Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 10:9 - પવિત્ર બાઇબલ C.L.

9 એ નગરના બીમારોને સાજા કરો અને ત્યાંના લોકોને કહો, ‘ઈશ્વરનું રાજ તમારી પાસે આવી પહોંચ્યું છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેમાંનાં માંદાઓને સાજાં કરો, અને તેઓને કહો કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને તેમાંના બીમારને સાજાં કરો, અને તેઓને કહો કે, ‘ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ત્યાં રહેતા માંદા લોકોને સાજા કરો, પછી તેઓને કહો, ‘દેવનું રાજ્ય જલદીથી તમારી પાસે આવે છે!’

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 10:9
15 Iomraidhean Croise  

એ શાસકોના સમયમાં આકાશના ઈશ્વર એક રાજયની સ્થાપના કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, પણ તે બધાં રાજયોનો વિનાશ કરશે અને તે સદા સર્વદા કાયમ રહેશે.


તે કહેતો, તમારાં પાપથી પાછા ફરો.


આ સમયથી ઈસુએ પોતાનું પ્રચારકાર્ય શરૂ કર્યું: તમારાં પાપથી પાછા ફરો; કારણ, ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે.


ઈસુએ પૂછયું, “ઈશ્વરના રાજને આપણે શાની સાથે સરખાવીશું? એ સમજાવવા આપણે કયું ઉદાહરણ વાપરીશું?


તેમણે ઘણા દુષ્ટાત્માઓ કાઢયા, અને ઘણા બીમાર લોકોને તેમના માથા પર તેલ ચોળીને સાજા કર્યા.


પણ જ્યારે તમે કોઈ નગરમાં જાઓ અને ત્યાં તમારો આવકાર ન થાય, તો ત્યાંની શેરીઓમાં જઈને કહો,


‘અમારે પગે ચોંટેલી તમારા નગરની ધૂળ પણ અમે તમારી વિરુદ્ધ ખંખેરી નાખીએ છીએ; પણ એટલું યાદ રાખજો કે ઈશ્વરનું રાજ તમારી પાસે આવી પહોચ્યું છે.’


પછી તેમણે તેમને ઈશ્વરના રાજનો ઉપદેશ કરવા અને બીમારોને સાજા કરવા મોકલ્યા.


ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: નવેસરથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરનું રાજ જોઈ શક્તો નથી.”


ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: પાણીથી તથા આત્માથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરના રાજમાં પ્રવેશી શક્તો નથી.


પાઉલે સાર આપતાં કહ્યું, “તમારે જાણવું જોઈએ કે ઉદ્ધાર વિષેનો ઈશ્વરનો સંદેશો બિનયહૂદીઓને પહોંચાડવામાં આવ્યો છે. તેઓ તો સાંભળશે.”


પૂરી હિંમત અને કશા અવરોધ વિના તેણે ઈશ્વરના રાજ વિષે પ્રચાર કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે શિક્ષણ આપ્યું.


Lean sinn:

Sanasan


Sanasan