Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 10:37 - પવિત્ર બાઇબલ C.L.

37 નિયમશાસ્ત્રના શિક્ષકે કહ્યું, “જેણે તેના પર દયા કરી તે.” ઈસુએ કહ્યું, “તો પછી તું પણ જઈને એ જ પ્રમાણે કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 તેણે તેમને કહ્યું, “જેણે તેના પર દયા કરી તે.” ઈસુએ તેને કહ્યું, “તું જઈને એ પ્રમાણે કર.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 તેણે કહ્યું કે, ‘જેણે તેના પર દયા કરી તે.’ અને ઈસુએ તેને કહ્યું કે, ‘તું જઈને એ પ્રમાણે કર.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 કાયદાના પંડિતે ઉત્તર આપ્યો, “તે એક કે જેણે તને મદદ કરી,” ઈસુએ તેને કહ્યું, “તો પછી તું જા અને જઇને બીજા લોકો માટે એ પ્રમાણે કર.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 10:37
18 Iomraidhean Croise  

ક્ષુધાતુર જનને ટાળવો એ પાપ છે, પણ ગરીબો પ્રત્યે ભલાઈ દર્શાવનાર આશિષ પામશે.


મારે તો તમારાં બલિદાનો નહિ, પણ તમારો પ્રેમ જોઈએ છે. તમે દહનબલિ ચઢાવો એ કરતાં મને ઓળખો એ હું વધારે પસંદ કરું છું.


હે માનવ, સારું શું છે તે તો પ્રભુએ તને જણાવેલું જ છે. પ્રભુ તો માત્ર આટલું જ માગે છે: ન્યાયપૂર્વક વર્તવું, પ્રેમ દાખવવો અને પ્રભુની સાથે નમ્રતાથી ચાલવું.


કારણ, માનવપુત્ર પણ સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને અને ઘણા લોકોના ઉદ્ધારની કિંમત તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છે.


ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! મોસમની ઊપજમાંથી ફૂદીનો, કોથમીર અને જીરાનો પણ દસમો ભાગ તમે ધર્મદાનમાં આપો છો, પણ તમારામાં નિયમશાસ્ત્રની મહત્ત્વની બાબતો એટલે ન્યાય, દયા અને નિષ્ઠા નથી. આ બાબતો તમારે કરવી જોઈતી હતી, અને પેલી બાબતો પડતી મૂકવાની ન હતી.


અંતમાં ઈસુએ પૂછયું, “તારા અભિપ્રાય પ્રમાણે ગુંડાઓના હુમલાનો ભોગ બનેલ માણસના માનવબધું તરીકે એ ત્રણમાંથી કોણ વર્ત્યું?”


ઈસુ અને તેમના શિષ્યો મુસાફરી કરતા કરતા એક ગામમાં આવ્યા. ત્યાં માર્થા નામની એક સ્ત્રીએ ઈસુને પોતાને ઘેર આવકાર આપ્યો.


કારણ, તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાની તો ખબર છે: તે તો ધનવાન હતા, છતાં તમારે માટે તે ગરીબ બન્યા; જેથી તેમની ગરીબાઈથી તમે ધનવાન બનો.


ખ્રિસ્તે આપણા પર પ્રેમ કરીને આપણે માટે ઈશ્વર પ્રસન્‍ન થાય તેવા એક સુવાસિત અર્પણ અને બલિદાન તરીકે પોતાના જીવનનું સમર્પણ કર્યું. તેથી તમારું જીવન પણ પ્રેમથી દોરવાવું જોઈએ.


દુ:ખ સહન કરવાને માટે જ ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું છે. કારણ, તમે ખ્રિસ્તને પગલે ચાલો તે માટે તેમણે દુ:ખ સહન કરીને તમને નમૂનો આપ્યો છે.


અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા,


Lean sinn:

Sanasan


Sanasan