Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 10:15 - પવિત્ર બાઇબલ C.L.

15 અને ઓ કાપરનાહૂમ તું પોતાને આકાશ સુધી ઊંચું કરવા માગતું હતું ને? અરે, તું ઊંડાણમાં ફેંકાશે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 વળી, ઓ કપર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું તો હાદેસ સુધી નીચું નંખાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 વળી, ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 અને ઓ કફર-નહૂમ, શું તને આકાશ સુધી ઊંચુ કરાશે? ના! તને તો નરકમાં ફેંકી દેવામાં આવશે!

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 10:15
20 Iomraidhean Croise  

પછી તેમણે કહ્યું, “ચાલો, આપણે પોતાને માટે એક શહેર બાંધીએ અને જેની ટોચ આકાશ સુધી પહોંચે એવો બુરજ બાંધીએ, જેથી આપણી નામના થાય અને આપણે પૃથ્વી પર વિખેરાઈ ન જઈએ.”


મૃત્યુલોક શેઓલની તેમને માટેની ભૂખ વધી ગઈ છે, અને તેણે પોતાનું મોં પૂરેપૂરું ખોલ્યું છે. તે યરુશાલેમના પ્રતિષ્ઠિત માણસોને અને મિજબાનીની ધમાચકડીમાં ગુલતાન થયેલા સમુદાયને ઓહિયાં કરી જાય છે.


જો કે બેબિલોન આકાશની ટોચે ચઢે અને ત્યાં મજબૂત કિલ્લો બાંધે તો પણ મારા મોકલેલા માણસો તેનો વિનાશ કરવા પહોંચી જશે. હું પ્રભુ એ કહું છું.”


હું તને મૃત્યુલોકના ઊંડાણમાં ધકેલી દઈશ. ત્યાં તું પ્રાચીન સમયના લોકો ભેગું થઈ જશે. હું તને પુરાતન ખંડેરોની દુનિયામાં મૃત્યુલોકના ઊંડાણમાં ધકેલાઈ ગયેલા લોકની સાથે વસાવીશ. તું ફરીથી વસતીવાળું બનશે નહિ કે આ દુનિયામાં હયાતી ધરાવશે નહિ.


એ વૃક્ષ તો ઇજિપ્તનો રાજા અને તેનો જનસમુદાય છે. એદનવાટિકાનાં વૃક્ષો પણ એનાં જેટલાં ઊંચા કે મહાન નહોતાં. હવે, એદનનાં વૃક્ષોની જેમ એ અધોલોકમાં ફેંકાઇ જશે અને લડાઇમાં માર્યા ગયેલા પરપ્રજાના લોક સાથે પડયું રહેશે.” એમ પ્રભુ પરમેશ્વર કહે છે.


“હે મનુષ્યપુત્ર, ઇજિપ્તના જનસમુદાયને માટે વિલાપ કર. અન્ય પ્રતાપી પ્રજાઓની સાથે તેમને પણ તું પાતાળમાં ઊતરી જનારાઓની સાથે મૃત્યુલોક શેઓલમાં મોકલી દે.


“ઇજિપ્તના લોકો યુદ્ધમાં માર્યા ગયેલા મધ્યે પડશે. તેમનો સૌનો સંહાર કરવા તલવાર તૈયાર છે.


પ્રાચીન સમયના શૂરવીરો સંપૂર્ણ શસ્ત્રસજ્જ થઇને અધોલોકમાં જતા, તેમની તલવારો તેમના માથા નીચે મૂકવામાં આવતી અને તેમની ઢાલો તેમના શરીર પર મુક્તી. જો કે તેઓ જીવતા હતા ત્યારે બીજાને માટે ત્રાસરૂપ હતા. મેશેખ અને તુબાલના યોદ્ધાઓને આમ માનપૂર્વક દફનાવાયા નથી.


“જો કે ગરુડના માળાની જેમ તું તારો નિવાસ અતિ ઊંચે બાંધે, અને એને લીધે જાણે તે ઊંચા આકાશમાં તારાઓ મધ્યે હોય એમ તને લાગે, તોપણ હું તને ત્યાંથી નીચે પાડીશ.


જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શક્તા નથી તેમનાથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નર્કમાં નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો.


જે અદ્‌ભૂત કાર્યો કાપરનાહુમમાં કરવામાં આવ્યાં, તે જો સદોમમાં કરવામાં આવ્યાં હોત, તો આજે પણ તેની હયાતી રહી હોત.


તે નાઝારેથમાં ઠરીઠામ થયા નહિ, પણ ઝબૂલુન અને નાફતગાલીના દેશમાં ગાલીલ સરોવરને કિનારે આવેલા કાપરનાહૂમ શહેરમાં વસ્યા.


તમે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને તથા બધા સંદેશવાહકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને તમે પોતે બહાર ફેંકાઈ જશો ત્યારે તમારે રડવાનું અને દાંત પીસવાનું રહેશે.


તે નરકમાં ખૂબ પીડા ભોગવતો હતો; અને તેણે ઊંચું જોયું તો દૂર દૂર અબ્રાહામને અને તેમની નજીક લાઝરસને બેઠેલા જોયા.


આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણા જાતભાઈઓએ આપણને જણાવ્યું છે કે, “એ લોકો તો આપણા કરતાં કદાવર અને ઊંચા છે; તેમનાં નગરો વિશાળ અને ગગનચુંબી કોટવાળાં છે. વળી, ત્યાં અમે અનાકના વંશજો જોયા છે.” એમ કહીને તેમણે આપણને નાહિંમત કરી નાખ્યા.


જે દૂતોએ પાપ કર્યું તેમને ઈશ્વરે છોડયા નહિ પણ ન્યાયના દિવસ સુધી તેમને અંધકારમય ખાડામાં સાંકળોથી બાંધી રાખ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan