Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 1:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેઓ બન્‍ને ઈશ્વરપરાયણ જીવન જીવતાં હતાં અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિનિયમો પાળતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેઓ બન્‍ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓ બન્ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, તથા પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે વર્તતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ઝખાર્યા અને એલિસાબેત બંન્ને દેવની આગળ ન્યાયી હતા અને તેઓ પ્રભુની આજ્ઞાઓ અને જરુંરિયાતો પ્રમાણે બધુ કરતા હતા. તેઓ નિર્દોષ હતા.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 1:6
33 Iomraidhean Croise  

અબ્રામ નવ્વાણુ વર્ષનો થયો ત્યારે પ્રભુએ તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસત્તાધીશ ઈશ્વર છું; મારી આધીનતામાં તારું જીવન ગાળ અને માત્ર જે યથાયોગ્ય છે તે જ કર.


આ નૂહની વાત છે: તે ઈશ્વરપરાયણ અને પોતાના જમાનામાં એકમાત્ર નિર્દોષ માણસ હતો.


પ્રભુએ નૂહને કહ્યું, “તું અને તારું આખું કુટુંબ વહાણમાં જાઓ, કારણ, આ જમાનામાં મને માત્ર તું એકલો જ યથાયોગ્ય રીતે વર્તનાર જણાયો છે.


એવું કરવાનું કારણ એ છે કે દાવિદે પ્રભુને પસંદ પડતાં કામો જ કર્યાં હતાં અને ઉરિયા હિત્તીના કિસ્સા સિવાય પોતાના જીવનમાં બીજી કોઈ બાબતમાં તેણે ક્યારેય તેમની કોઈ આજ્ઞા ઉથાપી નહોતી.


જો તું તારા પિતા દાવિદની જેમ દયની પ્રામાણિક્તાથી અને નેકીથી મારા નિયમો પાળીશ અને મારાં ફરમાનો પ્રમાણે વર્તીશ,


“હે પ્રભુ, મેં વિશ્વાસુપણે અને હૃદયની પૂરી નિષ્ઠાથી તમારી સેવા કરી છે. હું હમેશાં તમારી ઇચ્છા પ્રમાણે વર્ત્યો છું. તો એ બધાંનું સ્મરણ કરો એવી મારી અરજ છે.” એમ કહીને હિઝકિયા બહુ રડયો.


તેણે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રત્યે નિષ્ઠા દાખવી. વળી, ઇઝરાયલી રાજાઓનું અનુસરણ નહિ કરતાં તે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે વર્ત્યો.


યોબ નામે એક માણસ ઉસ દેશમાં વસતો હતો. તે નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર હતો.


પ્રભુએ શેતાનને પૂછયું: “શું તેં મારા ભક્ત યોબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક


અલબત્ત, એ બધું તો હું જાણું છું, પરંતુ માણસ ઈશ્વર સમક્ષ કઈ રીતે નિર્દોષ ઠરી શકે?


જો હું તમારી સર્વ આજ્ઞાઓ ધ્યાનમાં રાખું તો હું કદી લજ્જિત થઈશ નહિ.


તેઓ નિ:સંતાન હતાં; કારણ, એલીસાબેત વંધ્યા હતી, અને તે તથા ઝખાર્યા બન્‍ને ઘણી મોટી ઉંમરનાં હતાં.


ઈસુએ તેમને કહ્યું, “તમે તો પોતાની જાતને માણસોની દૃષ્ટિમાં સાચા દેખાડનારા છો, પણ ઈશ્વર તમારાં હૃદયો જાણે છે, કારણ, માણસ જેને મૂલ્યવાન ગણે છે, તે ઈશ્વરની દૃષ્ટિમાં ધિક્કારપાત્ર છે.


યરુશાલેમમાં શિમયોન નામે એક ભલો અને ઈશ્વરની બીક રાખનાર માણસ રહેતો હતો. તે ઇઝરાયલના ઉદ્ધારની રાહ જોતો હતો.


દાવિદે તેમને વિષે કહ્યું હતું: ‘મેં પ્રભુને નિત્ય મારી સમક્ષ જોયા છે; તે મારે જમણે હાથે છે, તેથી હું ચલિત થવાનો નથી.


પાઉલે ન્યાયસભાની સામે જોઈને કહ્યું, “મારા ભાઈઓ, મેં આજદિન સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંત:કરણથી મારું જીવન ગાળ્યું છે.”


અને તેથી ઈશ્વર તેમ જ માણસો સમક્ષ મારું અંત:કરણ શુદ્ધ રાખવા હું હમેશાં મારાથી બનતો બધો પ્રયત્ન કરું છું.


ઈશ્વરની દૃષ્ટિમાં તારું હૃદય ચોખ્ખું નહિ હોવાથી અમારા કાર્યમાં તારે કંઈ લાગભાગ નથી.


આપણે જેઓ માનવી સ્વભાવ પ્રમાણે નહિ, પણ આત્માથી જીવીએ છીએ, તેમનામાં નિયમની યોગ્ય માગણીઓ પરિપૂર્ણ થાય તે માટે ઈશ્વરે એ પ્રમાણે કર્યું.


તમે મને હંમેશા યાદ કરો છો અને જે પ્રણાલિકાઓ મેં તમને સોંપી છે તેને તમે ચુસ્તપણે અનુસરો છો માટે હું તમારી પ્રશંસા કરું છું.


અમને આ વાતનો ગર્વ છે કે અમે આ દુનિયામાં તમારા પ્રત્યે ઈશ્વર તરફથી મળેલી સંનિષ્ઠા અને નિખાલસતાથી વર્ત્યા છીએ અને તેનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરની કૃપાના સામર્થ્ય પર છે અને એની ખાતરી અમારી પ્રેરકબુદ્ધિ પણ અમને આપે છે.


તમારા ઈશ્વર પ્રભુએ ચીંધેલા માર્ગે જ ચાલજો કે તમે જીવતા રહો અને તમારું કલ્યાણ થાય અને જે દેશનો તમે કબજો લેવાના છો તેમાં ત્યાં લાંબો સમય વસવાટ કરી શકો.


જેથી તમે અપ્રામાણિક અને ભ્રષ્ટ લોકો મયે ઈશ્વરનાં સંપૂર્ણ બાળકો તરીકે શુદ્ધ અને નિર્દોષ થાઓ. તેમની સમક્ષ જીવનનો સંદેશો આપતાં તમારે આકાશમાં પ્રકાશતા તારાઓની માફક પ્રકાશવું જોઈએ.


પણ હવે ઈશ્વરપુત્રના શારીરિક મરણની મારફતે ઈશ્વરે તમને તેમના મિત્રો બનાવ્યા છે; જેથી તે તમને પોતાની સમક્ષ પવિત્ર, શુદ્ધ અને નિર્દોષ રજૂ કરી શકે.


આ રીતે તમે તમારાં મન દૃઢ કરો, જેથી આપણા પ્રભુ ઈસુ પોતાના લોક સાથે આવે ત્યારે ઈશ્વરપિતાની સમક્ષ તમે સંપૂર્ણ અને પવિત્ર થાઓ.


તેથી પ્રિયજનો, એ દિવસની રાહ જોતાં ઈશ્વરની દૃષ્ટિમાં શુદ્ધ અને કલંકરહિત થવાને તમારાથી બનતું બધું કરો અને તેમની સાથે શાંતિમાં રહો.


ખ્રિસ્ત ન્યાયી છે તે તમે જાણો છો અને તેથી એ પણ જાણો કે ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર વ્યક્તિ ઈશ્વરનું સંતાન છે.


જો આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ તો આપણે તેમને ઓળખીએ છીએ તે ખાતરીની વાત છે.


બાળકો, કોઈ તમને છેતરી જાય નહિ! જેમ ખ્રિસ્ત ન્યાયી છે તેમ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર વ્યક્તિ પણ ન્યાયી છે.


Lean sinn:

Sanasan


Sanasan