Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 10:39 - પવિત્ર બાઇબલ C.L.

39 તેની બહેનનું નામ મિર્યામ હતું. તે ઈસુના ચરણ આગળ બેસીને તેમની બોધવાણી સાંભળતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના‍ ચરણ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના પગ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 માર્થાને મરિયમ નામની બહેન હતી. મરિયમ ઈસુના પગ પાસે બેઠી હતી અને તેને ઉપદેશ ધ્યાનથી સાંભળતી હતી. પણ તેની બહેન માર્થા ઘરકામમાં વ્યસ્ત હતી.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 10:39
11 Iomraidhean Croise  

એકવાર આખા દેશમાં દુકાળ હતો ત્યારે એલિશા ગિલ્ગાલ આવ્યો. તે સંદેશવાહકોના સંઘને શિક્ષણ આપી રહ્યો હતો ત્યારે તેણે તેના નોકરને આગ પર મોટું તપેલું મૂકી તેમને માટે થોડું માંસ બાફીને સેરવો બનાવવા કહ્યું.


મારા ઘરના પ્રવેશદ્વારે પ્રવેશ માટે પ્રતિદિન પ્રતીક્ષા કરનાર, અને મને યાનપૂર્વક સાંભળનાર સુખી થાય છે.


પણ એક વાત જરૂરી છે અને મિર્યામે પસંદ કરેલો એ સારો હિસ્સો તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ.”


ત્રીજે દિવસે તેમણે તેમને મંદિરમાં યહૂદી ધર્મગુરુઓ વચ્ચે બેસીને તેમનું સાંભળતા અને પ્રશ્ર્નો પૂછતા જોયા.


તેઓ ઈસુ પાસે આવ્યા અને જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા હતા તેને ઈસુને ચરણે વસ્ત્ર પહેરીને સ્વસ્થ મને બેઠેલો જોયો; અને તેઓ બધા ભયભીત થયા.


બેથાનિયામાં વસનાર મિર્યામ અને માર્થાનો ભાઈ લાઝરસ માંદો પડયો.


ઘણા યહૂદીઓ માર્થા અને મિર્યામને તેના ભાઈના મરણ અંગે દિલાસો આપવા આવ્યા હતા.


પછી મિર્યામે જટામાંસીનું આશરે ચારસો ગ્રામ શુદ્ધ અને કીમતી અત્તર લાવીને ઈસુના ચરણો પર રેડયું અને ચરણોને પોતાના વાળથી લૂછયા. અત્તરની સુવાસથી આખું ઘર ભરાઈ ગયું.


પછી પાઉલે કહ્યું, “હું પણ યહૂદી છું. હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો અને ગમાલીએલના વિદ્યાર્થી તરીકે અહીં યરુશાલેમમાં જ ઉછરેલો છું. આપણા પૂર્વજોના નિયમશાસ્ત્રનું મને ચુસ્ત શિક્ષણ મળ્યું હતું, અને તમારી જેમ જ હું પણ ઈશ્વરને માટે ધર્મઝનૂની હતો.


પ્રભુ પોતાના લોક પર પ્રેમ રાખે છે અને જેઓ તેમને સમર્પિત છે તેમને સાચવે છે, તેઓ તેમને ચરણે બેસે છે, અને તેમનો સંદેશ સ્વીકારે છે.


Lean sinn:

Sanasan


Sanasan