવને પણ વહાલો ગણતો નથી. એ કાર્ય તો ઈશ્વરની કૃપાનો શુભસંદેશ જાહેર કરવાનું છે.


પિતર અને યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ અને સામાન્ય માણસો છે એ જાણીને ન્યાયસભાના સભ્યો આભા બની ગયા. પછી તેમને ખબર પડી કે તેઓ ઈસુના સાથીદારો હતા.


અને વિરોધ કરનારાઓની જરાપણ બીક રાખતા નથી. તેમનો તો નાશ થશે પણ તમારો ઉદ્ધાર થશે એની ઈશ્વર તરફથી આ સ્પષ્ટ નિશાની છે.


આથી શાસ્ત્રવચન સાચું પડયું કે, “અબ્રાહામે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેના વિશ્વાસને લીધે ઈશ્વરે તેનો સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો.” તેથી અબ્રાહામને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો.


અલબત્ત, સારું કરવાને લીધે તમારે દુ:ખ સહન કરવું પડે તો તમને ધન્ય છે. માણસોની બીક રાખશો નહિ કે ચિંતા કરશો નહિ.


જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan