Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 1:9 - પવિત્ર બાઇબલ C.L.

9 યજ્ઞકારોના રિવાજ પ્રમાણે વેદી પર ધૂપ બાળવા માટે ચિઠ્ઠી નાખતાં તેની પસંદગી કરવામાં આવી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 એવામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપ ચઢાવવાનો તેનો વારો આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 એટલામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના ભક્તિસ્થાનમાં જઈને અર્પણ કરવા માટે તેને પસંદ કરવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યાજકોના રિવાજ પ્રમાણે મંદિરમાં પ્રવેશવા માટે અને દેવ સમક્ષ વેદી પર ધૂપ સળગાવવા માટે તેની પસંદગી થઈ. તેથી ઝખાર્યા ધૂપ સળગાવવા માટે પ્રભુના મંદિરમાં દાખલ થયો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 1:9
10 Iomraidhean Croise  

આમ્રામના પુત્રો: આરોન અને મોશે. આરોન તથા તેના વંશજોને પવિત્ર સાધનસામગ્રી હંમેશા પોતાને હસ્તક રાખી પ્રભુને ધૂપ ચઢાવવા, તેમની સેવા કરવા તથા તેમને નામે લોકોને આશીર્વાદ આપવા અલગ કરવામાં આવ્યા હતા.


આરોન અને તેના વંશજો ધૂપવેદી પર ધૂપ ચડાવતા અને યજ્ઞવેદી પર સઘળાં અર્પણ ચડાવતા. પરમપવિત્રસ્થાનની સર્વ ઉપાસના અને ઈશ્વર ઈઝરાયલનાં પાપની ક્ષમા કરે તે માટેનાં પ્રાયશ્ર્વિતબલિની બધી જવાબદારી તેમની હતી. ઈશ્વરના સેવક મોશેએ આપેલી સૂચનાઓ પ્રમાણે તેઓ એ બધું કરતા.


ઉઝિયા રાજા બળવાન બન્યો એટલે તે ઘમંડી બન્યો અને તેથી એનું પતન થયું. પોતાના ઈશ્વર પ્રભુ પ્રત્યે સાચી નિષ્ઠાને અભાવે તેણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપવેદી પર ધૂપ બાળ્યો અને એમ તેના ઈશ્વર પ્રભુનો તિરસ્કાર કર્યો.


તેથી મારા દીકરાઓ, સમય વેડફો નહિ. પ્રભુએ તેમની સેવાભક્તિ કરવા અને તેમની આગળ ધૂપ ચડાવવા તેમના સેવકો તરીકે તમને જ પસંદ કર્યા છે.”


એ પતરાં ઇઝરાયલીઓને માટે ચેતવણીરૂપ હતાં કે આરોનના વંશજ સિવાયના કોઈએ પ્રભુ સમક્ષ ધૂપ ચડાવવા આવવું નહિ. જો કોઈ એમ કરશે તો તેની દશા કોરા અને તેના જૂથના જેવી થશે.” આ બધું પ્રભુએ મોશેની મારફતે એલાઝારને આપેલી આજ્ઞા પ્રમાણે કરવામાં આવ્યું.


યહૂદાએ મંદિરમાં જ પૈસા ફેંકી દીધા અને ત્યાંથી નીકળી જઈને ફાંસો ખાઈને આપઘાત કર્યો.


આ વસ્તુઓ એ પ્રમાણે ગોઠવેલી હતી. યજ્ઞકારો પોતાની ફરજ બજાવવા મંડપની બહારના ભાગમાં દરરોજ જતા હતા;


ઇઝરાયલનાં બધાં કુળોમાંથી મારા યજ્ઞકાર બનવા માટે, વેદી પર સેવા કરવા માટે, ધૂપ બાળવા માટે અને એફોદ પહેરીને મારી સેવામાં ઊભા રહેવા માટે મેં આરોનના કુટુંબની પસંદગી કરી. મેં તેમને વેદી પરના દહનબલિમાંથી હિસ્સો લેવાનો હક્ક આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan