Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 11:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તમે ભૂંડા હોવા છતાં તમારાં બાળકોને સારી ચીજવસ્તુઓ આપી જાણો છો, તો પછી આકાશમાંના પિતા પાસે જેઓ માગે તેમને તે પવિત્ર આત્મા આપશે એ કેટલું વિશેષ સાચું છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના પિતાની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક‌ છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 માટે જો તમે ખરાબ હોવા છતાં તમારાં છોકરાંને સારાં વાનાં આપી જાણો છો, તો સ્વર્ગમાંના બાપની પાસે જેઓ માગે, તેઓને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તમે બીજા લોકો જેવા જ છો, તમે ભૂંડા છો છતાં તમે જાણો છો કે તમારા બાળકોને સારી ભેટો કેવી રીતે આપવી. તેથી તમારા આકાશમાંના બાપ જાણે છે. જે લોકો તેની પાસે માગે છે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 11:13
30 Iomraidhean Croise  

પ્રભુ એ યજ્ઞની સુવાસથી પ્રસન્‍ન થયા અને પોતાના મનમાં બોલ્યા, “જો કે માણસના મનનો પ્રત્યેક વિચાર તેના બાળપણથી જ ભૂંડો છે તેમ છતાં માણસને લીધે હું ભૂમિને ફરી કદી શાપ આપીશ નહિ. આ વખતે જેમ મેં સર્વ સજીવોનો સંહાર કર્યો તેમ હવે પછી કદી કરીશ નહિ.


હું જન્મથી જ પાપી છું; બલ્કે, મારી માતાના ઉદરે ગર્ભ રહ્યો તે પળથી જ હું પાપી છું.


જો તમે મારો ઠપકો લક્ષમાં લેશો, તો હું તમારી આગળ મારું દિલ ઠાલવી દઈશું, અને તમને મારા વિચારો પ્રગટ કરીશ.


તેથી પ્રભુ કહે છે, “શું માતા પોતાના ધાવણા બાળકને ભૂલી જાય? શું તે પોતાના પેટના સંતાનને વહાલ ન કરે? કદાચ, માતા પોતાના બાળકને વીસરી જાય, પણ હું તને કદી ભૂલી જઈશ નહિ.


હું તમારામાં મારો પોતાનો આત્મા મૂકીશ અને તમે મારા નિયમોનું પાલન કરો અને મારી સર્વ આજ્ઞાઓ પાળો તેવું કરીશ.


આખરી દિવસોમાં એમ થશે કે હું સર્વ માનવજાત પર મારો આત્મા રેડી દઇશ; તમારા પુત્રો અને પુત્રીઓ મારો સંદેશ પ્રગટ કરશે; તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, અને તમારા જુવાનોને સંદર્શનો થશે.


તે જ પ્રમાણે તમારો પ્રકાશ લોકો સમક્ષ પ્રકાશવો જોઈએ, જેથી જે સારાં કાર્યો તમે કરો છો તે જોઈને તેઓ આકાશમાંના તમારા ઈશ્વરપિતાની સ્તુતિ કરે.


જેથી તમે આકાશમાંના ઈશ્વરપિતાના પુત્રો બની રહો. કારણ, તે ભલા તથા ભૂંડા બંને પર સૂર્યને ઉગાવે છે. તેમ જ સારું કરનાર તથા ખરાબ કરનાર બંને પર વરસાદ વરસાવે છે.


જો તમે બીજાઓના અપરાધ માફ કરશો તો આકાશમાંના તમારા ઈશ્વરપિતા પણ તમને માફ કરશે.


આ જંગલી ઘાસ જે આજે છે, કાલે સુકાઈ જવાનું ને પછી બાળી નંખાવાનું છે તેને ઈશ્વર આટલું સજાવે છે, તો શું તે તમને વસ્ત્રો નહીં પહેરાવશે?


આ બાબતોની ચિંતા નિષ્ઠાહીનો જ કર્યા કરે છે. તમારા આકાશમાંના ઈશ્વરપિતાને ખબર છે કે તમને આ બધાની જરૂર છે.


આમ, દુષ્ટ હોવા છતાં તમે તમારાં બાળકોને સારી વસ્તુઓ આપી જાણો છો, તોપછી તમારા આકાશમાંના ઈશ્વરપિતા જેઓ તેમની પાસે માગણી કરે છે તેમને તેથી વધારે સારી બાબતો નહીં આપે?


અથવા તે ઇંડું માગે તો તેને વીંછી આપશો?


ઈસુએ તેમને કહ્યું, “જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે કહો કે, હે પિતાજી, તમારા પવિત્ર નામનું સન્માન થાઓ, તમારું રાજ્ય આવો,


તો રાતદિવસ સહાયને માટે ઈશ્વરને પોકારનાર પોતાના લોકોના પક્ષમાં ઈશ્વર ન્યાય નહિ કરે? શું તે તેમને મદદ કરવામાં ઢીલ કરશે?


ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર કેવું દાન આપી શકે છે અને તારી પાસે પાણી માગનાર વ્યક્તિ કોણ છે તેની તને ખબર હોત તો તેં તેની પાસે માગણી કરી હોત અને તેણે તને જીવનનું પાણી આપ્યું હોત.”


પિતરે તેમને કહ્યું, “તમે સૌ તમારાં પાપથી પાછા ફરો, અને ઈસુ ખ્રિસ્તને નામે બાપ્તિસ્મા લો; તેથી તમારાં પાપ માફ કરવામાં આવશે, અને તમે ઈશ્વરની ભેટ, એટલે કે, પવિત્ર આત્મા પામશો.


એક માણસના પાપના પરિણામે મરણે રાજ કર્યું; પણ ઈસુ ખ્રિસ્તના કાર્યનું પરિણામ વિશેષ છે. જે કોઈ ઈશ્વરની ભરપૂર કૃપા તથા દોષમુક્તિની અમૂલ્ય ભેટ સ્વીકારે છે, તે ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવનમાં રાજ કરશે.


હું જાણું છું કે મારા માનવી સ્વભાવમાં કંઈ જ સારું રહેતું નથી. જોકે મારામાં સારું કરવાની તમન્‍ના તો છે, તો પણ હું તેમ કરી શક્તો નથી.


ઈશ્વરે પોતાના પુત્રને પાછા રાખ્યા નહિ, પણ આપણા બધાને માટે અર્પી દીધા, તો તે તેમની સાથે આપણને બધુંયે કેમ નહિ આપે?


કારણ, એકવાર આપણે પણ મૂર્ખ, અનાજ્ઞાંક્તિ અને ખોટે માર્ગે હતા; સર્વ પ્રકારની વાસનાઓ અને મોજશોખના ગુલામ હતા. આપણે આપણો સમય ઈર્ષા અને અદેખાઈ કરવામાં ગાળ્યો. બીજાઓએ આપણી નિંદા કરી તો આપણે પણ તેમની નિંદા કરી.


Lean sinn:

Sanasan


Sanasan