Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 1:51 - પવિત્ર બાઇબલ C.L.

51 પોતાનો સામર્થ્યવાન હાથ લંબાવીને તે ગર્વિષ્ઠોની યોજનાઓને છિન્‍નભિન્‍ન કરી નાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

51 તેમણે પોતાના હાથે બળ દેખાડ્યું છે; અને ગર્વિષ્ડોને તેઓનાં હ્રદયની કલ્પનામાં તેમણે વિખેરી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

51 તેમણે પોતાના પરાક્રમી હાથો વડે ઘણાં પરાક્રમી કાર્યો કર્યાં છે, અભિમાનીઓને તેઓનાં હૃદયની કલ્પનામાં તેમણે વિખેરી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

51 દેવે તેના હાથોનું સામથ્યૅ બતાવ્યું છે. તેણે અહંકારીઓને તેઓના મનની યોજનાઓ સાથે વેર વિખેર કરી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 1:51
32 Iomraidhean Croise  

એમ પ્રભુએ તેમને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા. તેમણે શહેર બાંધવાનું પડતું મૂકાયું.


પ્રભુએ જોયું કે સમગ્ર પૃથ્વી પર બધા માણસો અત્યંત દુરાચારી બની ગયા છે. તેમનાં મનનું વલણ સતત ભૂંડાઈ તરફ જ છે.


પ્રભુ એ યજ્ઞની સુવાસથી પ્રસન્‍ન થયા અને પોતાના મનમાં બોલ્યા, “જો કે માણસના મનનો પ્રત્યેક વિચાર તેના બાળપણથી જ ભૂંડો છે તેમ છતાં માણસને લીધે હું ભૂમિને ફરી કદી શાપ આપીશ નહિ. આ વખતે જેમ મેં સર્વ સજીવોનો સંહાર કર્યો તેમ હવે પછી કદી કરીશ નહિ.


ઈશ્વરના નેકજનોના પડાવોમાં જયજયકારના અને વિજયના પોકારો સંભળાય છે: “પ્રભુના જમણા ભુજે વિજય પ્રાપ્ત કર્યો છે,


પ્રભુ વિધર્મી રાષ્ટ્રોના ઇરાદાને નિષ્ફળ કરે છે, અને તે પ્રજાઓની યોજનાઓને નિરર્થક બનાવે છે.


હે ઈશ્વર, તમારા એ કાર્યને લીધે હું તમારી આભારસ્તુતિ કરીશ, અને તમારા સંતોની સંમુખ તમારા નામની શ્રેષ્ઠતા પ્રસિદ્ધ કરીશ.


જાણે કે ભવ્ય ભોજનથી મારો પ્રાણ તૃપ્ત થયો હોય તેમ આનંદભર્યા હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ ગાશે.


તમે જ જલરાક્ષસ રાહાબને છૂંદીને મારી નાખ્યો, અને તમારા બાહુબળથી તમારા શત્રુઓને પરાજિત કર્યા.


તમારો ભુજ બળવાન છે, તમારો ડાબો હાથ વિજયી અને જમણો હાથ ઉગામેલો છે.


પ્રભુની સંમુખ કોઈ નવું ગીત ગાઓ. કારણ, પ્રભુએ અજાયબ કાર્યો કર્યાં છે. તેમના જમણા હાથે અને તેમના પવિત્ર ભુજે વિજય મેળવ્યો છે.


હવે હું જાણું છું કે પ્રભુ સર્વ દેવો કરતાં મહાન છે. કારણ, ઇજિપ્તીઓ ઇઝરાયલીઓ પ્રત્યે તુમાખીભર્યો વર્તાવ કરતા હતા ત્યારે જ તેમણે તેમના પર વિજય મેળવ્યો છે.”


એ સર્વસમર્થ પ્રભુ સામર્થ્યસહિત આવી રહ્યા છે. તે પોતાના બાહુબળથી અધિકાર ચલાવશે. તેમનું ઈનામ અને તેમનું પ્રતિફળ તેમની સાથે છે.


હે પ્રભુના ભુજ જાગ! પ્રાચીન સમયમાં તેં પૂર્વજોની પેઢીઓ દરમ્યાન કરેલ તેમ વસ્ત્રની જેમ સામર્થ્ય ધારણ કર. શું તેં જ રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા નહોતા? તેં જ એ રાક્ષસી અજગરને વીંધી નાખ્યો નહોતો?


દુનિયાની સર્વ પ્રજાઓનાં દેખતાં પ્રભુ પોતાનો પવિત્ર ભુજ પ્રગટ કરશે અને પૃથ્વીના છેડેછેડાના લોક આપણા ઈશ્વરે કરેલો ઉદ્ધાર જોઈ શકશે.


પોતાના ગૌરવી અને શક્તિશાળી ભુજથી મોશેના જમણા હાથને સાથ દેનાર અને પોતાને માટે સાર્વકાલિક નામના મેળવવાને સમુદ્રના બે ભાગ કરી દેનાર અને પોતાના લોકને ઊંડા પાણીમાંથી દોરી જનાર કયાં છે?”


પ્રભુ કહે છે: ‘હું તમને બધી પ્રજાઓમાં સૌથી હલકા પાડીશ, અને લોકો તમારી ધૃણા કરશે.


“હવે હું નબૂખાદનેસ્સાર આકાશના ઈશ્વરની સ્તુતિ કરું છું અને તેમને માનમહિમા આપું છું. તેમનાં કાર્યો યથાર્થ અને માર્ગો ન્યાયી છે. તે ગર્વથી વર્તનારને નીચો પાડે છે.”


તેઓ ઈશ્વર વિષે જાણે છે પણ તેમનું ઈશ્વર તરીકે સન્માન કરતા નથી કે તેમનો આભાર માનતા નથી. તેઓ વ્યર્થ કલ્પનાઓ કરે છે અને તેમનાં સમજ વિહોણાં મન અંધકારમય થાય છે.


ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધની દરેક બંડખોર વિચારસરણીનું અમે ખંડન કરીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.


અથવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા, તેમ કોઈ બીજા દેવે અન્ય દેશમાં જઈને તેની મધ્યેથી પોતાને માટે કોઈ પ્રજા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે?


તે જ પ્રમાણે, તમારા યુવાનોએ આગેવાનોને આધીન રહેવું. તમે એકબીજાની સેવા કરી શકો માટે તમારે બધાએ નમ્રતા ધારણ કરવી. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વર અભિમાનીનો તિરસ્કાર કરે છે પણ નમ્રને કૃપા આપે છે.”


એને લીધે રોગચાળો, વેદના, દુકાળ એ બધી આફતો એક જ દિવસે તેના પર આવી પડશે, અને તેને અગ્નિમાં બાળી નાખવામાં આવશે. કારણ, તેનો ન્યાય કરનાર તો પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર છે.”


Lean sinn:

Sanasan


Sanasan